ઈશ્વરભાઈ દોશી પરિવાર દ્વારા 150 કર્મચારીઓનું સન્માન
ઉપવાસીઓ જેટલું જ પૂણ્ય ઉપાશ્રયમાં કામ કરતા સ્વયં સેવકોને મળે છે: પૂ. ગુરુદેવ
રાજકોટ સ્થાનકવાસી જૈન મોટાસંઘના ઉપક્રમે વૈશાલીનગર ખાતે જશ-પ્રેમ-ધીર સંકુલમાં પૂ. ધીરગૂરૂદેવની નિશ્રામાં મુઠ્ઠી ઉંચેરા માનવી ઈશ્વરભાઈ કેશવજી દોશી કે જેઓ સ્થા. જૈન મોટા સંઘના પૂર્વ પ્રમુખ ઉપરાંત જૈન બોર્ડીંગ, વાંકાનેર પાંજરાપોળ વગેરે જેવી વીસથી વધુસંસ્થાઓમાં ટ્રસ્ટી સહિતના હોદા પર રહી સેવાઓ બજાવી હતી. ગૌમાતાની સેવાના ભેખધારી ઈશ્વરભાઈ એ અનેક પાંજરાપોળ ગૌશાળામાં તન-મન અને ધનથી સેવા બજાવી હતી. તેની પ્રથમ પૂણ્યતિથિ નિમિતે સમસ્ત રાજકોટ જૈન સંઘના 150 જેટલા કર્મચારીઓનું બહુમાન જયોતિબેન ઈશ્વરભાઈ દોશી, ભાવીનભાઈ દોશી, તથા સંઘના પ્રમુખ હરેશભાઈ વોરા, ટ્રસ્ટી અને ‘અબતક મિડીયાના મેનેજીંગ તંત્રી સતીષકુમાર મહેતા વગેરેના હસ્તે કરવામાં આવ્યું હતુ.
કર્મચારીઓના બહુમાન સમારોહમાં પૂ. ધીરગૂરૂદેવે જણાવ્યું હતુ કે, ઉપાશ્રય વગેરેના કાર્ય ભગવાનના કાર્ય છે.
તેમ સમજી વધુને વધુ જીવદયા પાલન સહિત ભકિત કરશો તો પૂણ્યનું સંવર્ધન અને શાંતિનું સર્જન થયાવિના રહેશે નહિ. પૂ. ગૂરૂદેવે એમ પણ જણાવ્યું હતુ કે ઉપાશ્રયમાાં રહી જે ઉપવાસ કરે તેને જેટલુ પૂણ્ય પ્રાપ્ત થાય તેટલું પૂણ્ય સ્વયં સેવકોને મળે છે. સ્વયંસેવકો ની શ્રેષ્ઠ કામગીરીને બીરદાવતા પૂ. ગૂરૂદેવે કહ્યું હતુકે જે કાર્ય અમે નથી કરી શકતા એ કામ સ્વયંસેવકો કરે છે. તે ધન્યવાદને પાત્ર છે.
સંઘના પ્રમુખ હરેશભાઈ વોરાએ જણાવ્યું હતુ કે ઈશ્વરભાઈ દોશીની વાર્ષિક પૂણ્યતિથિએ તેમના પરિવારે રાજકોટના તેંત્રીસ જૈન સંઘોના નાનાથી મોટા તમામ કર્મચારીઓને રોકડ રકમના કવર આપી સન્માનીત કરી સમાજમાં દાખલો બેસાડયો છે. અને ઈશ્વરભાઈ દોશી પરિવારને આ તકે ધન્યવાદ પાઠવ્યા હતા.
આ તકે મોટા સંઘના ગૌસ્વામિભાઈની 33 વર્ષની સેવાને પણ બીરદાવવામાં આવી હતી. આભાર દર્શન નીરવ સંઘાણી દ્વારા કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે દિનેશભાઈ દોશી, કમલેશ મોદી, બકુલેશ રૂપાણી, સતીશ બાટવીયા, મહેશ મહેતા, વિમલ પારેખ, વિનુભાઈ મારફતીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
નાના માણસોને મોટા કરવા ઈશ્વરભાઈનું સ્વપ્ન: ભાવનાબેન દોશી
ઈશ્વરભાઈ કેશવજી દોશીની વાર્ષિક પૂણ્યતિથિએ તેમના પરિવાર દ્વારા સ્થા. જૈન મોટા સંઘના 150 જેટલા કર્મચારીઓનું બહુમાન પૂ. ધીરગૂરૂદેવની નીશ્રામાં રાખવામાં આવેલ આ પ્રસંગે તેમની પુત્રી ભાવનાબેને ‘અબતક’ને જણાવ્યું હતુ કે, ઈશ્વરભાઈ હંમેશા એવું ઈચ્છતા કે નાના માણસોને સમાજમાં મોટા કરવા જોઈએ જેથી તેમની ઈચ્છા અનુસાર અમોએ તમામ 33 સંઘોના કર્મચારીઓનું બહુમાન કરી ઈશ્વરભાઈના સ્વપ્નને સાકાર કરવા અમારો નમ્ર પ્રયાસ રહ્યો છે.
ઇશ્વરભાઇ દોશીના પરિવારે બેસાડ્યો સમાજમાં દાખલો : સંઘ પ્રમુખ હરેશભાઇ વોરા
ઈશ્વરભાઈ દોશીની વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે વૈશાલીનગર ઉપાશ્રય પૂજ્ય ધીરજમુનિ મહારાજના સાનિધ્યમાં રાજકોટના સમસ્ત જૈન સંઘોના કર્મચારીઓ રાજકોટના લગભગ 33 સંઘોના નાનાથી મોટા કર્મચારીઓને ઇશ્વરભાઇ દોશીના પરિવારે રોકડ રકમ કવર આપી સન્માનિત કર્યા હતા. પૂજ્ય ગુરુદેવ એ કર્મચારીઓને જીવ દયા પર આપ્યું પ્રવચન. અમે લોકો જે નથી કરી શકતા તે સ્વયં સેવકો કરી રહ્યા છે સંઘના દરેક સ્વયંસેવકને ખૂબ સારી રીતે સમજાવવામાં આવ્યા જે કાર્ય તેઓ કરે છે તે ઉત્તમ કાર્ય કરે છે. ઇશ્વરભાઇ દોશીના પરિવારે સમાજમાં બેસાયડો નવો દાખલો બેસાડયો છે તેમ ‘અબતક’ને જણાવ્યું હતુ. રાજકોટના સમસ્ત સ્થાનકવાસી જૈન સંઘ ના કર્મચારીઓને સન્માનિત કરવા બદલ ઇશ્વરભાઇ દોશીના પરિવારને હું ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું