નેશન ફર્સ્ટ ફાઉન્ડેશન અને ઈન્ડિયન લાયન્સ દ્વારા સ્વીકાર કેન્દ્રનો પ્રારંભ
હોનારત ગ્રસ્ત વિસ્તારોમાં રાહત સામગ્રી પહોચાડવા માટે શહેરમાં સેવાભાવી સંસ્થાઓ દ્વારા રાહત સામગ્રી સ્વીકાર કેન્દ્ર શ‚ કરવામાં આવ્યા છે. જેમાં લોકો અસરગ્રસ્તોને પોતાની અનુકુળતા મુજબની સહાય કરી શકે છે.નેશન ફર્સ્ટ ફાઉન્ડેશન અને ઈન્ડીયન લાયન્સ દ્વારા પુરગ્રસ્ત વિસ્તારમાં મોકલવા, કપડા તેમજ ઓઢવા , પાથરવાના, ચાદર, ઓછાડ, ધાબડા, વાસણ જેવી રાહત સામગ્રી એકઠી કરવા છાવણી નાખવામાં આવેલ છે. ત્રીકોણબાગ ખાતે શનિવાર સુધી સવારે ૧૦ થી ૧ અને સાંજે ૩ થી ૬ સુધી સેવાભાવી સંસ્થા તેમજ સેવાભાવી જનતાને રાહત સામગ્રી પહોચાડવા જાહેર અપીલ કરવામાં આવી છે. વિશેષ માહિતી કૌશિક આર. ટાંક ૮૪૬૦૮૨૦૯૯૫, વનીતાબેન રાઠોડ ૮૧૫૫૦૫૦૧૦૨૫, વિજયાબેન કટારીયા ૯૧૦૬૬૫૪૭૯૭, મનોજભાઈ ગરૈયા: ૯૦૧૬૧૭૭૭૭૨ને સંપર્ક કરવાથી મળશે