જવાળામુખી ફાટવાી ભયંકર તારાજીના જોખમના કારણે બચાવ કામગીરી થોડા સમય માટે મુલત્વી રાખવામાં આવી છે
ગ્વાટેમાલા ક્ષેત્રમાં આવેલો ફીયોગો જવાળામુખી ફાટતા ૧૦૦થી વધુ લોકોના મોત નિપજયા છે. આ જવાળામુખીનો લાવા ૧૨૩૪૬ ફૂટી વધુ ઉંચાઈએ ઉડયો છે. પરિણામે બચાવ ટૂકડીઓ માટે જોખમ ઉભુ થતા હાલ પુરતુ બચાવકાર્ય બંધ રાખવામાં આવ્યું છે.
જવાળામુખી ફાટયા બાદ અનેક લોકો લાપતા બન્યા હોવાનું જાણવા મળે છે. જવાળામુખી આસપાસના ક્ષેત્ર સાથે સંચાર વ્યવસ તૂટી ગઈ હોવાનું પણ સત્તાવાર સુત્રોનું કહેવું છે. હાલ તો ૧૦૦ લોકોના મોત થયા હોવાનું કહેવાય છે. જો કે, મૃત્યુઆંક વધી શકે તેવી ધારણા છે.
જવાળામુખી ફાટયા બાદ આસપાસ બહોળા પ્રમાણમાં તારાજી થઈ છે. જવાળામુખી ફાટવાની ઘટના એટલી ભયંકર હતી કે, બચાવ ટૂકડીઓને પણ થોડા સમય માટે રાહતકાર્યી દૂર રાખવામાં આવી છે. છેલ્લા ચાર દશકાી લાવા જમીનમાં ધરબાયેલો હતો. આ જવાળામુખી ફાટશે તેવી ચેતવણી થોડા સમય અગાઉ જ આપવામાં આવી હતી. અમેરિકા સહિતના દેશો ગ્વાટેમાલા ખાતે બચાવ સામગ્રી મોકલી રહ્યાં છે. અહીં ઉલ્લેખનીય છે કે, ગ્વાટેમાલામાં કુલ ૩૪થી વધુ જવાળામુખી આવેલા છે. જેમાંથી આ જવાળામુખી એકટીવ ગણવામાં આવતો હતો.