સ્કુલ કોલેજો બંધ એક સપ્તાહમાં જ લાવા ગ્રસ્ત વિસ્તારોની સફાઇ કરાશે
ફીલીપઇન્સ કેન્દ્ર સરકારે મંગળવારના રોજ જાહેર કર્યુ હતું કે માઉન્ટ મેયોનનો જવાળામુખી લાવા ઓકી રહ્યો છે. જવાળામુખીના ૬ કી.મી. રેડીયસ સુધી તેની લાવા ફેલાઇ હતી. જેની રાખ આસપાસના કૃષિ ગામડામાં પણ પહોંચી હતી. અલ્બે પરિસરના માઉન્ટ મેયોન નારિયેળ ઉત્પાદનનું કેન્દ્ર છે. જે હાલ જોખમમાં મુકાયું છે. રાષ્ટ્રીય જોખમ નિયંત્રણ કાઉન્સીલે જણાવ્યું હતું કે ત્યાં રર હજાર નિર્વાસિત જીવન છે.
એલ્બેના ગર્વનર ફાન્સીસ બિચારાએ જણાવ્યું હતું કે જે પ્રકારે આ જવાળામુખી ફાટયું છે. તેને સાફ કરવાનું ઓપરેશન એક સપ્તાહ સુધી ચાલશે તે માટે કેલામીટી ભંડોળનો પણ ઉપયોગ લેવામાં આવશે.ફિલિપાઇન્સના જવાળામુખી અને ભૂકંપશાસ્ત્ર સંસ્થાએ જણાવ્યું હતું કે તેમણે નવ વધુ ધ્રુજારીઓ માપી હતી જેના કારણે પ્રેશર ઉદભવતા લાવા બહાર નીકળી પડયો હતો. કોન આકારના જવાળામુખી ફાંટતા જોખમી વાતાવરણ સર્જાયું હતું. સરકાર દ્વારા નજીકના વિસ્તારોની સ્કુલો બંધ રાખવામાં આવી હતી જે લોકો ઘટના સમયે પણ સ્કુલમાં હતા તેમને સ્કુલનો છત તરીકે ઉપયોગ કરવાની પરવાનગી આપવામાં આવી હતી.