- આઈપીઓની સંખ્યામાં ધરખમ ઘટાડો: લિસ્ટિંગ ખૂબ જ નબળા થવા લાગ્યા,પ્રીમિયમને બદલેમાં શેરો ડિસ્કાઉન્ટ
શેર બજારની મંદીની અસર પ્રાઇમરી માર્કેટ પર પણ જોવા મળી છે.ખુબ જ ઘેરી અસર જોવા મળી છે. આઈ.પી.ઓ.ની સંખ્યામાં ધરખમ ઘટાડો થયો છે. પ્રાઇમરી માર્કેટમાં શૂન્યવકાશ સર્જાયો છે.એક તબકકે દસ-દસ આઇ.પી.ઓ.ના સબસ્ક્રીપ્સન ચાલુ હોય તેવા દિવસો હતા પરંતુ આજે એકપણ આઇપીઓ સબસ્ક્રીપ્સન માટે ખુલ્લા ન હોય તેવા દિવસો જોવા મળી રહ્યા છે.
મેઈન બોર્ડના આઇપીઓ તો ન આવે તે સમજ્યા પરંતુ એસએમઇ આઈપીઓ પણ આવતા બંધ થવા લાગ્યા છે. પ્રમોટરોમાં ડરનો માહોલ છે. આઇપીઓ ભરાશે કે નહીં તેવી બીક છે. રોકાણકારોને જે ડર છે, બીક છે કે રૂપિયા ડૂબશે તો નહીં ને. તેમ પ્રમોટરોને પણ ડર છે કે અમારો આઇપીઓ પૂરો છલકાશે કે નહીં. આઇપીઓ ભરાઈ નહીં તો સ્થિતિ વધારે ખરાબ થાય. તેના કરતાં થોડો સમય રાહ જોવાનું પ્રમોટર પસંદ કરી રહ્યા છે. અમુક પ્રમોટરોએ તો ડીઆરએચપી પણ કેન્સલ કરાવી આઇપીઓ પોસ્ટ પોન્ડ કરાવી લીધો છે. વર્ષ 2024 માં મેઈન બોર્ડના કુલ 92 આઇપીઓ આવેલા હતા જેની કુલ વેલ્યુ 1,79,000 કરોડ હતી .જ્યારે એસએમઇના 239 આઈપીઓ આવેલા જેની કુલ વેલ્યુ. 9,450 કરોડ હતી.
ગત સાલ જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં એટલે કે 2024 માં આશરે 16 આઇપીઓ આવેલા જેની ટોટલ વેલ્યુ 10,700 કરોડ હતી અને એસ એમ ઈ ના કુલ 34 આઇ.પી.ઓ આવેલા જેની કુલ વેલ્યુ 1202 કરોડ હતી,જ્યારે 2025 જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં આશરે મેઈન બોર્ડના કુલ 9 આઇ.પી.ઓ આવ્યા છે જેની કુલ વેલ્યુ 16,800 હતી જ્યારે એસએમઇ આઈપીઓના કુલ 40 આઇપીઓ આવેલા જેની કુલ વેલ્યુ 1800 કરોડ હતી.
માર્ચ 2024 માં પણ 6 મેઈન બોર્ડના આઈપીઓ આવેલા જેની ટોટલ વેલ્યુ 2,500 કરોડ હતી અને એસએમઇના કુલ 28 આઈપીઓ આવેલા હતા જેની કુલ વેલ્યુ 953 કરોડ હતી.જ્યારે આ વર્ષે માર્ચ 2025 માં કોઈ મેઈન બોર્ડ આઇપીઓ આવે તેની શક્યતા દેખાતી નથી. જ્યારે માર્ચ મહિનો પણ પ્રાઇમરી માર્કેટ માટે ખરાબ જાય તેની શક્યતા પૂરેપૂરી છે.જો શેરબજારમાં સુધારો નહીં થાય અને ટેરીફ વોર લાંબી ચાલશે તો પ્રાઇમરી માર્કેટ માટે ચાર-છ મહિનામાં તેજી આવવાની શક્યતા નહીંવત છે.છેલ્લા એકાદ વર્ષમાં જેટલા આઈ.પી.ઓ આવ્યા તેમાંથી ઘણા ખરા આઇ.પી.ઓ ના ભાવોમાં 10 થી લઈને 30 ટકા સુધીના ભાવો નો ઘટાડો જોવા મળી રહ્યો છે.
આવનારા સમયમાં ફક્ત ફેર વેલ્યુ વાળા અને સારી હિસ્ટ્રી ધરાવતા પ્રમોટરો ના આઇ.પી.ઓ જ બજારમાં આવશે અને તે જ ચાલશે. બાકી ઊંચા પી.ઈ વાળા શેરોમાં ભરણા થવાની મુશ્કેલી લાગે છે. શેરબજારના નિષ્ણાંત પરેશભાઈ વાઘાણીના જણાવ્યા પ્રમાણે સેક્ધડરી માર્કેટમાં તીવ્ર મંદિ નો દોર ચાલતો હતો.જેને લઈને પ્રાઇમરી માર્કેટમાં નવા આઇપીઓના એનાઉન્સમેન્ટ જોવા મળતા નથી. પરંતુ પહેલાં જે રીતે દરરોજના બે થી પાંચ આઇપીઓ આવતા તેવી સ્થિતિ સર્જાતા વાર લાગશે.અગાઉ 1000 થી વધુ ગણા ભરણાઓ થતા પરંતુ હવે આઈપીઓ એક ઘણો ભરાવડાવવા માટે પણ પ્રમોટરો ને આંખે લોહી આવે છે.લીડ મેનેજરો અને બ્રોકરો તરફથી પણ આ જ ફીડબેક આપવામાં આવે છે કે થોભો અને રાહ જુઓ. જો કે બુધવારે શેર બજારમાં પુલ બેક રેલી જોવા મળી છે. બાઉન્સ બેક રેલી જોવા મળી છે પરંતુ આ રેલી કેટલો સમય ટકશે તે કહેવું મુશ્કેલ છે.
જ્યાં સુધી સંપૂર્ણ સ્થિરતા બજારમાં જોવા નહીં મળે, ત્યાં સુધી 100/200 કરોડના આઇ.પી.ઓ આવે તો ઠીક છે.બાકી હજારો કરોડના આઇપીઓ તો બજારમાં તેજી આવે તો જ આવે તેવું લાગે છે. ત્યાં સુધી કોઈ પણ પ્રમોટર આઈપીઓ લાવવાની મૂર્ખામી કરશે નહીં. ઉપરાંત નીચા ભાવથી એટલે કે વ્યાજબી પ્રીમિયમથી આઈપીઓ આવશે તો જ ચાલશે નહીં તો રોકાણકારો મળવા મુશ્કેલ છે અને હવે ઊંચા પ્રીમિયમ કે ઊંચા પીઇ વાળા શેરો માટે કોઈ ગુંજાઇસ પ્રાઇમરી માર્કેટમાં હાલ દેખાતી નથી