રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. એક જ દિવસમાં કોરોનાના કેસમાં 45 ટકાનો તોતીંગ ઉછાળો નોંધાયો છે. અમદાવાદ જાણે કોરોના કેપીટલ બની ગયુ હોય તેવુ લાગી રહ્યું છે. ગુજરાતમાં કોરોનાના સતત વધતા કેસ મામલે આજે મળેલી રાજ્ય સરકારના મંત્રી મંડળની બેઠકમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. આ ઉપરાંત આગામી 27 થી 29 માર્ચ દરમિયાન ગુજરાતમાં યોજનારી જી-20ની બીજી બેઠક અંગે પણ ચર્ચાઓ કરવામાં આવી હતી.
સંક્રમણને ખાળવા માટે વિવિધ પગલા લેવાય તેવી શક્યતા
આજે સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની અધ્યક્ષતામાં મંત્રી મંડળના સભ્યોની એક બેઠક મળી હતી. દર બુધવારે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક મળે છે. જેમાં રાજ્યની વર્તમાન સ્થિતિ અંગે ચર્ચાઓ કરવામાં આવે છે. આજે સવારે મળેલી કેબિનેટમાં રાજ્યમાં સતત વધી રહેલા કોરોનાના કેસ અને આગામી 27 થી 29 માર્ચ દરમિયાન મળનારી જી-20 સમિટની બેઠકની તૈયારીઓ અંગે ચર્ચા કરાય હતી.