ગુજરાતભરનાં કલાકારોને અનોખી તક
સોમનાથ મહાદેવના સાંનિધ્યમાં શ્રાવણ માસમાં સોમનાથ ટ્રસ્ટ ગુજરાત સંગીત નાટક અકાદમીના સહકારથી જુદી જદી સંસ્થાઓ દ્વારા આયોજીત વોઈસ ઓફ સોમનાથનું આયોજન કરાયેલ છે. જેમાં સૌરાષ્ટ્ર ગુજરાતના દરેક કલાકારોને ભાગ લેવાની તક મળશે.
સોમનાથ મંદિર ચોપાટી ગ્રાઉન્ડમાં શ્રાવણ માસમાં સોમનાથ ટ્રસ્ટ ગુજરાત સંગીત નાટક અકાદમી તેમજ જુદી જુદી સંસ્થાઓ દ્વારા વોઈસ ઓફ સોમનાથનું ચોપાટી ગ્રાઉન્ડમાં આયોજન કરાયેલ છે. જેમા સૌરાષ્ટ્ર ગુજરાતના દરેક કલાકારો ભાગ લઈ શકશે આ સ્પર્ધામાં યુવકો યુવતી બાળકો સીનીયર સીટીઝનને તેમના મધુર કંઠે હિન્દી ગુજરાતી, ગઝલ, કવ્વાલી, લોકસંગીત મધુર કંઠે રજૂ કરવાની તક મળશે તા. ૪ને રવિવારના ભવ્ય સ્પર્ધા યોજાશે તેમાંભાગ લેવા માટે સુનીલભાઈ મહેતા મો. ૯૯૧૩૫ ૧૬૦૪૭ સુનીલભાઈ શર્મા મો. ૯૨૭૧૩ ૩૧૩૩૦ નાનજીભાઈ ચાવડા મો. ૯૨૨૮૩ ૫૬૬૧૩ના સંપર્ક સાધવા એક યાદીમાં જણાવેલ છે.