રાજ્યસભાના સાંસદ રામભાઈ ,ધારાસભ્ય લાખાભાઈ અને મેયર પ્રદીપભાઈ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા
વોઈસ ઓફ લોર્સ દ્વારા કે.જી. અને પી.જી.માં અભ્યાસ કરતા એડવોકેટોના સંતાનો માટે સરસ્વતિ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.સમારોહના અધ્યક્ષ સહિતના મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટય કરી, સ્વાગત પ્રવચન વોઈસ ઓફ લોર્સના ક્ધવીનર પરેશ મારૂએ કર્યુ તેમજ વોઇસ ઓફ લોયર્સની સ્થાપના જે હેતુ માટે કરવામા આવેલી છે તે સંબંધનો સંસ્થાનો પરિચય આપી માહિતી આપી હતી.
ત્યારબાદ મહેમાનોનું પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય મહેમાન તરીકે રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા, જોઈન્ટ ડીસ્ટ્રીક્ટ જજ જે.ડી. સુથાર, કેમીલી જજ વી.આર.રાવલ, ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, મેયર ડો.પ્રદિપભાઈ ડવ, સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન પરેશભાઈ પીપળીયા, મારવાડી યુનિવર્સીટીના રજીસ્ટ્રાર નરેશસિંહ જાડેજા, બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના મેમ્બર મનોજભાઈ અનડકટ, રાજકોટ બાર એસોશીએસનના પમુખ અર્જુનભાઈ પટેલ, સમગ્ર ગુજરાતમાં શૈક્ષણીક જગતમાં જેઓનું નામ હરહમેશ ગુંજતુ રહે છે
તેવા ધોળકીયા સ્કૂલના ચેરમેન કૃષ્ણભાઈ ધોળકિયા સહીતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ આ સમારોહના અતિથી વિશેષ દ્વારા પોતાના ઉદબોધનમાં વોઇસ ઓફ લોર્સ ગ્રુપની તમામ પ્રવૃતિઓને બીરદાવેલ અને અનોખી પ્રવૃતિ સંસ્થા દ્વારા કરવામાં આવતી હોય જેથી સમાજને ઉપયોગી પવૃતિ હરહંમેશ થાય તે માટે પ્રોત્સાહન આપેલ. આ સરસ્વતિ સન્માન સમારોહમાં વોઈસ ઓફ લોર્સના સભ્યોના કે.જી. થી પી.જી. ના કુલ 286 વિદ્યાર્થીઓને વિવિધ ઈનામો, મોમેન્ડો, સર્ટીફીકેટ અને ગીફટ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.