દશા સોરઠીયા વણિક સૌરાષ્ટ્ર ગુજરાત વિભાગ આયોજિત ઇવેન્ટમા ઉપસ્થિત રહેશે રાજસ્વી મહાનુભાવો
શ્રી દશા સોરઠીયા વણિક સમાજ કેન્દ્રીય સંસ્થા ના સૌરાષ્ટ્ર ગુજરાત વિભાગ દ્વારા કોરોના કાળ ના કપરા અને લાંબા સમય બાદ આયોજિત મેગા ઇવેન્ટ “વોઇસ ઓફ ગુજરાત ” આગામી 5 જૂન રવિવાર ના રોજ સાંદિપની વિદ્યાનિકેતન ના ભવ્ય હોલ ખાતે પોરબંદર દશા સોરઠીયા વણિક સમાજ ના યજમાન પદે યોજાવા જઈ રહેલ છે.
આ સંગીતમય કાર્યક્રમ ની જાહેરાત થતા જ સૌરાષ્ટ્ર ગુજરાત મા થી ઉત્સાહભેર આશરે 52 સ્પર્ધકો એ ભાગ લીધેલ જેમાથી આશરે ઓડિશન રાઉન્ડ દ્વારા સેમીફાઇનલ અને ફાઇનલ માટે અલગ અલગ એ. બી. સી ગ્રુપ માટે આશરે 32 જેટલા સ્પર્ધકો ને પસંદ કરવામા આવ્યા હતા જેમને આગામી રવિવાર ના રોજ મોટી સંખ્યા મા સંગીત ચાહકો ની વચ્ચે સંગીત સાથે સાંભળી ને વોઇસ ઓફ ગુજરાત તરીકે સુપ્રસિદ્ધ કવો્લીફાયડ જજ દ્વારા પસંદ કરવામા આવશે જેમા ” વોઇસ ઓફ ગુજરાત ને સન્માન પત્ર સાથે 11000 ની પ્રોત્સાહક રાશિ દાતાશ્રી ઓ ના સહયોગ થી આપી મહાનુભાવો દ્વારા શિલ્ડ સાથે સન્માન પત્ર આપી સન્માનિત કરવામા આવશે તો રનર્સઅપ સ્પર્ધક ને રૂ.5000 સાથે સન્માનપત્ર આપી તેમનું પણ અદકેરૂ સન્માન કરવામા આવશે તો આ સાથે આયોજકો દ્વારા આ મેગા ઇવેન્ટ ને સફળ બનાવવા જે જે સ્પર્ધકો એ ભાગ લીધેલ તે તમામ ને પ્રોત્સાહક ઇનામ સાથે સન્માનપત્ર આપી સન્માન કરવામા આવનાર છે તેમ આયોજકો પાસે થી જાણવા મળેલ છે.
આ સંગીતમય ઇવેન્ટ પ્રથમ વખત જ દશા સોરઠીયા વણિક સૌરાષ્ટ્ર ગુજરાત વિભાગ દ્વારા આયોજિત થતી હોવાથી આ ઇવેન્ટ ને માણવા તેમજ સ્પર્ધકો ને પ્રોત્સાહિક કરવા જ્ઞાતિ સમાજ સાથે રાજસ્વી મહાનુભાવો, સમાજ શ્રેષ્ઠીઓ, એડવોકેટ ઓ, કલાજગત સાથે જોડાયેલ કલાકાર ઓ મોટી સંખ્યા મા ઉપસ્થિત રહેશે તેવુ જાણવા મળી રહ્યુ છે
તો આ સમગ્ર પ્રોગ્રામ ને સફળતા પૂર્વક પાર પાડવા યજમાન પદે રહેનાર પોરબંદર મહાજન ના પ્રમુખ યોગેશભાઈ માલવિયા તેમજ તેમની સમગ્ર કાર્યવાહક ટીમ સાથે સૌરાષ્ટ્ર ગુજરાત ના પ્રમુખ પરાગભાઇ શાહ તેમજ સમગ્ર ટીમ સતત સંપર્ક સાથે સંકલન મા રહી નાની નાની બાબત નૂ પણ ધ્યાન રાખી કાર્યક્રમને સફળતા બાજુ લઇ જઈ રહ્યા છે તો મહિલા મંડળ ના બહેનો પણ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.
આ ઇવેન્ટ મા સ્પર્ધક તરીકે ભાગ લેવાની તક મળતા સ્પર્ધકો નો પણ એક અલગ પ્રકારનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
તો આવાજ બીજા આંતરિક શક્તિ ને સમાજ સામે રજુ કરતા કાર્યક્રમ જેવા કે ગરબા હારીફાઈ, સાંસ્કૃતિક કાર્યક્રમ,મેડિકલ કેમ્પ, કેળવણી સંભારંભ જેવા કાર્યક્રમ પણ આગામી દિવસો મા કરવામાં આવશે તેવુ પ્રમુખ શ્રી પાસે થી જાણવા મળી રહ્યુ છે.