સૌરાષ્ટ્રના ગામે ગામથી વ્હોરા સમાજના બિરાદરો સુરત જશે
દાઉદી વ્હોરા સમાજના ત્રેપનમાં દાઈ (સર્વોચ્ચ ધર્મગૂરૂ) નામદાર ડો. સૈયદના અબુ જાફરૂ સ્સાદીક આલીકદર મુફદલ ‘સૈફુદીન’ આગામી તા.૩ ડીસે. મંગળવારનારોજ સુરત પધારવાના હોય એની વાયુવેગે જાણ સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર,ભાવનગર,બોટાદ, મોરબી, અમરે, દ્વારકા, ગિર સોમનાથ, પોરબંદર, જૂનાગઢ, સુરેન્દ્રનગર જેવા જિલ્લાથીમાંડી જસદણ, જેવડા અનેક તાલુકામાં વસવાટ કરતા તેમના અનુયાયીઓમાં થતા સર્વત્ર ખુશાલી છવાઈ હતી સમાજમાં જેમનો પડયો બોલ ઝીલાય છે. એવા માનવતા વાદી તાજદાર ડો. સૈયદના સાહેબ હાલ તેઓ ટાન્ઝાનીયા દેશના દારેસ્લામ શહેરમાં છે.ત્યાંથી તેઓ મુંબઈ આવી રેલવે દ્વારા મંગળવારે સાંજે સુરત પધારે ત્યાં તા.૧૭ના રોજ સમાજના રૂહાની બાવા બુરહાનુદીન (રિ.અ.) સાહેબની ૧૦૯મો જન્મદિવસ તથા પોતાનો ૭૬મો જન્મદિવસ ઉજવશે.આ દિવસે દુનિયાભરમાંથી લાખોની સંખ્યામાં વ્હોરા બિરાદરો સુરત આવશે સુરતમાં સૈયદના સાહેબનું ૧૯ દિવસ રોકાણ હોવાથી આ દિવસો દરમિયાન અનેક કાર્યક્રમો યોજાયા છે. જેમાં સૌરાષ્ટ્રમાથી પણ હજારોની સંખ્યામાં વ્હોરા બિરાદરો સુરત જશે. હાલ ડો. સૈયદના સાહેબના સ્વાગત માટે સુરત શહેર આતુર બન્યું છે. શહેરની હોલો ફલેટો અને ખાનગી મકાનો અત્યારથી બુક થઈ ગયા છે.તેમના આર્શીવાદ લેવા માટે વિશ્ર્વભરમાંથી વ્હોરા ભાઈ બહેનો સુરત પધારશે ત્યારે સૌરાષ્ટ્રના ગામેગામથી વ્હોરા બિરાદરો બહોળી સંખ્યામાં સુરત જશે.