વોડાફોન જુથની અખબારી યાદીમાં શુક્રવારે એવો દાવો કરવામાં આવ્યો છે. કે કંપની ભારત સામેના ૩૨ વિવાદના આંતરરાષ્ટ્રીય દાવામાં જીત મેળવીને બે બિલિયન ડોલરના ટેક્ષકલમમાં કાનૂની વિજય મેળવ્યો હતો.

આંતરરાષ્ટ્રીય સમાધાન પંચે વોડાફોન સામે ભારતનાં કર વધારાના દાવા ઉપરાંત વ્યાજ અને દંડના દાવાની સુનાવણી કરી હતી. ભારત અને નેધરલેન્ડ વચ્ચે થયેલા વિદેશી મૂડી રોકાણ કરારને આધાર બનાવી થયેલો આ કાનુની કાર્યવાહીમાં ભારતે વોડાફોન સામે ૨૭ હજાર ૨૯૦૦ કરોડ રૂા. એટલે કે બે બિલીયન ડોલર ટેક્ષની સાથે સાથે વ્યાજ અને દંડ સહિતની ૩.૭૯ બિલિયન ડોલરનો દાવો કરવામાં આવ્યો હતો. સરકારની આ માંગણીને ટ્રિબ્યુનલમાં ચલાવવમાં આવી હતી જેમાં વોડાફોન સામે નો આ દાવો ન્યાય સંગત અને વ્યાજબી હોવાનો જણાવાયું હતુ પરંતુ ટ્રિબ્યુનલના આ દાવાને કરાર ભંગ ગણાવીને માગણી સ્થિગિત કરવું મુનાસિબ માન્યું હતુ જયાં આ સુનાવણી ચલાવવામાં આવી હતી તે ટ્રીબ્યુનલે ભારતને ૪.૪૩ મિલિયન પાઉન્ડ એટલે કે ૫.૪૭ મિલિ યન ડોલરની રકમ કંપનીને તેના કાનૂની ખર્ચ તરીકે ચૂકવવાનો હુકમ કર્યો હતો.

આ ટ્રીબ્યુનલે જણાવ્યું હતુ કે ભારતની આ માંગ અયોગ્ય છે વોડાફોનની એક યાદીમાં જણાવાયું હતુ કે આ મામલો કોસી ડેન્ટીયલ હતો કંપનીના ભારતનાં એકમ વોડાફોન આઈડીયાની ૧૩% ભાડાપટ્ટાનો વ્યવહાર પૂરો થયો હતો. ટ્રીબ્યુનલે જણાવ્યું હતુ કે ભારતની કોઈપણ પ્રકારની માંગણી અને કોઈપણકરની ઉઘરાણી ભારતના આંતરરાષ્ટ્રીય નિયમોની મૂળભૂત શરતોનું ઉલ્લંઘન ગણાશે.

ભારતનાં નાણામંત્રાલયે જણાવ્યું હતુકે ટ્રીબ્યુનલના હુકમનો નિષ્ણાંત અને કાયદાવિદો સાથે મળીને અભ્યાસ કરાશે ત્યારબાદ સરકાર દરેક વિકલ્પને તપાસીને આગળની કાર્યવાહી માટે પગલા લેશે તેમ જણાવાયું હતુ.

વોડાફોનના ધારાશાસ્ત્રી અનુરાધા દતએ જણાવ્યું હતુ કે વોડાફોન અંતે ન્યાય મેળવ્યો છે. પ્રથમ તેણે સુપ્રિમ કોર્ટમાંથી અને હવે તેને આંતરરાષ્ટ્રીય ટ્રીબ્યુનલમાંથી યોગ્ય ન્યાય મળ્યો છે. આ ચૂકાદાથી ભારતમાં ઉભા થયેલા આંતરરાષ્ટ્રીય સ્તરના કરાર આધારિત વિવાદનો અંત આવતા વિદેશી મૂડી રોકાણને સુરક્ષા પ્રદાન થવા પામી છે.

ભારતે કંપનીઓ સામે આવા ડઝન બધ્ધ દાવાઓ દાખલ કર્યા છે.જેમાં કૈયરન એનજી જેવી કંપનીઓ સહિતની પેઢીઓ સામે ટેક્ષની સામે ટેક્ષની ઉઘરાણી અને કરાર રદ કરી નાખવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. અને નુકશાનીના વળતર રૂપે લાખો ડોલરનો દાવો કરવામાં આવ્યો છે.

ભારતે ૫૦ જેટલા દેશો સાથે નવી કાયદાકીય જોગવાઈ અનવયે કરારો રદ કરીને બદલાયેલી નીતિ અનવયે કંપનીઓને કરમાં રાહત આપવાની હિમાયત કરી હોવાનું એક અહેવાલમાં જણાવાયું છે. વોડા ફોન સાથે કર વિવાદના મૂળીયા ૨૦૦૭માં ૧૧ બિલિયન ડોલરના ભારતની મોબાઈલ કંપનીના હથિસન વેમ્પબ સાથેના હસ્તાંતરણના કરારથી શરૂ થયો હતો. અને આ વહીવટ અંગે દાવો કરવામાં આવ્યો હતો. ૨૦૧૨માં ભારતની વડી અદાલતે ટેલીકોમ કંપનીઓના હિતમાં ચૂકાદો આપ્યો હતો. પરંતુ સરકારે તેની સામે કર અંગેના નિયમો બદલાયા હોવાની દલીલ કરીને બાકી નાણાંની ઉઘરાણી કરી હતી ૨૦૧૪માં વોડાફોને ભારત સામે આ મુદે કાનૂની રાહે ન્યાય મેળવવા આંતરરાષ્ટ્રીય ટ્રીબ્યુનલનો સહારો લીધો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.