જીઓનું માર્કેટમાં આવ્યા બાદ ટેલિકોમ કંપનીઓ વચ્ચે પ્રાઇસ અને ડેટા પર જંગ થઈ રહી છે. થોડા સમય પહેલા જ એરટેલ અને જીઓએ પોતાના ગ્રાહકોને ધમાકેદાર ઓફર આપી હતી ત્યાર બાદ વોડાફોને પણ પોતાના ગ્રાહકો માટે દિવાળી ઓફર આપી છે. જીઓએ પોતાના ગ્રાહકો માટે રૂ.399ના રિચાર્જ પર 100% કેશબેકની ઓફર આપી છે.પરંતુ અત્યાર સુધીમાં બઘી ઓફરો કરતાં વોડાફોનના પ્લાનને બેસ્ટ બનવામાં આવે છે.
વોડાફોન જીઓ અને અન્ય મોટી ટેલિકોમ કંપનીઓને ટક્કર આપવા માટે આ ફેસ્ટિવલ સિઝનમાં પોતાના પ્રિપેડ યુઝર્સ માટે 399 રૂ.ના પ્લાનમાં ફેરબદલ કર્યા છે. નવા પ્લાન બાદ વોડાફોન 399 રૂપિયાના રિચાર્જ પર ગ્રાહકોને3 6 મહિના માટે 90 GB 4G ડેટા અને અનલિમિટેડ કોલીગ ઓફર આપી રહી છે.
અત્યાર સુધી વોડાફોને 399 રૂપિયાવાળા પ્લાનમાં 84 દિવસ માટે 84 GB ડેટા અને અનલિમિટેડ કોલિંગ આપી હતી. હવે આ પ્લાનમાં વોયસ કોલિંગનો ટાઈમ વધારી દીધો છે.