ટેલિકોમ ઈન્ડસ્ટ્રીમાં ચાલી રહેલી પ્રાઇસ વોર અને ડેટા વોર નો સીધો ફાયદો ગ્રાહકો ને થઈ રહ્યો છે. દિવાળી પર એરટેલ,જીઓ અને વોડાફોન પોતાના ગ્રાહકો માટે ઘણી ધમાકેદાર ઓફર આપી હતી.થોડા દિવસો પેલા એરટેલે 1399 રૂ.માં પોતાનો 4G સ્માર્ટફોન લોન્ચ કર્યો હતો. જેને ગ્રાહકોએ ઘણો પસંદ પણ કર્યો હતો. એ પેહલા બીએસએનએલએ પણ પોતાનો સ્માર્ટફોન લોન્ચ કર્યો હતો. હવે સસ્તા 4G હેંડસેટની રેસમાં વોડાફોન પણ આવ્યું છે.
વોડાફોન મોબાઈલ નિર્માતા કંપની માઈક્રોમેક્સ સાથે મળીને 999 રૂપિયા ના ઇફેક્ટિવ પ્રાઇઝમાં Bharat 2 Ultra 4G સ્માર્ટફોનને લોન્ચ કર્યો છે. કંપનીએ આ ઓફરમાં એરટેલ અને જીઓની જેમ ઘણી શરતો આપી છે. ઓફરાં પ્રમાણે આ સ્માર્ટફોન ખરીદતા સમયે તમારે 2,899 રૂપિયા આપવાના રહેસે.
ઉપર જણાવેલ સ્કીમ હેઠળ તમે કંપનીની બાજુથી ત્રણ વર્ષમાં કુલ રૂ. 1900 ની કેશબેકની ચૂકવણી કરી શકશો. કેશબેકની નાણાં વોડફોનના એમ-પેસા વૉલેટમાં પાછા મળશે. આ કેશબેક સાથે આ 4G ફોનની કિંમત 999 રૂપિયા રહે છે.
આ ફોનમાં 2 MP રિયર અને સેલફી માટે VGA કેમેરો આપવામાં આવ્યો છે. કનેક્ટિવિટી માટે 4G ઉપરાંત Wi-Fi પણ આપવામાં આવ્યું છે. આ ફોનમાં 1.3 ગિગા હર્ટ્જ વાળું ક્વોડકોર પ્રોસેસર હશે. 512 MBની રેમ સાથે 4 GB ઇન્ટરનલ મેમરી હશે.