વોડાફોન, આઇડિયાના 1પ કરોડ યુઝર્સ રજી વાપરનારા: કંપનીના બંધ થવાથી 4જી ફોનની ખરીદી અને નેટનો વધુ ખર્ચ ભોગવવો પડશે!!
એક સમયે ઇન્ટરનેટ પર જમાવટ કરનારી ! કંપની વોડાફોન ‘જીઓના લોન મેકિંગ બિઝનેશ’થી આજે મરણ પથારીએ
ટેલિકોમ ક્ષેત્રે જ્યારથી જીઓએ પર્દાપણ કર્યું છે ત્યારથી વોડાફોન, એરટેલ જેવી ટોચની ટેલિકોમ કંપનીઓને મોટો ઝટકો લાગ્યો છે. જીઓથી ટેલિકોમ ક્ષેત્રે છેલ્લાં ત્રણ-ચાર વર્ષથી તીવ્ર હરીફાઈ ઉભી થઈ છે. જો કે આ સામે વોડાફોન અને આઇડિયા ટકી ન શકતા બંનેનું મર્જર થયું હતું. પરંતુ એકલા જીઓ સામે પણ હાલ પણ ટક્કર એક મુસીબત બનતા વોડાફોન-આઈડિયાનું વિસર્જન નજીક છે. કરોડો રૂપિયાના દેવામાં ફસાયેલી વોડાફોન-આઈડિયાનું વિસર્જન થશે તો ગ્રાહકોનું શું થશે..?? યૂઝર્સ પણ વિચારતા હશે કે હવે ક્યારથી અને કઈ કંપનીના સિમ, નેટ વાપરવું..??
એક આઈડિયા જો દુનિયા બદલ દે… લોસ મેકિંગ બિઝનેશના જીઓના આઈડિયાથી ટેલિકોમ ક્ષેત્રની દુનિયા બદલાઈ છે પણ આ સાથે વોડાફોન આઈડિયાને ડુબાડી દીધી છે. એક સમયે વોડાફોન કે જેની મુખ્ય આવકનો સ્ત્રોત ઈન્ટરનેટ હતો. ઇન્સ્ટનેટમાં વોડાફોનની જમાવટ હતી… એટલે જ તો ગ્રાહકો પ્રીમિયમ વાઉચર થકી પણ વોડાફોનનું નેટ વાપરતા પણ જીઓએ આખી બાજી બદલી નાખી..!! વોડાફોનની જે તાકાત હતી તે પર ઘા કરી લોસ મેકિંગ બિઝનેશ સ્ટ્રેટેજી અપનાવી. આવતા વેંત’જ ગ્રાહકોને નજીવા દરે નેટ અને સાવ મફતમાં કોલિંગની સુવિધા પૂરી પાડી.
વોડાફોન, આઈડિયા, બીએસએનએલ જેવી કંપનીઓને પોસાય નહીં તેવા દરે સેવા આપી જીઓએ ગ્રાહકોને આકર્ષ્યા, અને પછી એક વર્ગ ઉભો કર્યા બાદ ચાર્જીસ વધારી દીધા… શરૂઆતના તબક્કામાં પોસાય નહીં તેવા ભાવે સેવા આપી અને પછી વ્યાજ સહિત વસુલવું… આજ તો છે જીઓની લોસ મેકિંગ બિઝનેશ સ્ટ્રેટેજી..!! હવે આગામી સમયમાં વોડાફોન-આઈડિયા (વિઆઈ)નું વિસર્જન હજુ પણ જીઓને વધુ માલામાલ બનાવશે. તો બીજી તરફ વીઆઈના મૃત્યુ ઘંટથી આશરે 27 કરોડ ગ્રાહકોને માટે મોટી મુશ્કેલી ઉભી થશે. એમાં પણ વીઆઈના 15 કરોડ જેટલા એવા ગ્રાહકો છે જે વિઆઈની 2જી સર્વિસ વપરાશકર્તા છે. હવે વીઆઈના વિસર્જનથી જો આ ગ્રાહકોએ જીઓમાં જોડાવું હશે તો સૌ પ્રથમ તેંઓએ 4જી ફોનની ખરીદી કરવી પડશે. કારણ કે 2જી સેવા જીઓ નથી આપતું.
2જી વાપરનારા 15 કરોડ ગ્રાહકોમાંથી મોટાભાગના તો મજદૂર છે. જેઓએ 4જી ફોન ખરીદવા મજબુર થવું પડશે આ ઉપરાંત અન્ય ગ્રાહકો પર નેટ ખર્ચનો વધારાનો બોજો પણ ઉભો થશે. વોડાફોન આઈડિયાએ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી સમીક્ષા અરજીમાં કહ્યું છે કે જો તે નાદાર થઈ જશે તો તેના 27 કરોડથી વધુ ગ્રાહકો મુશ્કેલીમાં મુકાશે. આમાંથી, 119 મિલિયન વાયરલેસ બ્રોડબેન્ડ અથવા 3જી/4જી સબ્સ્ક્રાઇબર્સ છે જ્યારે બાકીના 2જી સબ્સ્ક્રાઇબર્સ છે. ઉદ્યોગના એક એક્ઝિક્યુટિવે જણાવ્યું કે જો વોડાફોન આઈડિયાને બંધ કરવામાં આવે તો એરટેલ ટેરિફમાં વધારો કરશે જેથી જે લોકો તેની સેવા માટે ચૂકવણી કરી શકે તે જ તેના નેટવર્ક પર આવે. મોટાભાગના 2G ગ્રાહકો દૈનિક વેતન કામદારો છે જે ઓછી ગુણવત્તાવાળા ફોનનો ઉપયોગ કરે છે. આ નેટવર્કની ગુણવત્તાને અસર કરે છે.
ટેલીકોમ ક્ષેત્રે BSNL/MTNL પણ માંદગીના બીછાને….!
આગામી સમયમાં જીઓ-એરટેલ પણ ‘ભળી’ જશે??
હાલ, મરહર બાદ પણ વોડાફોન-આઈડિયા ટકી શકી નહીં. આશરે 1.8 લાખ કરોડ રૂપિયાનું દેવું થઈ ગયું છે. હવે આ કંપનીનું પણ વિસર્જન થવાથી ટેલિકોમ ક્ષેત્રે સરકારી કંપની બીએસએનએલ, એમટીએનએલ, જીઓ અને એરટેલ જેવી કંપનીઓ રહેશે. એમાં પણ ટેલિકોમ ક્ષેત્ર પર મોટાભાગનું પોતાનું વર્ચસ્વ ધરાવનારી માત્ર જીઓ અને એરટેલ જ છે. બીએસ એનએલ અને એમટીએનએલ તો આમય માંદગીના બિછાને છે. જેમ કોકકોલાએ થમ્સઅપને ગળી તેમ ટેલિકોમ ક્ષેત્રમાં આગામી સમયમાં જીઓ અને એરટેલ પણ ભળી જાય તેવી શકયતા છે.
VIનું વિસર્જન જીઓ અને એરટેલને માલામાલ કરી દેશે !!
ટેલિકોમ નિષ્ણાતોના જણાવ્યા મુજબ, વોડાફોન આઈડિયાના કુલ 27 કરોડ વપરાશકર્તાઓ છે. જેમાં 20 કરોડ પોસ્ટપેડ અને 25 કરોડ પ્રીપેડ યુઝર્સ છે. કંપની બંધ થવાની સ્થિતિમાં ગ્રાહકોને જીઓ અને એરટેલ અથવા બીએસએનએલ તરફ વળવું પડશે. જો કે, પોસ્ટપેડ નેટવર્કમાં જિયોની સ્થિતિ થોડી નબળી છે. આવી સ્થિતિમાં, વિઆઈના પોસ્ટપેડ ગ્રાહકો એરટેલ તરફ વળશે. બીજી બાજુ, ગૂગલ સાથે મળી રિલાયન્સ જીઓએ બનાવેલ જીઓફોન નેક્સ્ટ લોન્ચ થવાને કારણે, પ્રીપેડ ગ્રાહકોનો ટ્રેન્ડ જીઓ તરફ રહેશે.
વોડાફોન- આઈડિયા બંધ થવાના કારણે એરટેલ અને જીઓને મોટો ફાયદો થશે. આનું કારણ એ છે કે માત્ર આ બે કંપનીઓને જ વીઆઇમાંથી આવક મળશે. વિઆઈને એક પ્રીપેડ ગ્રાહક દીઠ સરેરાશ 109 રૂપિયાની કમાણી થાય છે. જ્યારે કંપની પોસ્ટપેડ ગ્રાહકો પાસેથી સરેરાશ 350 રૂપિયા મેળવે છે. આવી સ્થિતિમાં એરટેલ અને જિયોની આવકમાં લગભગ 20 હજાર કરોડનો વધારો થઈ શકે છે.