તીવ્ર હરિફાઈના કારણે સતત ખોટ કરી રહેલી આ બંને કંપનીઓએ ખોટમાંથી ઉગરવા હવે ગ્રાહકો પર ભાવ વધારો ઝીકશે
વિશ્ર્વના મોબાઈલ અને ઈન્ટરનેટ વાપરનારા દેશોમાં ભારતનો વપરાશ અત્યારે અમેરિકાથી પણ આગળ વધી ચૂકયો છે.સરકાર અને મોબાઈલ કંપનીઓ ભારતના વિશાળ ટેલીકોમ બજારમાં ઓછે નફે વધારે વેપાર કરવાની નીતિ સાથે સસ્તા દરે વપરાશકારોને સેલ સુવિધા મૂળે તે માટે હિમાયત કરી છે. પણ હવે ટેલીકોમ કંપનીઓએ મોબાઈલ સેવાનો દર વધારવાની પહેલ કરી છે.જેમાં વોડાફોન આઈડીયા અને ભારતીય એરટેલ ૧૦ ડીસે. ભાવ વધારવા માટે તૈયારી કરી રહ્યા છે.
ગઈકાલે વોડાફોન આઈડીયા અને એરટેલએ પોતાના ટેરીફ દર વધારવાના નિર્દેશ આપ્યા હતા. પોતાના ગ્રાહકોને ગુણવત્તા યુકત સેવા મળતી રહે તે માટે વોડાફોન અને આઈડીયા ગ્રાહકોને પરવડે તેવા નવા ભાવ વધારવા ૧ ડીસે. ૨૦૧૯થી ભાવ વધારશે તેમ વોડાફોન અને આઈડીયાએ એક નિવેદનમાં જણાવ્યું હતુ જોકે કંપનીઓએ આ અંગે કોઈ વિસ્તૃત માહિતી આપી નથી વોડાફોન અને આઈડીયાની ભાવ વધારાની એક જ કલાક બાદ ભારતીય એરટેલે પણ આગામી ૧ ડીસે. મહિનાથી પોતાની સેવા મોંઘી કરવાના નિર્દેશ આપ્યા છે.
ભારતનું ટેલીકોમ ક્ષેત્રે સતત બદલતી જરૂરી ટેકનોલોજી અને નવા આવિસ્તાર સાથે સાથે કદમ મિલાવા સતત દોડતુ રહે છે. નવા બદલાવ માટે વધુ રોકાણ અને નફો આવક છે ત્યારે આ ઉદ્યોગને સરકારના ડિઝીટલ ઈન્ડીયા સાથે તાલમેલ મેળવવા સતત દોડતુ રહેવુ પડે છે. અને તે માટે આવક વધારવી જરૂરી બની છે. એરટેલે જણાવ્યું હતુકે આગામી મહિનાથી કંપની નવો ભાવ વધારો કરશે વોડાફોન, આઈડીયા અને ભારતી એરટેલ સહતની કંપનીઓએ ત્રિમાસીક ગાળામાં ૭૪૦૦૦ કરોડ રૂપીયાની ખોટ કરી હતી જોકે, વોડાફોન, આઈડીયાના ખોટના આંકડા ૫૦૧૨ કરોડે પહોચ્યો છે. જે ભારતીય કોર્પોરેટ જગતમાં અત્યાર સુધીમાં સૌથી મોટો માનવામાં આવે છે. ભારતી એરટેલનો ખોટના આંકડો ૨૩૦૪ કરોડ પહોચ્યો છે.
સુપ્રીમ કોર્ટે ગયા મહિને સરકાર તરફ વલણ અપનાવીને વોડાફોન, આઈડીયા અને ભારતીય એરટેઈલને ટેલીકોમ વિભાગ દ્વારા કરવામા આવેલી ઉઘરાણીના નાણાં જલ્દીથી ચૂકવવા તાકીદ કરી હતી. વોડાફોન, આઈડીયા કંપનીએ જણાવ્યું હતુ કે હવે ધંધો આગળ વધારવા માટે સરકાર કેટલી રાહતો આપે છે. તેના ઉપર કંપનીઓનું ભવિષ્ય નિર્ભર બન્યું છે. દેશના ટેલીકોમ ક્ષેત્રમાં અત્યારે ભારે મોટી આર્થિક કટોકટીઓનો સામનો કરી રહ્યું છે. આ ક્ષેત્રનાં તમામ ઉદ્યોગપતિઓ અને ટેલીકોમ ક્ષેત્રનાં સીઈઓ સરકારની ઉચ્ચસ્તરીય સમિતિ સમક્ષ યોગ્ય સહાયની અપેક્ષા રાખી રહ્યું છે.