વોડાફોન આઈડિયાએ સરકારને 16,000 કરોડ રૂપિયા ચૂકવવાના બાકી : પ્રમોટરો પાશે 50 ટકા જ ભાગીદારી રહેશે
ટેલિકોમ ક્ષેત્રે વોડાફોન-આઈડિયા હાલ 2.2 લાખ કરોડ રૂપિયાના દેવામાં ડૂબેલી છે ત્યારે સરકાર ટેલિકોમ કંપનીને બુસ્ટર ડોસ મળી રહે તે માટે સરકારી લાઈફલાઈન આપી છે. અને ભરોસો પણ આપ્યો છે કે સરકાર બાકી નાણાપેટે 33 ટકા ઈક્વિટી હિસ્સો ખરીદશે. એનાથી દેવામાં ડૂબેલી કંપની તરી જશે. વોડાફોન આઈડિયાના શેરનો ભાવ 10 રૂપિયા કે તેનાથી વધુ પર સ્થિર થયા પછી સરકાર દેવામાં ડૂબેલી આ કંપનીમાં ભાગીદારી ખરીદશે. વોડાફોન આઈડિયાના બોર્ડે સરકારે 10 રૂપિયા પ્રતિ શેરની પર વેલ્યુએ ભાગીદારી ખરીદવાની ઓફર કરી છે.
વોડાફોન આઈડિયા લિમિટેડના શેરના ભાવ 10 રૂપિયા કે તેનાથી વધુ પર સ્થિતર થયા પછી ડીઓટી મંજૂરી આપશે. વોડાફોન આઈડિયાના શેર 19 એપ્રિલથી 10 રૂપિયાની નીચે હતો પરંતુ સરકાર દ્વારા નિર્ણય પૂર્વે લીધેલા આ પગલાંથી વોડાફોન-આઈડિયા ના શેર 10 રૂપિયાના પાર વેલ્યુ ઉપર જોવા મળ્યો હતો. ત્યારે સરકારની જાહેરાત થયા બાદ કંપનીનો શેર 7 રૂપિયાએ બંધ થયો હતો. સરકારે ટેલિકોમ ઓપરેટર્સને વ્યાજની બાકી રકમને ઈક્વિટીમાં બદલી એજીઆરના બાકી રૂપિયાની ચૂકવણીનો વિકલ્પ આપ્યો છે.
રિલાયન્સ જિયોની ટેલિકોમ બજારમાં એન્ટ્રી થયા પછી બધી જ મોટી ટેલિકોમ કંપનીઓ હચમચી ગઈ. તેમાંય એરસેલ જેવી કેટલીક કંપનીના તો પાટિયા જ પડી ગયા. જ્યારે ધૂરંધર ગણાતી વોડાફોને અને આઈડિયાએ જિયો સામે ટક્કર લેવા ભાગીદારી કરવી પડી. હાલમાં દેશમાં રિલાયન્સ જિયો, વોડાફોન આઈડિયા અને એરટેલ વચ્ચે જબરજસ્ત ખેંચતાણ ચાલી રહી છે. હવે, દેશમાં 5જી આવી ગયું છે, જેમાં વોડાફોન અને આઈડિયા હજુ પણ ટાવર ઉભા કરી શકી નથી ત્યારે સરકારની ‘સરકારી’ લાઈફલાઈન મળતા જ હોવી 5જીમાં પણ કંપની આગળ વધશે.