Vivo Y Series: Vivoના બે Y સિરીઝના સ્માર્ટફોન Vivo Y28s અને Vivo Y28e ભારતમાં લૉન્ચ થયા છે. બંને બજેટ સેગમેન્ટના સ્માર્ટફોન છે, જેમાં Mediatekનું પાવરફુલ પ્રોસેસર 5000mAhની મોટી બેટરી સાથે ઉપલબ્ધ છે. સાથે જડ્યુઅલ કેમેરા સેન્સર આપવામાં આવ્યું છે.
Vivoની લોકપ્રિય Y સીરીઝના બે સ્માર્ટફોન ભારતમાં લોન્ચ કરવામાં આવ્યા છે, જે સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યા છે તેમાં Vivo Y28s અને Vivo Y28e સ્માર્ટફોનનો સમાવેશ થાય છે. બંને સ્માર્ટફોન શાનદાર ડિઝાઇન અને MediaTek Dimensity 6100+ 5G ચિપસેટ સાથે આવે છે. તેમજ 5000mAhની પાવરફુલ બેટરી આપવામાં આવશે.
કિંમત અને ઉપલબ્ધતા
Vivo Y28s
- 4 જીબી અને 128 જીબી – રૂ. 13,999
- 6 જીબી અને 128 જીબી – રૂ. 15,499
- 8 જીબી રેમ અને 128 જીબી – રૂ. 16,999
Vivo Y28e
- 4 GB અને 64 GB – રૂ. 10,999
- 4 જીબી અને 128 જીબી – રૂ. 11,999
આ બંને સ્માર્ટફોન ઈ-કોમર્સ પ્લેટફોર્મ ફ્લિપકાર્ટ પરથી ખરીદી શકાય છે. ફોનનું વેચાણ આજથી શરૂ થઈ ગયું છે. બંને સ્માર્ટફોન બે કલર ઓપ્શનમાં આવશે. Vivo Y28s સ્માર્ટફોન વિંટેજ રેડ અને ટ્વિંકલ પર્પલ કલર વિકલ્પોમાં આવશે, જ્યારે Vivo Y28e સ્માર્ટફોન વિંટેજ રેડ અને બ્રિઝ ગ્રીન કલર વિકલ્પોમાં આવશે.
ડિસ્પ્લે ક્વોલિટી
Vivo Y28s અને Y28eમાં 6.56 ઇંચની ડિસ્પ્લે છે. ફોનમાં 840 nits બ્રાઈટનેસ છે. તેમજ 90 હર્ટ્ઝ રિફ્રેશ રેટ સપોર્ટ આપવામાં આવ્યો છે. Vivo Y28s માં HD+LCD ડિસ્પ્લે આપવામાં આવી છે. તેમાં સાઇડ-માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સ્કેનર છે. Vivo Y28e માં તમને HD ડિસ્પ્લે જોવા મળશે. બંને સ્માર્ટફોનમાં અલ્ટ્રા-સ્લિમ બોડી છે, જેની જાડાઈ 8.38mm છે. ફોનમાં ડ્યુઅલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. Vivo Y28sમાં ડ્યુઅલ કેમેરા સેટઅપ છે. તેમાં 50MP સોની IMX 852 કેમેરા છે.
કેમેરા
Vivo Y28eમાં ડ્યુઅલ કેમેરા સેટઅપ પણ છે. ફોન 13MP પ્રાઈમરી કેમેરા સાથે આવે છે. Vivo Y28s સ્માર્ટફોનમાં 8MP પોટ્રેટ કેમેરા સેન્સર છે, જ્યારે Vivo Y28eમાં 5MP પોટ્રેટ કેમેરા છે.
બેટરી
બંને સ્માર્ટફોનમાં MediaTek Dimension 6100 5G પ્રોસેસર છે. ફોન 15W ફ્લેશ ચાર્જ અને 5000mAh બેટરી સાથે આવે છે. ફોનને ચાર વર્ષની બેટરી હેલ્થ મળે છે. ફોન એન્ડ્રોઇડ 14 આધારિત Funtouch OS 14 પર ચાલે છે. બંને ફોન IP64 રેટિંગ સાથે આવે છે.