મતદાન મથકની સંખ્યા દીઠ ૨૦ ટકા બેલેટ યુનિટ, ૧૫ ટકા ક્ધટ્રોલ યુનિટ અને ૪૦ ટકા વીવીપેટ વધુ ફાળવાશે
જિલ્લા કલેકટર તેમજ જિલ્લા ચૂંટણી અધિકારી ડો.વિક્રાંત પાંડેના અધ્યક્ષ સ્થાને શનિવારે સ્ટાફનું પ્રથમ તબકકાનું તેમજ આજે વીવીપેટનું રેન્ડમાઈઝેશન કરાયું હતું. રાજકોટ જિલ્લામાં મતદાન મથક કરતા ૨૦% વધુ બેલેટ યુનિટ, ૧૫% વધુ ક્ધટ્રોલ યુનિટ અને ૪૦% વધુ વીવીપેટ ગોઠવવાનું આયોજન કરવામાં આવ્યું છે. વીવીપેટની રેન્ડમાઈઝેશન પ્રક્રિયા દરમ્યાન રાજકિય પક્ષોને પણ સાથે રાખવામાં આવ્યા હતા.જિલ્લામાં ચૂંટણીની કામગીરી માટે હાલ ૯૫૦૦નો સ્ટાફ મંજૂર કરાયો છે. જેમાં ૨૪૮૨ પ્રીસાઈડીંગ ઓફીસર, ૨૪૮૦ ફસ્ટ પ્રીસાઈડીંગ ઓફીસર, ૧૦૯૮ પોલીંગ ઓફિસર રાખવામાં આવશે. આ ઉપરાંત શહેરની ચારેય વિધાનસભા બેઠક પર ૨૧૮૮ ફીમેલ પોલીંગ ઓફીસર રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે. ગ્રામ્યની ચારેય બેઠકો પર આગામી દિવસોમાં ફીમેલ સ્ટાફની સંખ્યા જાહેર કરવામાં આવશે.