વિશ્વ થેલેસેમીયા દિવસ નિમિતે

વિવેકાનંદ યુથ કલબ પ્રેરિત થેલેસેમીયા જનજાગૃતિ અભિયાન સમીતી દ્વારા વિશ્ર્વ થેલેસેમીયા દિવસ નીમીતે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી  સહીત જીલ્લા કલેકટર રાહુલ ગુપ્તા, પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત, પ્રદેશ ભાજપ ના પ્રવકતા રાજુભાઇ ધ્રુવની શુભેચ્છા મુલાકાત લઇને થેલેસેમીયા બાળકોની વેદના થેલેસેમીયા બાળકોના પ્રશ્નો પરિવારજનોને પડતી પારાવાર મુશ્કેલીઓ વગેરે બાબતે ચર્ચા કરવામાં આવી હતી.

મુખ્યમંત્રીસહીત દરેક મહાનુભાવોએ સંપૂર્ણ સહયોગથી ખાતરી આપી હતી. મુખ્યમંત્રીએ તો વીડીયો મેસેજ આપી રાજયના તમામ અવિવાહિત યુવાન ભાઇઓ-બહેનોને લગ્ન પહેલા થેલેસેમીયા ટેસ્ટ અવશ્ય કરાવી થેલેસેમીયા મુકત ગુજરાત બનાવવા અપીલ કરી છે. તમામ મુલાકાત વેળાએ સંસ્થાના અનુપમ દોશી, ઉપેનભાઇ મોદી, મીતલ ખેતાણી, અતુલભાઇ કોટેચા, ડો. રમેશભાઇ ભાયાણી, કાશ્મીરાબેન નથવાણી, તેમજ થેલેસેમીયા બાળકો અને વાલીઓ ઉ૫સ્થિત રહ્યા હતા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.