વિવેકાનંદ યુથ કલબ પ્રેરિત થેલેસેમીયા જનજાગૃતિ અભિયાન સમીતી દ્વારા થેલેસેમીયા પીડીત બાળકોના જીવનમાં આનંદનો ઉજાસ પાથરવાના હેતુથી ગીરીરાજ હોસ્પિટલ સંચાલક ગૌરાંગભાઇ રમેશભાઇ ઠકકરના સહયોગથી આનંદોત્સવ કાર્યક્રમ મોઢવણિક વિઘાર્થી ભવનમાં લાફીંગ કલબ રેસકોર્ષના ક્ધવીનર જૈનીભાઇ માંડલીયાના અઘ્યક્ષસ્થાને તથા શિક્ષણ સમીતીના વાઇસ ચેરમેન અલકાબેન કામદાર, મહીલા અગ્રણી ડો. મધુરિકાબેન જાડેજા, જનકલ્યાણ ટ્રસ્ટના ઉમેશભાઇ મહેતાના મુખ્ય મહેમાન પદે યોજાયો હતો. જેનું ગં.સ્વ. રંજનબેન મનસુખલાલ લાલ અને લતાબેન પોપટે દીપ પ્રગટાવી ઉદધાટન કર્યુ હતું. મહેમાનોનું સ્વાગત હસુભાઇ શાહે કર્યુ હતું.
થેલેસેમીક બાળકોએ સેવાભાવી સ્વજન તક્ષભાઇ મીશ્રાના સથવારે ગીત, સંગીત, નૃત્યની મજા માણી હતી અને બાળકો, પરિવારજનો અતિથિઓ વગેરે મન મુકીને નાચ્યા હતા અને થોડા કલાકો માટે પોતાનું દર્દ ભૂલી ગયા હતા.
આ કાર્યક્રમમાં બાળકોને બીરદાવવા અને પ્રોત્સાહન કરવા સમાજ જીવનના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ વિનોદરાય જે. મહેતા, જગદીશભાઇ બાટવીયા, મહેન્દ્રભાઇ સી. ગાંધી, રવિ ધાનાણી, જશુભાઇ મહેતા, બળવંતભાઇ પારેખ, જયસુખભાઇ વોરા, મનીષાબેન લાલ, કવિતાબેન લાલ, પરિમલભાઇ જોશી, વિઠલભાઇ સોજીત્રા, વગેરે વિશેષ ઉ૫સ્થિત રહ્યા હતા.
કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના અનુપમ દોશી, હસુભાઇ શાહ, સુરેશભાઇ બાટવીયા, દિનેશભાઇ ગોવાણી, અશ્ર્વીન ચૌહાણ નયન ગંધા સંજય મહેતા જેરામભાઇ પટેલ, સહીતનાઓએ જહેમત ઉઠાવી હતી.