યજ્ઞમાં દરેક સમાજના આગેવાનો તેમજ લોકો જોડાયા અને વિઠ્ઠલભાઈની લાંબી ઉમર માટે પ્રાર્થના કરી
વિઠ્ઠલભાઈની તબીયત સારી છે અને ટુંક સમયમાં લોકોની સાથે હશે:જયેશભાઇ રાદડિયા
સૌરાષ્ટ્રના સિંહ અને ખેડૂત નેતા તરિકે છાપ ધરવતા કદાવર નેતા વિઠ્ઠલભાઈ રાદડિયાની તબિયત છેલ્લા ઘણા દિવસથી સારી ન હોઈ જેથી તે સારવાર હેઠળ હોઈ તેની લાંબી આયુષ માટે ખોડલધામ કાગવડ ખાતે સર્વે જ્ઞાતિ દ્વારા લઘુરુદ્ર યજ્ઞ યોજાયો હતોસાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયાની એક ખેડૂત નેતા તરિકેની છાપ છે તે જે પક્ષ માં રહ્યા હોય પણ હંમેશા ખડૂતો માટે હંમેશા ચિંતા કરી હરહંમેશ ખેડૂતોના હકો માટે લડ્યા છે અને લોકો સાથે રહ્યા છે .ખેડૂતો માટે કોઈ પણ સરકારમાં હોઈ તો પણ તેને પોતાના પદની ચિંતા કર્યા વગર ખેડૂતોના હક માટે લડ્યા હોઈ તેથી ખેડૂતોના દિલમાં તેમનું એક અલગ સ્થાન રહ્યું છે રાજકોટ ડિસ્ટ્રીક બેંકના માંથી તેમને ખેડૂતોને છેલ્લા ઘણા વર્ષો થી વ્યાજ માફ કરી ખડુતોને રાહત આપી છેવિઠ્ઠલભાઈની ગેરહાજરીમાં જયેશભાઇને જંગી લિડથી જીતાડવા લોકોમાં ઉત્સાહજેતપુર જામકંડોરણાના દરેક જ્ઞાતિ તેમજ સમાજના લોકો અને આગેવાનોએ એક જ નિમ લીધી છે ગઈ ચૂંટણીમાં વિઠ્ઠલભાઈની હાજરીમાં જે લીડ જયેશભાઇ રાદડિયા ને મલી હતી એના કરતાં બમણી લીડથી તેમની ગેરહાજરી માં જયેશભાઈને અપાવી તેમણે જે દરેક સમાજના લોકો માટે કામગીરી કરી છે તેનું ઋણ ચૂકવશે
ખોડલધામ ખાતે યોજાયેલ મહા લઘુ રુદ્ર માં દરેક સમાજના લોકો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.અને જયેશભાઇ રાદડિયા એ જણાવેલ હતું કે વિઠ્ઠલભાઈ તબિયત ઘણી સુધારા પર છે અને વિરોધીઓ દ્વારા લોકો નું ધ્યાન બીજી બાજુ ખેંચવા ખોટી અફવાઓ ફેલાવામાં આવે છે.પણ લોકોએ આવી ખોટી વાતોમાં ન આવવા જણાવેલ છે
છેલ્લા ઘણા દિવસો થી ચૂંટણી પડઘમ માં જયેશભાઇ રાદડિયા ના સમર્થનમાં જેતપુર શહેરની તમામ પ્રજા કામે લાગી ગઈ છે દરેક સમાજ માં થયેલ સભા અને મિટિંગ માં ધાર્યા કરતાં દરોજ બમણી સંખ્યામાં લોકો સમર્થન માં હાજર રહેતા એ વાત ને કોઈ શંકા ને સ્થાન નથી કે વિઠ્ઠલભાઈ તેમજ જયેશભાઇ રાદડિયા એ પોતાના વિસ્તાર માં જે કામગીરી કરી છે તે નજરે ઉડી ને આવે તેવી છે અને લોકો આ વખતે ગઈ ચૂંટણી કરતા બમણી લીડ થી જયેશભાઇ ને ચુંટી બતાવશે.