- રાજકોટ તાલુકા સહકારી સંસ્થાઓની વનડે સેમિનારમાં સહકરી ક્ષેત્રના વિકાસ માટે કરાશે વિચાર વિમર્શ
- રાજકોટ જિલ્લા સહકારી સંઘ દ્વારા તાલુકા સહકારી સંસ્થાઓના વનડે સેમીનારમાં સહકારી ક્ષેત્રના વિકાસ માટે સામુહિક વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો.
રાજકોટ જિલ્લા સહકારી સંઘ, જિલ્લા રજીસ્ટ્રાર તથા સ્ત્રી શિવશકિત શરાફી સહકારી મં.લી.,ના સંયુકત ઉપક્રમે આંતર રાષ્ટ્રીય સહકારીતા વર્ષે-2025 ની ઉજવણી અંતર્ગત તા. 15-03ને શનિવારના હોટલ ક્રિષ્ના પાર્ક, ગોંડલ રોડ, મુકામે વન-ડે સેમીનાર યોજવામાં આવેલ હતુ.
સેમીનારનું અધ્યક્ષ સ્થાન રાજકોટ જિલ્લા કો-ઓપ. કોટન માર્કેટીંગ યુનિયન લી. (રાજ કોટન) ના ચેરમેન, રાજકોટ ડિસ્ટ્રી. બેંકના ડિરેકટર લલીતભાઈ રાદડીયાએ સંભાળેલ, આ સેમીનારમાં જીલ્લા સંઘના ચેરમેન દિનેશભાઈ ભુવા, મનસુખલાલ સંખાવરા, શિવશકિત શરાફી મંડળીના ચેરમેન હરગોપાલસિંહ જાડેજા, કુલદિપસિંહ જાડેજા, સહકારી આગેવાન ધીરૂભાઈ ધાબલીયા, સહકારી આગેવાન તથા ગુરૂદતાત્રેય શરાફી મંડળીના ચેરમેન ટપુભાઈ લીંબાસીયા, ડિસ્ટ્રી. બેંકના ડિરેકટર શૈલેષભાઈ ગઢીયા, સહકારી આગેવાન યજ્ઞેસભાઈ જોષી, જિલ્લા સંઘના ડિરેકટરઓ, મહિલા સમિતિ સહ ક્ધવીનર બિયાબેન મકવાણા નરેન્દ્રસિંહ જાડેજા, જેતપુર તાલુકા સંઘના ચેરમેન પ્રવિણભાઈ ગજેરા, નિવૃત જજ બુધવાણી, જીલ્લા ગીતાબેન જીવાણી, વી. એમ. સખીયા, જયશ્રીબેન ત્રિવેદી, નાગરિક બેંકના નિવૃત ઓફિસ ડો. હિતેષભાઈ શુકલ ઉપસ્થિત રહેલ હતા.
આ સેમીનારના અધ્યક્ષસ્થાને રાજ કોટનના ચેરમેન લલીતભાઈ રાદડીયાએ જણાવેલ હતુ કે રાજકોટ જિલ્લાની સહકારી પ્રવૃતિ ખુબ સારી પ્રગતિદાયક બનેલ છે,
રાજકોટ જિલ્લામાં જિલ્લા સંઘ ધ્વારા શિક્ષણની કામગીરી બહુ સારી રીતે થાય છે, સેમીનારો, શીબીરો, કાર્યક્રમો યોજવામાં આવે છે જેથી મંડળીઓએ પોતાના નફામાંથી કાઢેલ શિક્ષણકંડની રકમ તાત્કાલીક જિલ્લા સંઘમાં જમા કરાવી આપવી જોઈએ જેથી શિક્ષણની પ્રવૃતિને વેગ મળી શકે.-તેઓએ વધુમાં જણાવેલ હતુ કે 2025 ના વર્ષને કેન્દ્ર સરકારના સહકાર ખાતા ધ્વારા ” રાષ્ટ્રીય સહકારીતા વર્ષ-2025 જાહેર કરવામાં આવેલ છે, જેથી દરેક મંડળીઓએ આ વર્ષની ઉજવણી કરે અને સહકારીતા ધ્વારા સારા રાષ્ટ્રના નિર્માણમાં ભાગીદાર બનીએ તેવું જણાવેલ
આ સેમીનારમાં જિલ્લા સંઘના ચેરમેન દિનેશભાઈ ભુવાએ આઠ જિલ્લાનું કાર્યક્ષેત્ર ધરાવતા ગુજરાત સહકારી વ્યવસ્થાપન કેન્દ્ર, રાજકોટના પારડી મકામે હાઈ-વે ઉપર આવેલ જગ્યા ઉપર રાજય સ્તરેનું એક વિશાળ સહકારીતાને સમૃધ્ધ બનાવવા માટેનું અદ્યતન સુવિધા સહીતનું તાલીમ કેન્દ્ર. કર્મઠ કિશાન નેતા અને સહકારીતાના યુગપુરૂષની યાદમાં “વિઠલભાઈ રાદડીયા તાલીમ ભવન’ બનાવવામાં આવનાર છે, તેમાં સહકારી સંસ્થાઓને સાથ અને સહયોગ આપવા જણાવેલ.
આ સેમીનારમાં ગુરૂદતાત્રેય શરાફી મંડળીના ચેરમેન ટપુભાઈ લીંબાસીયાએ જણાવેલ હતુ કે સહકારી પ્રવૃતિએ નાના માણસોના ઉત્કષઁ માટેની પ્રવૃતિ છે,
આ સેમીનારમાં રાજય સંઘ ધ્વારા ૂર0ર3-24 ના વર્ષેમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર તાલુકા સહકારી સંઘોની શિલ્ડ અને પ્રમાણપત્ર હરિફાઈ યોજવામાં આવેલ, જેમાં પ્રથમ ક્રમે રાજકોટ લોધીકા સંઘ, દ્વિતીય ક્રમે જેતપુર તાલુકા સંઘ અને તૃતીય ક્રમે જસદણ તાલુકા સંથ આવેલ, જેઓને જિલ્લા સંઘ તરફથી પ્રોત્સાહન રૂપે અનુક્રમે રૂ. 5,000/- રૂા.4,000/- તથા રૂ. 3,000/- રોકડ પુરસ્કાર રાજ કોટનના ચેરમેન લલીતભાઈ રાદડીયા તથા સહકારી આગેવાનોના વરદ હસ્તે આપવામાં આવેલ. આ સેમીનારમાં વિષય તજજ્ઞ તરીકે રાજકોટ નાગરિક બેંકના નિવૃત ઓફિસર ડો. હિતેષભાઈ શુકલે સેવા આપેલ હતી. આ સમગ્ર સેમીનારનું સંચાલન મનીષાબેન ભાગીયાએ કરેલ હતુ.