વિઠ્ઠલભાઈના સંચાલનમાં અદભૂત સફળતા મેળવેલી, રાજકોટ ડિસ્ટ્રીકટ બેન્કને આજે દરેક ખેડૂત પોતાની માને છે:જયેશભાઈ રાદડીયા: દ્વારકા, નાથદ્વારા, હરિદ્વાર, મુરામાં સમાજના ભવન બનાવવાનો વિઠ્ઠલભાઈનો સંકલ્પ આગામી દિવસોમાં પરિપૂર્ણ કરાશે – જયેશભાઈ રાદડીયા: વિઠ્ઠલભાઈના સંસ્મરણો વાગોળતા કેબીનેટ મંત્રી ગદગદીત: જયેશભાઈ રાદડીયા સાથે જામકંડોરણા છાત્રાલયના ટ્રસ્ટીઓ બન્યાં ‘અબતક’ના મહેમાન
શાહી સમુહ લગ્નોત્સવમાં રવિવારે બપોરે ૨:૩૦ કલાકે જાનનું આગમન ત્યારબાદ બેન્ડવાજા અને ડી.જે. ની સુરાવલી સાથે જાનના સામૈયા, સાંજે ૪ વાગ્યે દાતાઓનું સન્માન-આશિવર્ચન ત્યારબાદ હસ્તમેળાપ અને ભોજન સમારંભ યોજાશે :રાત્રે ૮ વાગ્યે ક્ધયા વિદાય બાદ ૯ વાગ્યે લોકડાયરો જેમાં લલીતા ઘોડાદરા, કિર્તીદાન ગઢવી, ફરીદા મીર,બ્રિજરાજ ગઢવી, માયાભાઇ આહીર, સુખદેવ ધામેલીયા સહિતના કલાકારો કલાના કામણ પાથરશે
રવિવારે જામકંડોરણા કન્યા છાત્રાલય ખાતે ૧૫૭ દિકરીઓનો શાહી સમૂહ લગ્નોત્સવ: મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અધ્યક્ષ સ્થાને રહેશે ઉપસ્થિત: જીતુભાઈ વાઘાણી, મનસુખ માંડવીયા સહિત અનેક દાતાઓ-સમાજ શ્રેષ્ઠીઓ, આગેવાનો આપશે હાજરી: દિકરીઓને સોના-ચાંદીના દાગીનાઓ સાથે ૧૦૮ ચીજવસ્તુઓ કરિયાવરમાં ભેટમાં અપાશે
ગુજરાતના કદાવર ખેડૂત નેતા વિઠ્ઠલભાઈ રાદડીયાએ રાજકારણ સાથે સમાજ સેવાની શરૂ કરેલી પરંપરા તેમના પુત્ર અને યુવા કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયાએ પણ યથાવત રાખી છે. આગામી તા.૨ ફેબ્રુઆરીને રવિવારના રોજ જામકંડોરણા તાલુકા લેઉવા પટેલ કન્યા છાત્રાલય ખાતે છઠ્ઠા શાહી સમૂહ લગ્ન સમારોહનું ભવ્ય આયોજન કરાયું છે. ભવ્યાતિ ભવ્ય આયોજન માટે આજે કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયા સાથે જામકંડોરણા લેઉવા પટેલ કન્યા છાત્રાલયના ઉપપ્રમુખ ગોવિંદભાઈ રાણપરીયા, ખજાનચી વિઠ્ઠલભાઈ બોદર, ટ્રસ્ટી અરવિંદભાઈ તાળા, જશમતભાઈ કોયાણી, કમલનયનભાઈ સોજીત્રા તથા સામાજિક અગ્રણી રાજુભાઈ જુંજા ‘અબતક’ના મહેમાન બન્યા હતા.
વિઠ્ઠલભાઈ રાદડીયાએ સમાજના આર્થિક રીતે નબળા વર્ગના લોકોની દિકરીઓના સ્વમાનભેર લગ્ન થઈ શકે તે માટે શાહી સમૂહ લગ્નની શરૂઆત કરી હતી. જે પરંપરા જયેશભાઈ રાદડીયાએ આગળ ધપાવી આગામી રવિવારે ૧૫૬ દિકરીઓના પાલક પિતા બની સાસરે વળાવવાનું ભગીરથ કાર્ય હાથ લીધું છે. જામકંડોરણા લેઉવા પટેલ ક્ધયા છાત્રાલય આયોજીત આ સમૂહ લગ્નોત્સવ અંગે કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, આજે ૧૫૬ દિકરીઓના શાહી સમૂહ લગ્નોત્સવ થવા જઈ રહ્યાં છે ત્યારે વિઠ્ઠલભાઈની પરંપરા વારસાને લોકોએ સહકાર આપી જાળવ્યો છે. આ સમૂહ લગ્નોત્સવ સામાન્ય નહીં હોય પરંતુ ભવ્યાતિ ભવ્ય યોજાય તેવો અમે પ્રયાસ કર્યો છે. એટલે જ આ લગ્નોત્સવને શાહી સમૂહ લગ્નોત્સવ ગણાવ્યો છે. આ અવસરનો આશરે ૫૦,૦૦૦થી વધુ જ્ઞાતિજનો લાભ લેશે. વિઠ્ઠલભાઈના વારસાની પરંપરા દાતાઓએ પણ જાળવી રાખી છે. તેમજ સ્વયંસેવકો જ અમારી તાકાત છે.
સહકારી ક્ષેત્રમાં રાજકોટ ડિસ્ટ્રીકટ બેંક વિશે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે, વિઠ્ઠલભાઈની આગેવાનીમાં અદ્ભૂત સફળતા મેળવેલી. બેંકને આજે દરેક ખેડૂત પોતાની બેંક માને છે. સાત વર્ષ પહેલા ૨૨૦૦ કરોડ રૂપિયાનું ઝીરો ટકાએ ધીરાણ કરી ખેડૂતોને પણ ખુબ મોટો ફાયદો કરાવ્યો છે. આ બેંકને દરેક ખેડૂત પોતાને જ ફાયદો કરાવતી ગણે છે તેથી તેઓ સમયસર ધિરાણ લેવાની સાથે ચૂકવણી પણ કરે છે.
વિઠ્ઠલભાઈના અધુરા ક્યાં કાર્યો કરવાના બાકી છે. તેના જવાબમાં જયેશભાઈએ જણાવ્યું કે, વિઠ્ઠલભાઈએ ચાર જગ્યાએ સમાજનું ભવન બનાવવાની ઈચ્છા રાખી છે તે ચાર જગ્યા દ્વારકા, નાથદ્વારા, હરિદ્વાર અને મુરામાં સમાજના ભવનનું નિર્માણ કાર્ય આગામી દિવસોમાં સંપન્ન કરીશું. દ્વારકા, નાથદ્વારામાં સમાજનું ભવન બની ચૂકયું છે તેમજ હરિદ્વાર, મુરામાં જગ્યાની ખરીદી થઈ ચૂકી છે. હવે જે નિર્માણ કાર્ય અધુરુ છે તે પરિપૂર્ણ કરાશે.
જામકંડોરણા લેઉવા પટેલ કન્યા છાત્રાલય આયોજીત આ સમૂહ લગ્નોત્સવનો લાભ લેનાર દરેક દિકરીને સમાજના દાતાના સહયોગથી કરિયાવરમાં ઘર વખરીનો દરેક સામાન તેમજ સોનાનું મંગળસુત્ર, સોનાની બુટી, સોનાનો દાણો તથા ચાંદીની ગણપતિજીની મુર્તિ, લક્ષ્મીજીની મુર્તિ, ચાંદીનો તુલસી કયારો, સોનાનો ગળાનો સેટ, સોનાનું ડોકીયું, ચાંદીનો જુડો, ચાંદીના સાંકળા, ચાંદીની કંકાવટી સહિત કુલ ૧૦૮ ચીજવસ્તુઓ ભેટમાં અપાશે.
આ છઠ્ઠા શાહી સમૂહ લગ્ન સમારોહમાં અધ્યક્ષ તરીકે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ઉપસ્થિત રહેશે. જ્યારે શાહી સમૂહ લગ્નોત્સવનું ઉદ્ઘાટન ઉદ્યોગપતિ વસંતભાઈ ગજેરા, પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણી, કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા, તેમજ ખોડલધામ કાગવડના પ્રમુખ નરેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવશે.
આ ઉપરાંત શાહી સમૂહ લગ્ન સમારોહના મુગટમણી નરેન્દ્રભાઈ ભાલાળા, લવજીભાઈ ડાલીયા, જેન્તીભાઈ બાબરીયા, ચતુરભાઈ ઠુંમર, રાજુભાઈ હિરપરા, શૈલેષભાઈ હિરપરા, ભાવિકભાઈ વૈષ્ણવ, રાજુભાઈ માલવીયા, ઉકાભાઈ વોરા, ભુપતભાઈ બોદર, દિનેશભાઈ કુંભાણી, અંબાવીભાઈ વાવૈયા, વીરજીભાઈ વેકરીયા, ગગજીભાઈ સુતરીયા, પરેાભાઈ ગજેરા, રસિકભાઈ એમ.ગોંડલીયા, બટુકભાઈ મોવલીયા, હર્ષદભાઈ માલાણી, રમેશભાઈ ટીલાળા, ભોવાનભાઈ રંગાણી, મહેશભાઈ સવાણી, મગનભાઈ રામાણી, ડી.કે.સખીયા, મનસુખભાઈ દેવાણી, અરવિંદભાઈ ત્રાડા, કમલનયનભાઈ સોજીત્રા વિગેરે ઉપરાંત સમાજના વ્યાપાર, ઉદ્યોગ, સહકારી, શિક્ષણ સહિત તમામ ક્ષેત્રનાં પ્રથમ હરોળના મહાનુભાવો તેમજ સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ ટ્રસ્ટ નાથદ્વારાના તમામ ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહેનાર છે.
શાહી સમૂહ લગ્ન સમારોહમાં રવિવારે બપોરે ૨-૩૦ કલાકે ૧૫૬ જાનનું આગમન થયા બાદ બપોરે ૩-૦૦ વાગ્યે બેન્ડવાજા અને ડી.જે.ની સુરાવલીઓ સો જાનના સામૈયા કરવામાં આવશે. ત્યારબાદ સાંજે ૪-૦૦ વાગ્યે દાતાઓનું સન્માન-આર્શિવચન અને સાંજે ૫:૦૦ વાગ્યે હસ્ત મેળાપ થશે. સાંજે ૬:૦૦ વાગ્યે ભોજન સમારંભ તેમજ રાત્રે ૮:૦૦ વાગ્યે કન્યા વિદાય બાદ રાત્રે ૯:૦૦ વાગ્યે લલિતા ઘોડાદ્રા તથા સાંજીદાઓ સાથે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. આ લોકડાયરામાં કિર્તીદાન ગઢવી, ફરીદા મીર, બ્રીજરાજ ગઢવી, માયાભાઈ આહીર, સુખદેવ ધામેલીયા સહિતના કલાકારો કલાના કામણ પારશે.
આ શાહી સમૂહ લગ્ન સમારંભ માટે જામકંડોરણા તાલુકા લેઉવા પટેલ કન્યા છાત્રાલય તથા હંસરાજભાઈ સવજીભાઈ રાદડીયા લેઉવા પટેલ વિદ્યાર્થી ભવનના પ્રમુખ જયેશભાઈ રાદડીયાના વડપણ હેઠળ ઉપપ્રમુખ ગોવિંદભાઈ રાણપરીયા, ખજાનચી વિઠ્ઠલભાઈ બોદર, બાંધકામ સહિતના ચેરમેન મોહનભાઈ કીરીયા, મંત્રી નિલેશભાઈ બાલધા, સહમંત્રી ધીરજભાઈ રામોલીયા, કુમાર છાત્રાલય બાંધકામ સમિતિના ચેરમેન ધનજીભાઈ બાલધા તેમજ તમામ ટ્રસ્ટીઓ તથા સમગ્ર તાલુકાનાં સેવાભાવી કાર્યકર્તાઓ જહેમત ઉઠાવી રહ્યાં છે.