સફેદ એટલુ દુધ નથી…
દુધાળા પશુમાં ઉંટણીનું દુધ પોષકતત્વોથી ભરપૂર અને બજારમાં મોંઘુ મળે છે: ગીરગાય-દેશી ગાયનું દુધ પીવાથી ડાયાબીટીસ, કુપોષણ જેવા રોગો અટકાવી શકાય છે: શારીરીક શ્રમ કરતા લોકો માટે ભેંસનું દુધ અત્યંત જરૂરી ફેટ અને એસએનએફનાં માધ્યમથી દુધના વિવિધ પ્રકારો બજારમાં ઉપલબ્ધ થતા હોય છે
સફેદ સોનું સમાન ગણાતુ ‘દુધ’એ આપણી ભારતીય સમાજ સાથે આદીકાળથી જોડાયેલું છે. દુધ એ મનુષ્યને રોટલાની વ્યવસ્થાતો પુરી પાડે છે. સાથે આરોગ્ય માટે પોષણ પૂરૂ પાડે છે. આજે દુધની વાત કરીએ તોલોકો કયાંક પોતે જ પોતાના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવા લાગ્યા છે. કારણ કે ચોખા દુધની મહત્વતાને ગંભીર રીતે હજુ લેતા નથી દુધ માત્ર પીવાથી વિટામીન કે પ્રોટીન મળતુ નથી પરંતુ કેવું દુધ અને કયા પ્રકારનું દુધ પીવાથી શરીરને જરૂરી તમામ પોષણયુકત ઘટકો પ્રાપ્ત થાય છે.તે સમજવું જરૂરી છે. તેમજ દુધમાં રહેલા વિવિધ તત્વોની માત્રા પણ કેટલી હોવી જોઈએ તે પણ સમજવી જરૂરી છે. દુધમાં ફેટ અનો એસએનએફ આધારીત ગુણવતા નકકી કરવામા આવતી હોય છે.
દુધનું પરીક્ષણ કરાવી ત્યારબાદ બજારમાં વહેચવામાં આવતું હોય છે. પરીક્ષણ કર્યા બાદ ખ્યાલ આવે છે દુધમાં રહેલા ફેટ અને એસએનએફની ટકાવારી દુધની ગુણવતા નકકી કરે છે. ભેળસેળ વાળા દુધ પર લેબોરેટરી દ્વારા રોક લગાવી દેવાઈ છે. દુધનું આયુષ્ય દોહ્યા બાદ ત્રણ થી ચાર કલાકનું જયારે પોસ્ચ્યુરાઈડ થયા બાદ પાંચથી સાત દિવસનું હોય છે. પોશ્ચ્યુરાઈડ દુધને રેફ્રીજેરેટરમાં અચૂક પણે રાખવાનું હોય છે. દુધાળા પશુમાં ઉંટણીનું દુધ પોષકઘટકોથી ભરપૂર અને બજારમાં મોઘુ મળતું દુધ છે. ગીરગાય અથવા દેશી ગાયના દુધમાં એ ટુનું પ્રમાણ હોય છે. જે કાયમી પિવાથી ડાયાબીટીસ, કુપોષણ વગેરે જેવા રોગોને થતા અટકાવે છે. શરીરને જરૂરી પોષકતત્વો આપે છે. એવીજ રીતે શ્રમનું કામ કરતા લોકો માટે ભેંસનું દુધ અત્યંત જરૂરી તેમાં ફેટનું પ્રમાણ વધારે હોય છે. જે વધુ માત્રામાં પ્રોટીન અને વીટામીન શરીરને પૂરા પાડે છે. દુધને લઈ લોકોમાં આવતી સજાગતા ખૂબજ જરૂરી છે.
ફેટનું માપદંડ દુધની ગુણવતા માટે મહત્વપૂર્ણ: નિકુંજ સાંગેલા (ડેરી ટેકનોલોજીસ્ટ)
યુ ફ્રેશ ડેરીના પ્રોડકટ મેનેજર નિકુંજ સાંગેલા એ નઅબતકથ સાથેની ખાસ મુલાકાતમાં જણાવ્યું હતુકે, સમાજમાં દુધ સાથેની દરેક વર્ગની માન્યતા વિવિધ બંધાયેલી છે. પરંતુ દુધ એ સમાજ માટેની પ્રાથમિક જરૂરીયાત છે. ત્યારે ગાય અને ભેંસના દુધની પણ વિવિધ જરૂરીયાતોમાં ઉપયોગમાં લેવામાં આવે છે. આમ જોઈએ તો વધુ સારૂ દુધ એ ફેટના આધારે નકકી કરવામાં આવે છે. ગરબર મેથડ દ્વારા દુધમાંથી ફેટ કાઢવામાં આવે છે. કેમકે દુધમાં ફેટના કેન્ટને લીધે તેની ગુણવતા નકકી કરવામાં આવતી હોય છે. દુધનું પેમેન્ટ પણ ફેટ પરથી કરવામાં આવતું હોય એસએનએફમાં દુમાં ફેટ સીવાય જોવા મળે છે. એસએનએફમા પણ વિવિધ વસ્તુઓ જોવા મળે છે. જેમકે વિટામીન, પ્રોટીન લેકટોસ, વિગેરે જે દુધમાં અન્ય ક્ધટૈન હોય તે બધાનું જોવા મળે છે. દુધમાં કુદરતી રીતે ૬૮ ટકા પાણી હોય છે. અમારી ડેરીમાં દુધ આવે ત્યારે સૌ પ્રથમ તેનું લેબમાં પરીક્ષણ કરવામાં આવે છે. ઓલ એટલ્ટ્રેસન, ફેટ, એસએનએફ આ બધાનું લેબમા પરીક્ષણ કરવામાં આવે છે. તેના પરથી દુધના વિવિધ પ્રકાર તેમજ નામ પાડવામાં આવે છે. જેમકે ગોલ્ડ દુધમાં ૬ ફેટ ૯ એસએનએફ હોય તેની ગુણવતા જાળવવામાં આવે છે. એવી જ રીતે તાજા દુધમાં ૩ ફેટ અને ૮:૩૦ એસએનએફ હોય છે. એ એફએસએસઆઈનાં નિયમો છે. ટોન મીલ્ક, ટલટાંત મિલ્ક ગોલ્ડ દુધના ફેટ અને એસએનએફના માધ્યમથી જ દુધનાં વિવિધ પ્રકારો માર્કેટમાં ઉપલબ્ધ થતા હોય છે. દુધમાં ફેટના ટકા અલગ અલગ હોય છે. એવી જ રીતે ફેટ પરથી જ દુધમાંથી બનતી મીઠાઈઓ શીખંડ તેમજ આઈસ્ક્રીમ વગેરે બનાવામાં આવતા હોય છે. સામાન્ય દુધનું આયુષ્ય ૪ ડીગ્રી ટેમ્પ્રેચર રાખતા એમાંના જે બેકટેરીયા હોય તે ગ્રોથ થતા નથી સામાન્ય દુધનું આયુષ્ય આવી રીતે ૩ થી ૪ દિવસ સુધી રહેતું હોય છે. ટેમ્પ્રેચરનું ધ્યાન રાખવું એ અત્યંત જરૂરી છે. ત્યારે પેસ્ચ્યુરાઈડ દુધનું આયુષ્યની જો વાત કરીએ તો ૭ થી ૮ દિવસની હોય છે. તેને રેફ્રીજરેટરમાં સાચવણી રીતે રેફ્રીજરેટરમા સાચવી રાખતા તેની આયુષ્ય પણ ૩ દિવસનું રહેતું હોય છે. ગાયના દુધમાં ફેટનું ક્ધટેઈન ખૂબ ઓછુ હોય છે. તેમજ કેરોટીનની માત્રા ગાયના દુધમાં વધારે જોવા મળતી હોય છે.જેના લીધે ગાયનું દુધ પીળાશ પડતુ નજરમાં આવતું હોય છે. ભેંસનાં દુધની વાત કરીએ તોતેમાં ફેટનું ક્ધટેઈન વધારે હોય છે. જે શ્રમ વાળુ કામ કરતા લોકો માટે ખૂબજ મહત્વપૂર્ણ હોય છે. ભેંસના દુધમાં ફેટ ૬ થી ૭ ટકા તેમજ ગાયના દુધમાં ફેટ ૩ થી ૪ ટકા હોય છે. ગીરગાયના દુધમાં ૫ ટકા ફેટ જોવા મળે છે. ઉટડીના દુધમા લેકટોસ ક્ધટેઈન વધારે હોય છે. જેના લીધે તેનો ભાવ વધારે હોય છે. ગાયના દુધની ગુણવતામાં પાચન શકિત મુખ્યત્વે ગણી શકાય છે. હાલ સ્વાસ્થ્ય માટેની જો વાત કરીએ તો ગીરગાયનું દુધ મોખરે છે. તેમજ ઓર્ગેનીક દુધ હાલ બજારમાં ઉપલબ્ધ છે. માટે ઓર્ગેનીક દુધના ભાવ પણ ઉંચા હોય છે. દુધની માવજત વિવિધ રીતે કરવામાં આવતી હોય છે.ત્યારે હાલ દુધના દરેક પ્રકાર વિવિધ રૂપમાં ફાયદાકારક બને છે.
મનુષ્યની જીવાદોરી સ્વરૂપે ભાગ ભજવતુ દુધ: જયસુખભાઈ ઉનડકટ (તીરૂપતી ડેરી માલિક)
તિરૂપતી ડેરીના માલીક જયસુખભાઈ ઉનરકટએ ‘અબતક’ સાથેની ખાસ મુલાકાતમાં જણાવ્યું હતુકે દુધની વ્યાખ્યાની વાત કરૂ તો પશુધનને સમયસર દોયને તેજ સમય પિવાતુ દુધ ખૂબજ ચોખુ અને પોષણ યુકત હોય છે. લોકો દુધના વેપાર પાછળ આ સીસ્ટમ મૂજબ દુધનું નિયમન કરતા કયાક ચૂકી રહ્યા છે. સામે ખોટા દુધના ઉત્પાદક ઘણા વધી રહ્યા છે. જે આરોગ્ય સાથેના ચેળા ગણી શકાય છે. દુધની જરૂર દરકે વર્ગના લોકો ને પડતી હોય છે. માટે દુધએ મનુષ્યના જીવાદોરી સમાન ગણી શકાય. ભેંસનું દુધ વધારે ફેટવાળુ હોય છે. જે ક્ષમવાળુ કામ કરતા લોકો માટે અત્યંત જરૂરી તેમજ ગાયનું દુધ એ પણ ખૂબજ મહત્વપૂર્ણ અને અતીશય ગુણવતાથી સભર ગણવામાં આવે છે. મનુષ્યના મગજને ખૂબ ઉપયોગી ગાયનું દુધ ભેળસેળની વાત કરીએ તો હવે તેની સામે ખૂબજ સારા કાયદાકીય પગલાઓ લેવામાં આવી રહ્યા છે. દુધમાં ફેટ એસ.એન.એફ. પ્રોટીન તેમજ પાણી આ બધામાં કઈ પ્રોડકટનું ભેળસેળ કરવામાં આવ્યું છે. તેની ચોકકસ માહિતી લેબોરેટ્રીમાંથી પ્રાપ્ત થઈ શકે છે. હાલ માર્કેટમાં સોયામીલ્ક પણ ઉપલબ્ધ છે જે વિટામીનથી ભરપૂર છે.અમૂક સ્વાસ્થ્ય પ્રેમી લોકો દ્વારા સોયામીલ્કનો ઉપયોગ કરવામા આવે છે.
સ્વાસ્થ્ય માટે દુધ અમૃત સમાન: દિપેનભાઈ રાણપરા (વેદિક મીલ્ક ચેરમેન)
વેદીક મીલ્કના ચેરમેન દિપેનભાઈ રાણપરાએ ‘અબતક’ સાથેની ખાસ મુલાકાતમાં જણાવ્યું હતુ કે, દુધમાં વિવિધ પ્રકારો આવે છે. જેમાં દેશી ગાયના દુધની વાત કરીએ તો તે અમૃત સમાન ગણવામાં આવે છે. ગીરગાયનું દુધ સૌથી ઉત્મપ્રકારનું ગણી શકાય, રોગો સામે રક્ષણ મેળવવા દુધની ભૂમીકા અત્યંત મહત્વપૂર્ણ છે. બે પ્રકારના દુધ આવે છે. એવન એટુ જે સામાન્ય રીતે પ્રોટીન આપે છે તેના નામ આ મુજબ રાખવામાં આવ્યા છે. દેશીગાયના દુધમા એ ટુ પ્રોટીનની માત્ર હોય છે. જે ગાયને હમ્પ હોય પીઠ પર તે સૂર્યકેતુ નાળીથી જે સૂર્યકિરણ ગ્રહણ કરી સુવર્ણતત્વ દુધ આપે છે. એ દુધને આપણે એટુ સમાન દુધ ગણી શકીએ આ દુધ પીવાથી ડાયાબીટીસ કેન્સર જેવા રોગ ન થાય તે માટે રક્ષણ આપે છે. તેમજ બીમારીઓ વધવા નથી દેતુ જે લોકો શ્રમનું કામ કરે છે તેની માટે ભેંસનું દુધ ઉત્તમ ગણવામાં આવે છે. દુધની અંદર ફેટ એસ.એન.એફ. પ્રોટીનના માપદંડ સરકાર દ્વારા નકકી કરવામા આવે તે મુજબના જ રાખવામાં આવતા હોય છે. પેકીંગના દુધમાં મેન્ટેનશ રાબેતા મુજબ કાર્યરત હોય છે. ગાયની માવજત ખૂબજ જરૂરી છે. ગાયનું આરોગ્ય સારૂ હશે તો જ સારા ફેટ વાળુ દુધ મળી શકે છે. તેમજ અમે અમારી ગૌવશાળાનું દુધ રોજે લેબોરેટ્રીમાં ચેક કરાવતા હોય છે. સ્વાસ્થ્ય માટે દેશી ગાયનું દુધ ખૂબ પોષણયુકત ગણી શકાય.
ટેસ્ટીંગ દ્વારા દુધમાં થતા તમામ ભેળસેળને રોક લગાવતું એનવીટ્રો લેબોરેટરી: સુનીલભાઈ સાંઘાણી (એનવીટ્રો લેબોરેટરી ડીરેકટર)
એન.વિટ્રો લેબોરેટ્રીના ડિરેકટર સુનીલભાઈ સાંધાણીએ નઅબતકથ સાથેની ખાસ મુલાકાતમાં જણાવ્યું હતુ કે, છેલ્લા ૧૫ વર્ષથી હું લેબોરેટ્રીમાં દુધ અને અન્ય ખાધ્ય ચીજવસ્તુઓનું ચોકકસ પણે પરિક્ષણ કરૂ છું પરીક્ષણની જરૂરી બે રીત હોય છે. જેમકે સ્ટાંડડૅ કવોલેટી છે કે નથી સાથે સેફટીની પણ જરૂરીયાત હોય છે. ખાવા પીવા માટે સલામત છે કે નહી બધા ખાધ્ય ચીજ વસ્તુમાં દુધની વસ્તુઓમાં ભેળસેળની માત્રા વધુ હોય છે. જે એક માત્ર કાણણ એ છેકે તેમા સરળતાથી ભેળસેળ કરવામાં આવતી હોય છે. તેમજ તેને ડીટેક કરવાનું સુવિધાઓ ખૂબજ ઓછી છે. મોટા ભાગે અવગ્રેડ ટેકનોલોજી પણ ડેરીઓમાં નોતી જે છેલ્લા બે થી ત્રણ વર્ષમાં બધી ડેરીઓએ પોતાની ફેસેલીટીને અપગ્રેડ કરેલી છે. દુધમાં ફેટના કેરેકટર મુજબ જેમકે આર.એમ.વેલ્યુ બી.આર. વેલ્યુ એ ટેસ્ટ કરવામા આવે તેમજ એની અંદર ગેસ કેમોટ્રીગ્રાફ સીસ્ટમ જીસી એનાલીઝ કરવામાં આવે છે. એમા જે ફેટી એસીડ પ્રોફાઈલ મળે છે. એમાંથી વધારે માત્રાના કોઈપણ બીજા વેજીટેબલ ઓઈલની ભેળસેળ હોય તો ડિટેકટ થઈ શકે છે. દુધમાં એસ.એન.એફ. વધારવા માટે વિવિધ પ્રકારની પ્રોડકટનું મીશ્રણ તેમા કરવામાં આવતું હોય છે. દુધ ઘાટુ હોય તે સારૂ તે માનવા કરતા ઓછા ફેટવાળુ તેમજ ભેળસેળ વગરનું દુધ પીવું તે આપણા શરીર માટે હિતાવહ.