ઉનાળાના અસહ્ય તાપમાં તેમજ કોરોનાથી બચાવતા લીંબુના ભાવ આસમાને ગયા છે. પ્રતિકિલો રૂ.100 થી 160ના ભાવમાં વેચાતા લીંબુએ ગૃહિણીઓનું બજેટ ખોરવી નાખ્યું છે. દર વર્ષે ઉનાળાની ઋતુમાં લીંબુના વધુ પડતા ઉપયોગથી ભાવો વધુ રહેતા હોય છે.
પરંતુ છેલ્લા બે વર્ષથી કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ત્યારે આ ગંભીર બિમારીમાં વિટામીન સીથી ભરપૂર અને રોગપ્રતિકારક શકિતમાં વધારો કરતા લીંબુનો વપરાશ બમણો થતા ભાવ પણ બમણાં થયા છે. લીંબુ ઉપરાંત કોરોનામાં રાહતરૂપ મોસંબી, આદુ વગેરેનો ઉપયોગ વધતા તેના ભાવો પણ આસમાને પહોચ્યા છે.