મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આજે જણાવ્યું હતું કે, રાજ્યમાં શિક્ષણનો વ્યાપ વધે અને વિદ્યાર્થીઓને અભ્યાસ માં સમયાનુકુલ રસ રુચિ જાગે તે હેતુસર રાજ્યમાં વિઝ્યુલાઇઝેશન શાળાઓ ઉભી કરવાની નેમ દર્શાવી છે.
આ માટે સ્ક્રીન અને પ્રોજેક્ટરની મદદથી વિઝ્યુલાઇઝેશન દ્વારા બાળકોને શિક્ષણ પુરુ પાડી ને ગુજરાતના બાળક ને વિશ્વ સમકક્ષ બનાવવા છે એમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીએ આજે અમદાવાદમાં આવેલ હીરામણિ સ્કુલ ખાતે ” અટલ ટીંકરીંગ લેબ” ખુલ્લી મુક્યા બાદ વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશના વિદ્યાર્થીઓ નાનપણ થી જ વિજ્ઞાન અને ટેકનોલોજીમાં રસ લે તે માટે અટલ ટીંકરીંગ લેબ યોજના અમલમાં મુકી છે. આ યોજના હેઠળ નીતિ આયોગ દ્વારા શાળાઓને રૂા. 10 લાખની સહાય આપવામાં આવે છે અને દર વર્ષે નિભાવણી માટે રૂા. 2 લાખ આપવામાં આવે છે.