નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિ અને આપણા ઋષિમુનિઓએ માનવ જાતને આપેલી મહામૂલી ભેટ એટલે યોગ. યોગને વિશ્વ ફલક પર લઈ જવા અને માનવજાતને આરોગ્ય, સુખાકારી અને માનવતા તરફ દોરવાના ઉમદા હેતુથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા સંયુક્ત રાષ્ટ્ર સંઘની 69મી સામાન્ય સભા સમક્ષ 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવા પ્રસ્તાવ મૂક્યો હતો. આ પ્રસ્તાવ સાથે વિશ્વના 193 દેશોએ સહમત થઈને એનો સ્વીકાર કર્યો. ત્યારથી 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. ભારત દેશ વસુધૈવ કુટુમ્બકમની ભાવના વાળો દેશ છે.
બગસરા શહેર 10 માં વિશ્ર્વ યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી રહી આ ઉજવણી મેઘાણી હાઈ સ્કુલ ખાતે કરવામાં આવેલ હતી આ યોગ દિવસ ની રમતગમત , યુવા અને સાંસ્કૃતિક પ્રવુતિઓ વિભાગ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે આ આયોજન ને સફળ બનાવવા તાલુકા વહિવટી તંત્ર બગસરા દ્વારા ખૂબ મોટો સહયોગ આપવામાં આવેલ હતો..
રાજુલા તાલુકા હેલ્થ કચેરી તળેના આરોગ્ય સ્ટાફ દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી લોકોમા યોગ પ્રત્યે જાગૃતિ લાવવા માટેના પ્રયત્નો કરવામા આવ્યા.તાલુકા આરોગ્ય અધિકારી ડો.નિલેશ વી.કલસરીયાના માર્ગદર્શન હેઠળ સી.એચ.ઓ.,નર્સ બહેનો અને ભાઈઓ સહિતના આરોગ્ય સ્ટાફ દ્વારા આરોગ્ય કેન્દ્ર અને શાળા કક્ષાએ તેમજ તાલુકા કક્ષાના કાર્યક્રમમા હાજર રહી યોગ દિવસની ઉજવણી કરી બાળકો અને લોકોને યોગ દ્વારા આરોગ્ય પ્રત્યે તંદુરસ્ત રહેવા માટેના પ્રયત્નો કરવામા આવેલ.
વિશ્વ યોગ દિવસ બાબરા શહેર ભાજપ પરીવાર તેમજ તાલુકા કક્ષાએ યોગ દિવસ નું આયોજન કરવામાં આવ્યું હતું. વડલી વાળા મેલડી માતાજી ના સાનિધ્ય માં વિશાળ લોકો ની ઉપસ્થિતિ માં યોગ કરવામાં આવ્યા હતા તેમાં શહેર ભાજપ પરીવાર નાં આગેવાનો કાર્યકર્તા ઓ જોડાયા હતા
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ – સુત્રાપાડા તાલુકા અને નગરપાલિકા કક્ષાનો યોગ દિવસનો કાર્યક્રમ ડો. ભરતબારડ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના કેમ્પસમાં પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો.
ધોરાજી આદર્શ એજ્યુકેશન સોસાયટી ખાતે તાલુકા લીગલ સર્વિસ ઓથોરિટીના માર્ગદર્શનથી 11 મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવેલો. વિદ્યાર્થીઓને આસન અને યોગ કરાવવામાં આવેલા સાથે સાથે ધોરાજી કોર્ટનો સ્ટાફ પણ જોડાયેલો હતો.
પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ એસ ડબ્લ્યુ વાઘ પ્રાસંગિક ઉદબોધન આપેલું હતું અને જણાવેલું હતું કે આપણી બે ટાઈપની હેલ્થ હોય છે એક ફિઝિકલ અને બીજી મેન્ટલ યોગ કરવાથી બંને હેલ્થ સારી થાય છે. પોતાના અનુભવ જણાવતા તેમણે કહેલ કે રોજનું માત્ર 20 મિનિટ યોગ કરવાથી તેમને તનાવમુક્ત જીવનની અનુભૂતિ થાય છે.
જામજોધપુરના ધુનડા ગામે આવેલ સતપુરણ ધામ આશ્રમ જે. ભગવાન એજયુકેશન ટ્રસ્ટ સંચાલિત સત હરિરામ વિદ્યાલય મુકામે વિશ્ર્વ યોગ દિવસની ઉજવણી કરાઈ હતી.
અમરેલી એસ એચ ગજેરા વિદ્યાસભા કેમ્પસમાં 10માં વિશ્વ યોગ દિનની ઉપસ્થિત મહેમાનો, વિદ્યાર્થી ભાઈ-બહેનો અને સ્ટાફ 3600 વિદ્યાર્થીઓ દ્વારા ની વિશાળ સંખ્યામાં ઉપસ્થિતિમાં ભવ્ય અને જોમ- જુસ્સા સાથે ઉજવણી કરવામાં આવી હતી.બ્રહ્માકુમારી કિંજલ દીદી એ મન અને બુદ્ધિની શાંતિ માટે રાજયોગ નું મહત્વ સમજાવવિદ્યાર્થીઓને મનની એકાગ્રતા માટે ધ્યાન યોગા કરાવ્યા હતા તેમજ વ્યસન મુક્તિ માટે પ્રતિજ્ઞા લેવડાવી હતી.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ગળપાદર મધ્ય જિલ્લા જેલ ખાતે 100 દિવસ પૂર્વે શરૂ થયેલ યોગ પ્રોટોકોલ શિબિર સમાપ્ત કરવામાં આવ્યું.
આ શિબિર દરમ્યાન જિલ્લા જેલ અધિક્ષક એલ.વી પરમાર અને સમગ્ર સ્ટાફનો સારો સહયોગ રહ્યો હતો. આ શિબિર નો 100 થી વધારે બંદીવાન ભાઈઓએ લાભ લીધો હતો. આ શિબિરને સફળ બનાવવા માટે પૂર્વ કચ્છ કોર્ડીનેટર ભૂપતસિંહ સોઢા,દેવેન્દ્રભાઈ ઠક્ક, પૂજા લાલવાણી.યોગ ટ્રેનર જીજ્ઞાબેન ભાનુશાલી,સીમા કુશવા વગેરેએ જહેમત ઉઠાવી હતી માખીજાણી દ્વારા કરવામાં આવ્યું હતું, તે બદલ તેમને જિલ્લા જેલ તરફથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
માંગરોળ તાલુકા ના કાર્યક્રમ શારદા ગ્રામ મુકામે યોજવામાં આવેલ જેમાં વહિવટી તંત્ર દ્વારા યોગ દિવસ ની ખુબ સુંદર રીતે ઉજવણી કરવામાં આવી જેમાં માંગરોળ મામલતદાર અને સ્ટાફ તેમજ તાલુકા વિકાસ અધિકારી અને સ્ટાફ, તાલુકા હેલ્થ ઓફિસર, શારદાગ્રામ સંસ્થાની જહેમત થી ખૂબ સારી રીતે ઉજવવામાં આવેલ, જેમા માંગરોળ તાલુકાના સંગઠન મહામંત્રી અને વિશ્વ યોગ દિવસ ઉજવણીના સંયોજક દાના ભાઈ ખાંભલા, જિલ્લા મોર્ચા માનસિંગ ભાઈ ડોડીયા,યોગ પ્રેકિટસ કરવાામં આવી હતી.
કાલાવડમાં વિશ્ર્વ યોગ દિવસે ગુજરાત પ્રદેશ ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના અધ્યક્ષ ગૌતમભાઈ ગેડિયા તથા જામનગર જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા ની સુચના અનુસાર જામનગર જિલ્લામાં અનુસુચિત જાતિ મોરચા દ્વારા જીલ્લા મોરચા નો વિશ્વ યોગ દિવસ નો કાર્યક્રમ લાલપુર ખાતે ડો.બાબાસાહેબ આંબેડકર ભવન બાબાસાહેબ આંબેડકર ની પ્રતિમા પાસે ડો. બાબાસાહેબ આંબેડકર નેં ફુલહાર કરી ને યોગ ની શરુઆત કરવામાં આવી હતી. સાથે સાથે ઉસ્માભેર ઉજવણી પણ કરવામાં આવી. આ કાર્યક્રમ માં જીલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા પ્રમુખ ચાવડા હીરજીભાઈ તથા જીલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા મંહામંત્રી મનોજભાઈ પરમાર તથા જીલ્લા અનુસૂચિત જાતિ મોરચા ભાજપ મહામંત્રી ગોવિંદભાઈ ખરા તથા તાલુકા ભાજપ પ્રમુખ અરશીભાઈ કરગીયા તથા તાલુકા ભાજપ મહામંત્રી રવિન્દ્રસિહ કચ્વા તથા ઉમેશભાઈ મકવાણા તથા દેવશીભાઇ પરમાર તથા રમેશભાઈ મકવાણા મનોજભાઈ મુછડિયા તથા મચ્છાભાઈ વકાતર તથા અનુસુચિત જાતિ સમાજભાઈઓ તથા વિઘાર્થીઓ જોડાયા હતા.
21મી જૂનને ઇન્ટ2નેશનલ યોગા ડે નિમિસ્ત્રે દેવભૂમિ દ્વા2કા જિલ્લાના બે આઇકોનીક પ્લેસીઝ સુદર્શન સેતુ તથા નવલખા મંદિ2 ખાતે યોગ દિવસની ઉજવણી ક2ી યોગ જાગૃતિ સંદેશ પાઠવવામાં આવ્યો હતો. 19માં આંત22ાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં અધિકા2ીઓ, કર્મચારીઓ તથા નાગ2ીકો જોડાયા હતા.
દેવભૂમિ દ્વા2કા જિલ્લાન વિશાળ દિ2યાઇ પટ્ટી વિસ્તા2મા સૌદર્યથી ભ2પૂ2 ટાપુઓ પ2 યોગ દિવસ નિમિસ્ત્રે દેવભૂમિ દ્વા2કા જિલ્લા પોલીસ દ્વા2ા સ્વયં, સ્વાસ્થ્ય અને સુ2ક્ષ્ાના સંદેશ સાથે યોગ ક2વામાં આવ્યો હતો. 2ાજકોટ 2ેન્જ આઇ.જી. અશોકકુમા2 યાદવ, એસ.પી. નિતેશ પાંડેયના માર્ગદર્શન અને સૂચનાથી 21 જૂનને આંત22ાજષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે લોકોમાં યોગ દ્વા2ા સ્વાસ્થ્ય તથા દ2ીયાઇ તથા બોર્ડ2 સુ2ક્ષ્ાા અર્થે જિલ્લાના વિવિધ ટાપુઓ પ2 જનજાગૃતિના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. દિ2યા કિના2ાનું વાતાવ2 યોગ માટે શા2ીિ2ક તથા માનસિક 2ીતે ફાયદાકા2ક છે. શુ હવા, દ2ીયાનું મોજા, પક્ષ્ાીઓના કલ2વ સાથેના કુદ2તી વાતાવ2ણમાં શાંતિનો અહેસાસ ક2ાવે છે.
કચ્છ મોરબી સાંસદ વિનોદભાઇ ચાવડાના અધ્યક્ષસ્થાને ભુજ સ્મૃતિવન ખાતે જિલ્લાકક્ષાના સ્વયં અને સમાજ માટે યોગ ની થીમ પર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારે એશિયાના સૌથી મોટા મિયાવાકી વનના આહૂલાદક વાતાવરણમાં યોજાયેલા કાર્યક્રમમાં 2500થી વધુ યોગપ્રેમીઓ જોડાયા હતા. સમગ્ર કચ્છમાં યોગ દિવસ નિમિત્તે જિલ્લાકક્ષાનો કાર્યક્રમ, તાલુકાકક્ષા તથા જ્યાં નગરપાલિકા છે ત્યાં સંયુક્ત ઉપક્રમ સાથે કુલ યોગ દિવસના 10 કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા.
રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઉપલેટામાં આજે જિલ્લા કક્ષાના વિશ્વ યોગ ડે ની રાજકોટ ના સંસદ ની હાજરીમાં વહીવટી તંત્ર દ્વારા જિલ્લા કક્ષાના દસમા આંતરાષ્ટ્રીય યોગ ડે ની ઉજવણી કરવામાં આવી હતી શહેરના બગીચા સામે આવેલ ટાવર વાળા બિલ્ડીંગના ગ્રાઉન્ડમાં આજે સવારે પોણા છ વાગે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 10 માં વિશ્વ યોગ ડેની ઉજવણી રાજકોટ ના સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા ની હાજરીમાં અને રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીની ઉપસ્થિતિમાં વિશાળ સંખ્યાના લોકોની હાજરીમાં વિશ્વ યોગ ડે ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ યોગ ડે ની ઉજવણીમાં ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયા, જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, જિલ્લા ભાજપના પ્રમુખ અલ્પેશ ઢોલરીયા ,એસ. પી. જશપાલસિંહ રાઠોડ, ઉછઉઅ નિયામક વસાણી સાહેબ, તેમજ સ્થાનિક વહીવટીતંત્ર ના પ્રાંત અધિકારી જયેશ લીખીયા, જિલ્લા રમતગમત અધિકારી જાડેજા,મામલતદાર મહેશ ધનવાણી, ચીફ ઓફિસર નીલમ ઘેટીયા, પી.આઈ. એલ. આર. ગોહિલ, મ્યુનિસિપલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ પ્રોફેસર ડો.નંદાણીયા તેમજ ચેમ્બર ઓફ કોમર્સના આગેવાનો, વેપારીઓ, ડોક્ટરો, ઉદ્યોગપતિઓ, વિવિધ શાળાના વિદ્યાર્થીઓ અને આમ નાગરિકો સહિત 1500 જેટલા લોકો જોડાયા હતા આ તકે રાજકોટના સાંસદ પરસોતમભાઈ રૂપાલા એ વિશ્વ યોગ ડે નિમિત્તે જણાવેલ લોકો તેમના જીવનમાં જો કાયમી યોગ કરે તો શરીર ની તંદુરસ્તી દવા વગર પણ સારી રહી શકે છે ખાસ કરીને વિદ્યાર્થીઓ પણ અત્યારથી તેઓના જીવનમાં યોગ ને સ્થાન આપે તો આવનારા દિવસોમાં તેમના શરીરમાં કોઈ પણ રોગ પ્રવેશી ના શકે.
નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને લગતા કાર્યક્રમો અવિરત થતાં જ હોય છે. જેના દ્વારા વિદ્યાર્થીઓને તેમના અંગત તેમજ પ્રોફેશનલ જીવનમાં સતત પ્રેરણા મળ્યા કરે છે. વિદ્યાર્થીઓનાં ઓવરઓલ ડેવેલોપમેંટની દરકાર સાથે સંસ્થાના પ્રમુખ શ્રી પી. ડી. કાંજીયાસાહેબ સતત કાર્યશીલ રહે છે અને તે માટે નીતનવિન કાર્યક્ર્મોનું આયોજન કરતા રહે છે.
આ ઉત્તમ હેતુ સાથે 10માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી આ સંદર્ભે નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનનાં તમામ વિદ્યાર્થીઓ /ઊં: 0ખ.ૠ6અ ક62.ખ સૂત્રને સાર્થક કરતા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી. આર્ટ ઓફ લિવિંગ માંથી અમિતભાઈ તેમજ યોગ અને પ્રાણાયામની તાલીમ લીધેલ તજજ્ઞ દ્વારા વિદ્યાર્થીઓને યોગ અને પ્રાણાયામનું મહત્વ સમજાવી જીવન જીવવાની પ્રાચીન ભારતની જીવનશૈલી અંગે માર્ગદર્શન આપ્યું. તંદુરસ્ત જીવન અને માનસિક સ્વાસ્થ્યમાં સુધારો થાય તે માટે યોગ અને પ્રાણાયામનું મહત્વ સમજાવ્યું હતુ.
વાંકાનેરમાં સિવિલ કોર્ટ પરિસરમાં વિશ્ર્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
વિશ્ર્વયોગ દિવસે પીવીએમ ઈન્ટરનેશનલ સ્કુલ કેશોદ દ્વારા ધો.6 થી 10ના બાળકો પાણીમાં યોગ કરવામાં આવે છે. યોગ પ્રશિક્ષક નિદર્શન સાથે તાડાસન વૃક્ષાસન, ભુજગાસન, ત્રિકોણાસન અનુલોમ વિલોમ જેવા પ્રાણાયામ બાદ છેલ્લે ધ્યાનની અનૂભુૂતિ સાથે યોગદિવસની ઉજવણી કરવામાં આવી હતી.