ભાદરવા ગામ પાસે ૬ મહિનામાં ટોલ પ્લાઝા કાર્યરત કરી દેવાશે
કેવડીયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી પહોંચવા માટે વાહનચાલકોએ હવે ટોલ ટેકસ પણ ભરવો પડશે. ભાદરવા ગામ નજીક આગામી ૬ મહિનામાં ટોલ પ્લાઝા કાર્યરત કરી દેવામાં આવશે. ટોલ પ્લાઝા પર કારના ૧૦૫, બસ અને ટ્રક ના ૨૦૫ અને હેવી વાહનો ૨૬૦ રૂપિયા સુધીના ટોલના દર નકકી કરવામાં આવે તેવી શકયતા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે પ્રવાસીઓના માથે ટોલનું વધારાનું ભારણ આવશે. રસ્તાઓ બની ગયા બાદ હવે સરકારે ટોલ વસુલવાની કવાયત હાથ ધરી છે. બંને રસ્તાઓ પાછળ અંદાજીત ૪૫૦ કરોડનો ખર્ચ થયો છે. અમદાવાદ અને વડોદરા તરફથી આવતાં વાહનચાલકોએ હવે ભાદરવા ખાતે ટોલ ભરવાનો રહેશે. બીજી બાજુ મહારાષ્ટ્ર થી વાયા બોડેલી થઇ મધ્યપ્રદેશ જતાં વાહનોને પણ આ ટોલ પ્લાઝામાં ટેક્સ ભરીને જવું પડશે.