ગૌવંશ થકી ગ્રામીણ સમાજ આત્મનિર્ભર બનવાની તક એટલે ગૌ ટેક એકસ્પો: ગૌ-ટેક એકસ્પોની મુલાકાત લેતા પ્રભારીમંત્રી રાઘવજીભાઈ પટેલ અને ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ
રેસકોર્સ ગ્રાઉન્ડમાં જીસીસીઆઈ દ્વારા આયોજિત ગોટેક 2023 એક્સપોનો બુધવારે સાંજે કેન્દ્રીય મંત્રી અને પશુપાલન ડેરી મસ્સ્ય ઉદ્યોગ મંત્રી પરષોત્તમ રૂપાલા તેમજ સંતો મહંતોને દીપ પ્રાગટ્ય કરી ઉદ્ઘાટન કર્યું હતું ડોક્ટર વલ્લભભાઈ કથીરિયા, હસરાજભાઈ ગજેરા ,કલ્પકભાઈ મણિયાર ,રાજુભાઈ ધ્રુવ, મિતલ ખેતાણી સહિતની ટીમે કરેલા આ અદભુત આયોજનમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાંથી લોકોએ આ એક્સ્પો નિહાળવા ઊમટી રહ્યા છે ઠેર ઠેર થી ગૌ પ્રેમીઓ કામધેનુ નગરીનો ગૌ વૈભવ મન ભરીને માણી રહ્યા છે ગુજરાત રાજ્યના કૃષિ અને પશુપાલન મંત્રી તથા રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલ અને ધારાસભ્ય ડોક્ટર દર્શિતાબેન સાહેબ રાજકોટ મેદાન ખાતે મુલાકાત લીધી હતી.
ગૌ પ્રોડકટસ અંગે જાગૃતિ તેમજ તેને લોકો સુધી પહોંચાડવાનું ગો-ટેક સબળ માધ્યમ છે: ડો.દર્શિતાબેન
આ એક્સ્પોમાં ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહે કહ્યું હતું કે, ગૌ ટેક એ રાજકોટના આંગણે યોજાયેલું અલગ પ્રકારનું પ્રદર્શન છે જેના દ્વારા ગૌ પ્રોડકટસ અંગે જાગૃતિ તેમજ તેને લોકો સુધી પહોંચાડવાનું સબળ માધ્યમ છે. દર્શિતાબેને ગીર ગૌ જતન સંસ્થા, શ્રીજી ગૌ શાળા, ગૌ મૂત્રમાંથી બનેલી ઈંટો, સખી મંડળ સહિતના સ્ટોલની મુલાકાત લીધી હતી. અને આ એક્સ્પોમાં ભાગ લેનાર તથા જહેમત ઉઠવાનાર સર્વેની સરાહના કરી હતી.
ગાય આધારિત વધુને વધુ ખેતી થાય તે માટે સરકાર દ્વારા સકારાત્મક પ્રયાસો થઈ રહ્યા છે: મંત્રી રાઘવજીભાઈ પટેલ
આ તકે મંત્રી એ કહ્યું હતું કે આપણી સંસ્કૃતિમાં ગાયને માતાનું સ્થાન આપવામાં આવ્યું છે. ગાયનું દૂધ ખુબ લાભકારક છે. ગાય આધારિત વધુને વધુ ખેતી થાય તેમજ ગૌમુત્રની વિવિધ વસ્તુઓનું ઉત્પાદનો વધે તે માટે રાજયસરકાર દ્વારા સકારાત્મક પ્રયાસો થઈ રહ્યા છે, જેના ભાગરૂપે યોજાયેલો આ એક્સપો ગાય આધારિત બનાવટોને લોકો સુધી પહોંચાડવા માટે ખુબ ઉપયોગી માધ્યમ પુરવાર થશે. ગૌ આધારિત ઉત્પાદનો, ઉદ્યોગો અને ટેકનોલોજીને પ્રોત્સાહન આપવાના હેતુથી તા. 28 મે સુધી આ ‘ગૌ ટેક’ એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દેશભરમાંથી ઉદ્યમીઓ જોડાયા છે. સમગ્ર દેશમાં ગૌ આધારિત ઉત્પાદનોનું વેચાણ-સંશોધન કરતા અનેક લોકો અને સંસ્થાઓને આ એક્સ્પો અંતર્ગત એક મંચ પર એકત્રિત થયા છે.
ગ્લોબલ ક્ધફેડરેશન ઓફ કાઉ બેઇઝડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આયોજીત આ એકસ્પોમાં મંત્રીએ ટેકનોલોજી આધારિત સંશોધનો, ગૌ ગોબર અને મૂત્ર આધારિત વિવિધ ઉત્પાદનો, કૃષિ યંત્રો, પ્રાકૃતિક ખેતીના ખાતર તેમજ દવાઓ, ગાય માટેના ફાર્માસ્યુટિકલ સંશોધનો, ગૌ આધારિત સંસ્થાઓ વગેરે સ્ટોલની મંત્રીશ્રીએ મુલાકાત લઈ રસપૂર્વક માહિતી મેળવી હતી. તેમણે આત્મા, બીજ, મિશન મંગલમનીના સ્ટોલની પણ મુલાકાત લીધી હતી.
ગૌ આધારિત વસ્તુઓ સફળતાનો પાકો ફોમ્ર્યુલા છે: આરીફ મોહમ્મદ ખાન
કેરળના રાજ્યપાલ આરીફ મોહમ્મદ ખાને જણાવ્યું કે,ગૌ આધારિત વસ્તુઓએ આપણી ભારતની સભ્યતાનો આધાર છે.એક્સપોથી ગૌ સંવર્ધન અને ગૌ આધારિત વસ્તુઓના નવા વિચારોને માધ્યમ મળે છે.ગૌ આધારિત વસ્તુઓથી સફળતાનો પાકો ફોમ્ર્યુલા મળી રહે છે.એક્સપોએ ગોબરને મૂલ્યવાન બનાવી દીધું છે.આજે દવાનું પણ નિર્માણ થઈ રહ્યું છે.ખેડૂતોની સમસ્યાને ધ્યાનમાં રાખી નવા સમાધાન આપવાનું પ્રયત્ન કરવું જરૂરી છે.
ગૌ આધારિત વસ્તુઓનું મહત્વ અને ગૌ સંવર્ધન માટેનું શ્રેષ્ઠ એક્સ્પો: આચાર્ય ઘનશ્યામજી મહારાજ
ગોંડલ ભુવનેશ્વરી પીઠના આચાર્ય ઘનશ્યામજી મહારાજે જણાવ્યું કે,ગૌ આધારિત વસ્તુઓનું મહત્વ અને ગૌ સંવર્ધન માટેનું એક્સપોમાં શ્રેષ્ઠ આયોજન કરવામાં આવ્યું છે. ડો.વલ્લભભાઈ કથીરીયા અને તેમની ટીમને હું અભિનંદન પાઠવું છું. દેશમાં દેશમાં સૌપ્રથમવાર આવાકોનું આયોજન થયું છે તે રાજકોટ સહિત રાજ્ય માટેની ગૌરવની બાબત કહી શકાય છે.
એક્સ્પોમાં ગામઠી થીમ સાથે 15 સ્ટોલ ઉભા કર્યા: વિરેન્દ્રભાઈ બસીયા
રાજકોટ જિલ્લા આજીવિકા પ્રબંધક વિરેન્દ્રભાઈ બસીયા એ જણાવ્યું કે, ગૌટેક એક્સપોમાં ગ્રામ વિકાસ વિભાગની મિશન મંગલમ દ્વારા ગ્રામીણ વિસ્તારના વિવિધ શક્તિ મંડળના બહેનોને રોજગારી મળી રહે તે હેતુથી એક ગામઠી થી સાથેનો ડોમ ઉભો કરવામાં આવ્યો છે આ ડોમ ની અંદર અલગ અલગ રાજ્ય તથા વિવિધ જિલ્લાના બહેનો પોતાની કલા પ્રાકૃતિક વસ્તુઓનું પ્રદર્શન કરી રહ્યા છે 15 જેટલા સ્ટોલમાં બહેનોએ પોતાના વિવિધ જૂથ મિશનના સ્ટોલ રાખ્યા છે હાલ તેઓને ખૂબ સારો વિઝીટરનો પ્રતિસાદ મળી રહ્યો છે.
26 લાખ મહિલાઓને અમારી કંપનીમાં આવરી લેવામાં આવી છે: ઓમદેવસિંહ ચુડાસમા
ફાર્મ લાઈવ વુડના જનરલ મેનેજર ઓમદેવસિંહ ચુડાસમાએ જણાવ્યું કે, નેશનલ રૂલર લાઈવલિહુડ મિશન ગ્રામ વિકાસ વિભાગ ભારત સરકાર પ્રેરિત આ કંપનીને નાણાકીય સહાય પૂરી પાડે છે. અમારી કંપની અંદર અમે 26 લાખ જેટલી મહિલાઓને આવરી લીધી છે આ મહિલાઓ વિવિધ જૂથો દ્વારા જોડાઈ પોતાના રોજગારી માટે નવી આજીવિકા ડેવલોપ કરવા માટેની પ્રવૃત્તિઓ કરે છે.વિવિધ પ્રવૃત્તિઓ સાથે10 વર્ષથી આ કંપની આગળ વધી રહી છે.આ એક્સ્પોમાં મંગલ મિશન અંતર્ગત અમારી બહેનોએ સ્ટોલ રાખ્યા છે. અને તેમને સારું પ્રતિસાદ મળી રહ્યો છે.
ગોબરમાંથી 80 પ્રકારની આઈટમ બનાવવામાં આવે છે: ભાવનાબેન ત્રાંબડીયા
ગોપી મંગલમ સખી મંડળના ભાવનાબેન ત્રાંબડીયા એ જણાવ્યું કે, અમારા સખી મંડળ 10 બહેનોનું જૂથ છે ગાયના ગોબરમાંથી 80 પ્રકારની પ્રોડક્ટ અમારા દ્વારા બનાવવામાં આવે છે.ગૌ ટેકના મેળામાં અમને ઘણો ફાયદો મળ્યો છે.10 જેટલા હોલસેલ વેપારીએ અમારો સંપર્ક કર્યો છે અમારી પ્રોડક્ટ તેઓને ખૂબ પસંદ પડી છે ખૂબ મોટા પ્રમાણમાં અમને તેઓએ ઓર્ડર આપ્યો છે.અહીં સ્ટોલનો ફાયદો ખૂબ સારો મળી રહ્યો છે.