માતા-િ૫તાને મળવા માટે બસના અંડરકેરેજ એટલે કે સામાન રાખવાની જગ્યામાં છુપાઇને ૮૦ કિલોમીટર સુધી પ્રવાસ કરી ચુકેલા બે ભૂલકાઓની તસ્વીરો જોઇને લોકો ચકિત થઇ ગયા છે. આ બંને ભૂલકાએ ચીનના દક્ષિણી ગુઆંગ્શી નજીકના એક ગામના છે. તેમણે તેમના એક ગામના છે. તેમણે તેમના મમ્મી.પપ્પાને મળવા માટે આવુ જોખમ ખેડવું હોવાનું જાણવા મળી રહ્યું છે.
બાળકોના માતા-િ૫તા પાડોશના ગુઆંગ્ડોંગ પ્રાંતમાં કામ કરે છે. જ્યારે બાળકો બોર્ડિગ સ્કૂલમાં રહીને અભ્યાસ કરે છે. આ ભૂલકાઓ ગુમ થયા હોવાની ફરિયાદ તેમના શિક્ષકે ગત અઠવાડિયે નોંધાવી હતી. અને ત્યાર બાદ બંને બાળકો બસના અંડરકેરેજમાં મળી આવ્યા હતા. બાળકોના કપડા તથા શરીર પર ધૂળ ચોંટી હતી. અંડરકેરેજની ટૂંકી જગ્યામાં સંકડાઇને લાંબા પ્રવાસ કર્યા હતા. બંનેને તેમના મમ્મી પપ્પાની યાદ આવતા તેમને મળવા સાહસે ખેડી નાખ્યું હતું.