કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આજથી બે દિવસથી ગુજરાતની મુલાકાતે છે. જે અંતર્ગત તે સૌથી પહેલા દિલ્હીથી પોરબંદર સવારે 10 વાગ્યાની આસપાસ પહોંચ્યા હતા. અહીં એરપોર્ટ પર કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભરત સિંહ સોલંકી, અર્જૂન મોઢવાડિયા દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જે બાદ રાહુલ ગાંધી કિર્તી મંદિર પહોંચ્યા હતા. જ્યાં તેમણે મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાજલિ અર્પી હતી. અને તે પછી તેમણે શ્રીનાથજી હવેલીના દર્શન પણ કર્યા હતા. સાથે જ તેમણે અહીંના માછીમાર ઇન્ડસ્ટ્રીઝ લોકો જોડે પણ મુલાકાત કરી હતી.
જે પછી રાહુલ ગાંધીએ અહીં યોજવામાં આવેલ નવસર્જન સભામાં હાજરી આપી હતી. ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા રાહુલ ગાંધીની આ મુલાકાતને મહત્વની માનવામાં આવે છે. રાહુલ ગાંધી તેમની આ બે દિવસની મુલાકાતમાં પોરબંદર, અમદાવાદ અને વડોદરા શહેરની મુલાકાત લઇને વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે
રાહુલગાંધી સાણંદના દલિત શક્તિ કેન્દ્રની મુલાકાત પણ લેવાના છે. આ મુલાકાત દરમિયાન દલિત સમાજ રાહુલ ગાંધીને સૌથી લાંબો 125 ફૂટનો રાષ્ટ્રધ્વજ ભેટ ધરશે.