સોશિયલ ડિસ્ટન્સના પાલનમાં ઉણી ઉતરતી રો-વે કંપની સામે પગલા લેવા માંગ
નિયમોનો ભંગ કરતા સંચાલકો સામે તંત્રનું મૌન પ્રજાના સ્વાસ્થ્યને જોખમમાં મૂકશે
જેના નામથી જ દરેકના મનમાં ડર ઉપજાવતો કોરોનાં રોગ જ્યારે દેશ-વિદેશમાં કૂદકે ને ભૂસકે ફેલાઈ રહ્યો હતો ત્યારે ગુજરાત રાજ્યના જૂનાગઢ જિલ્લામાં વહીવટી તંત્ર, પોલીસ તંત્ર અને આરોગ્યતંત્રની સહજ કામગીરીથી સૌથી છેલ્લે પ્રવેશ્યો હતો.
જો કે, જૂનાગઢમાં કોરોના પહોંચ્યા બાદ અહીંથી જવાનું નામ નથી લેતો અને દિવસે ને દિવસે પોઝિટિવ કેસોનો વધારો થઈ રહ્યો છે, છતાં જૂનાગઢમાં બહારથી આવતા લોકો દ્વારા સંક્રમણ ફેલાય નહીં તે માટે તંત્ર કે સરકાર દ્વારા ગાઈડ લાઈનમાં ધાજીયા ઉડાડતા અને નિયમોના લીરે લીરા ઉડાડતા રોપ વે ના સંચાલકો સામે કોઈ પગલાં ભરતા નથી, જાણે ઉષા બ્રેકો કંપનીને કોઈ જ નિયમો લાગુ ના પડતા હોય, અને રૂપિયા કમાવા માટે તમામ પરવાના આપી દેવાયા હોય તેવી પરિસ્થિતિ હોવાની શહેરના પ્રબુદ્ધ લોકોમાં ચર્ચા અને નારાજગી છે.
જૂનાગઢમાં અનેક ઇતિહાસ ધરબાયેલા પડ્યા છે, અનેક દેવી, દેવતાઓ અને સિદ્ધ પુરુષોના બેસણા છે, સોલંકી રાજાઓ થી નવાબ સુધીના અનેક રજવાડા, નવાબો રાજ કરી ગયા છે, સોરઠના સાવજો એશિયાના નજરાણા સમાન ગણાય છે, જેના કારણે જૂનાગઢ શહેર અને જી લ્લો દેશ વિદેશના પર્યટકો માટેનું એક રમણીય, ફરવા લાયક, માણવા લાયક સ્થળ સ્થળ મનાય છે, અને વર્ષે દહાડે લાખો પ્રવાસીઓ સોરઠની મુલાકાતે આવતા હોય છે, ત્યારે તાજેતરમાં જ ગિરનાર રોપ-વે સેવા પણ શરૂ કરવામાં આવી છે. જેને લઇને રોપવે માં સફર કરવા આવનારા પ્રવાસીઓની કોરોનાના કપરા કાળમાં પણ નોંધપાત્ર વધારો થયો છે.
પરંતુ નોંધનીય બાબત તો એ છે કે, હાલમાં જ શરૂ થયેલા ગિરનાર રોપ-વે માટે તંત્ર અને સરકાર દ્વારા કોઈપણ જાતની પ્રવાસીઓની સંખ્યા નક્કી કરાઇ નથી. ટૂંકા સમયમાં સવા લાખ જેટલા દેશ વિદેશથી પ્રવાસીઓ અહી આવ્યા હતા અને આજની તારીખમાં પણ પ્રવાસીઓની લાંબી કતારો સોશિયલ ડિસ્ટન્સ વગર ખીચોખીચ ઉભા રહેલા નજરે ચડી છે, છતાં રોપવે સામે કોઈ પાબંધી નાખવામાં આવતી નથી અથવા નિયમોના ભંગ કરતા સંચાલકો સામે સરકાર કે તંત્ર દ્વારા કોઈપણ પગલાં લેવામાં આવ્યા નથી, અને આવતા નથી.
આ સાથે નાતાલ પર્વ નજીક આવી રહ્યો છે, ત્યારે રજાના દિવસોની મજા માણવા અને ખાસ કરીને રોપવેમાં સફર કરવા સંક્રમિત શહેરો અને પરિવારો માંથી પર્યટકો જૂનાગઢમાં પ્રવાસીઓ આવશે, ત્યારે સોશિયલ ડિસ્ટન્સ નું પાલન કરવામાં ઉણી ઉતરી રહેલી રોપ-વે કંપની જૂનાગઢમાં કોરોના સંક્રમણ ના વધારે તો સારું, તેવું શિક્ષિત લોકોમાં ચર્ચાઈ છે. બીજી બાજુ પ્રબુદ્ધ લોકોના આક્ષેપો પણ છે કે, શહેરના સક્કરબાગ અને સાસણના સફારી પાર્કમાં તંત્ર એ પ્રવાસીઓની સંખ્યા મર્યાદિત કરી છે, પરંતુ સરકાર અને તત્ર રોપ-વે કંપની સામે ઘૂંટણિયે પડ્યું છે. અને બધું ચલાવી લેવામાં આવે છે.
આ સાથે શહેરમાં એ બાબત પણ ચર્ચાઈ રહી છે કે, જો આમ જ ચાલતું રહેશે અને સંક્રમિત શહેરમાંથી પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવતા રહેશે અને કદાચ કોરોના મહામારીનું સંક્રમણ વધશે તો જૂનાગઢ માટે એ ચિંતાનો વિષય બની જશે એ પહેલા સરકારે રોપાવે માં કેટલા મુસાફરો દિવસ દરમિયાન સફર કરી શકાશે તે સંખ્યા નક્કી કરવી જોઈએ અને લાંબી કતારોમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાડતી રોપ-વે ના સ્થળે નિયમિત વીઝીટ કરી, હાલના જાહેરનામા અને ગાઈડ લાઇન નું સખ્તાઈથી પાલન થાય તે માટે પગલાં લેવા જોઈએ.