કચ્છના મુખ્યમથક ભુજ તાલુકાના ધોરડો ખાતે આવેલા સફેદ રણમાં પ્રવાસીઓનો ભારે ધમધમાટ શરૂ થઇ ચૂક્યો છે ત્યારે ડિસેમ્બરના અંતમાં દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ રણોત્સવની મુલાકાતે આવી રહ્યા છે. સત્તાવાર રીતે પ્રાપ્ત થયેલી માહિતી પ્રમાણે રાષ્ટ્રપતિપદે ચૂંટાયેલા રામનાથ કોવિંદ પ્રથમ વખત કચ્છની મુલાકાતે આવી રહ્યા છે. તા. ૨૯ના સાંજે તેઓ કચ્છ આવે તેવી સંભાવનાઓ છે. મળેલી માહિતી પ્રમાણે રાષ્ટ્રપતિ ૨૯મીએ સાંજે ખાસ વિમાનમાં હવાઇ માર્ગે ભુજ આવી શકે છે અને ભુજ વિમાની મથકેથી ચોપરમાં ધોરડો જવા રવાના થશે.

આ અંગે કલેક્ટર રેમ્યા મોહનનો સંપર્ક સાધતાં તેમણે ૨૯મી ડિસેમ્બરની મુલાકાતને સત્તાવાર રીતે સમર્થન આપ્યું હતું અને કહ્યું હતું કે, હજુ વિગતવાર કાર્યક્રમનથી આવ્યો. હાલની માહિતી પ્રમાણે , રાષ્ટ્રપતિ ૨૯મીએ રાત્રિ રોકાણ વાઈટ રણ ધોરડોના ટેન્ટસિટીમાં કરશે અને બીજા દિવસે સવારથી ધોરડોમાં વિવિધ કાર્યક્રમો ઘડવામાં આવશે જેની તૈયારીઓ ચાલે છે. રાષ્ટ્રપતિ સાથે અન્ય મહાનુભાવો કચ્છની મુલાકાતલે તેવી શક્યતાઓ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી,  રાજ્યપાલ ઓ.પી. કોહલી પણ રાષ્ટ્રપતિસાથે આવી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.