હાલ જ્યારે ગુજરાત રાજ્ય ભરમાં પાણીની સમસ્યા ઉદ્દભવી રહી છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા સુજલામ સુફલામ જળ અભિયાન યોજના  ૨૦૧૮ અંતર્ગત લીંબડી સબ ડીવીઝન માં પ્રાથમિક તબ્બકા માં શરુ થયેલ અગિયાર થી વધુ ગામડાઓના તળાવો  ઉંડા કરવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરાયેલ છે.

ત્યારે આજે ગુજરાત રાજ્ય ના અધિક મુખ્ય સચિવ વિપુલકુમાર  મિત્રા, લીંબડી તાલુકાના બે ગામડાઓ જેવા કે બોરણા તથા ટોકરાળા ની ટૂંકા જ સમયગાળા માં મુલાકાત લઈ નિરીક્ષણ કરેલ તે સાથે સુરેન્દ્રનગર જીલ્લા કલેકટર કે. રાજેશ અને લીંબડી ડેપ્યુટી કલેકટર વી.કે.પટેલ પણ હાજર રહ્યા હતાં ત્યારે લીંબડી તાલુકાના બોરણા ગામ અને ટોકરાળા ગામે સરપંચ,ઉપસરપંચ તેમજ ગામ લોકોની મુલાકાત કરેલ અને કઈ કઈ પ્રકારની કામગીરી થઈ રહી છે તેનું જાતે નિરીક્ષણ કરેલ.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.