મંગલજી રાય અને કિશોર સુપેકર લક્ષ્મણરાવ ઇનામદાર પ્રશિક્ષણ કેન્દ્રની સુવિધાઓ નિહાળીને આનંદીત થયા
તાજેતરમાં રાજકોટ નાગરિક સહકારી બેન્ક લિ.ની અદ્યતન હેડ ઓફિસ, ‘અરવિંદભાઇ મણીઆર નાગરિક સેવાલય’ની વિશેષ મુલાકાતે ડેરીઓનાં નેશનલ ફેડરેશન નાં ચેરમેન મંગલ જીત રાય અને મેનેજીંગ ડિરેકટર કિશોર સુપેકર પધારેલ હતા.
મહાનુભાવોએ બેન્કનાં અદ્યતન કોર્પોરેટ અને સ્વીચ-લેસ ભવનને નિહાળ્યું હતું. ભવનનાં દરેક માળ ઉપર ચલણી નોટનો ઇતિહાસ જાણી ખુશ થયા હતા. લક્ષ્મણરાવ ઇનામદાર પ્રશિક્ષણ કેન્દ્રની સુવિધાઓ અને બોર્ડ હેલીકોપ્ટરની પાંખો સમાન વિશાળકાય પંખો, તેની જ મીની આવૃતિ સમાન બીજો પંખો, વિવિધ સિક્કાઓતણી બનેલી દિવાલ ઘડિયાલ. આ બધી માહિતી સવિસ્તાર નજરોનજર નિહાળી બંને મહાનુભાવો રોમાંચિત અને આનંદીત થયા હતા.આ તકે મંગલ જીત રાયનું પુસ્તકની સ્વાગત નલિનભાઇ વસાએ અને ખાદીના રૂમાલથી સ્વાગત જીવણભાઇ પટેલે તેમજ કિશોર સુપેકરનું પુસ્તક-ખાદીના રૂમાલથી સ્વાગત અર્જુનભાઇ શિંગાળાએ ર્ક્યું હતું.
બંને મહાનુભાવોની મુલાકાત દરમ્યાન ચેરમેન નલિનભાઇ વસા , વાઇસ ચેરમેન જીવણભાઇ પટેલ, જ્યોતીન્દ્રભાઇ મહેતા (ચેરમેન-નાફકબ), ટપુભાઇ લીંબાસીયા (પૂર્વ વાઇસ ચેરમેન-ડિરેકટર), ડાયાભાઇ ડેલાવાળા (પૂર્વ વાઇસ ચેરમેન-ડિરેકટર), અર્જુનભાઇ શિંગાળા (ડિરેકટર), હરીભાઇ ડોડીયા (ડિરેકટર), શૈલેષભાઇ ઠાકર (ડિરેકટર), દિપકભાઇ મકવાણા (ડિરેકટર), સુનિલભાઇ રાઠોડ (ડિરેકટર) ઉપસ્થિત રહ્યા હતા.