ઓગસ્ટના ત્રીજા સપ્તાહમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવશે. આ ખાસ અવસર પર જાહેર રજા હોય છે. જો તમે આ સ્વતંત્રતા દિવસની રજાઓમાં ઘરે બેસીને કંટાળો લાવવા માંગતા નથી, તો તમે આ સ્થળોની મુલાકાત લેવાનું અવશ્ય પ્લાન બનાવો.

15મી ઓગસ્ટના દિવસે દરેક જગ્યાઓએ ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. આ પ્રસંગે, રેલી કાઢવામાં આવે છે અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આવી સ્થિતિમાં જો તમે દેશના સુંદર અને ઐતિહાસિક સ્થળોની મુલાકાત લેવા માંગતા હોવ તો તમારે ચોક્કસપણે આ સ્થળોની મુલાકાત લેવી જોઈએ. જ્યાં જઈને તમારું મન ખુશ થઈ જશે. સાથોસાથ તમને ખૂબ જ મજા આવશે.

ખજુરાહો મંદિર

Independence Day

ખજુરાહો મંદિર તેના સુંદર ચિત્રો અને કોતરણી માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. આ મંદિર મધ્યપ્રદેશના છતરપુર જિલ્લામાં આવેલું છે. આ મંદિરની સ્થાપત્ય અને શિલ્પો ઘણા પ્રવાસીઓને આકર્ષે છે. તમે સ્વતંત્રતા દિવસના અવસર પર આ સ્થળની મુલાકાત લઈ શકો છો.

ચિકમગલુર

Independence Day

ચિકમગલુર કર્ણાટક રાજ્યના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં આવેલું સ્થળ છે. જો તમે પ્રકૃતિ પ્રેમી છો તો તમારે આ સ્થળની મુલાકાત અવશ્ય લેવી જોઈએ. તમારા માટે આ શહેરની મુલાકાત લેવી બેસ્ટ વિકલ્પ બની શકે છે. તમે અહીં ઘણી એડવેન્ચર એક્ટિવિટી પણ માણી શકો છો.

ચિત્તોડગઢ

Independence Day

રાજસ્થાનના સિરમૌર તરીકે ઓળખાતા ચિત્તોડગઢ કિલ્લાને જોવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. તે ભારતના સૌથી મોટા કિલ્લાઓમાંનો એક છે. જો તમને રાજસ્થાનની શાહી શૈલી ગમતી હોય તો આ પ્રવાસન સ્થળની અવશ્ય મુલાકાત લો.

બિકાનેર

Independence Day

બિકાનેર રાજસ્થાનના ભવ્ય પર્યટન સ્થળોમાંનું એક માનવામાં આવે છે. આ શહેર તેની સભ્યતા, સંસ્કૃતિ અને ઐતિહાસિક કિલ્લાઓ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. બિકાનેરનો જુનાગઢ કિલ્લો આકર્ષણનું કેન્દ્ર છે. આ સિવાય બિકાનેર પાસે આવેલ કરણી માતાનું મંદિર પણ ફરવા માટેનું બેસ્ટ સ્થળ છે. આ મંદિરને ઉંદર મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે.

શિલોંગ

Independence Day

મેઘાલયની રાજધાની શિલોંગ તેની સુંદરતાને કારણે પ્રવાસીઓમાં ખૂબ જ લોકપ્રિય છે. તેને તળાવોનું શહેર પણ કહેવામાં આવે છે. Elephant Falls અહીં જોવા લાયક સ્થળ છે. આ ધોધ પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરી દે છે. તે શિલોંગમાં ફરવા માટેના બેસ્ટ સ્થળોમાંનું એક માનવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.