કાઉન્સીલ સદસ્ય વી.એન.ચૌધરી શિક્ષણ સમિતિનાં પેઝન્ટેશનથી પ્રભાવિત
રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને કવોલીટી એજયુકેશન એવોર્ડ માટે પસંદ થતા કવોલીટી કાઉન્સીલનાં સદસ્ય વી.એન.ચૌધરીએ શિક્ષણ સમિતિની ૬ થી વધુ શાળામાં રૂબરૂ મુલાકાત લઈ વિવિધ પાસાઓ નિહાળ્યા હતા. આ તકે ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, વાઈસ ચેરમેન ભારતીબેન રાવલ, સદસ્યો જગદીશ ભોજાણી, મુકેશભાઈ મહેતા, ભાવેશભાઈ દેથરીયા, શાસનાધિકારી દેવદત પંડયા સહિતનાં હાજર રહ્યા હતા.
કવોલીટી કાઉન્સીલ ઓફ ઈન્ડિયા અંતર્ગત શિક્ષણ સમિતિ એવોર્ડ મળે તેમાં ડીજીટલ પ્રેઝન્ટેશન ડીજીટલ હાજરી, ડીજીટલ પગાર બીલ, સ્માર્ટ કલાસ રૂમ, રીટન કુંજ પ્રોજેકટ, નીયો ફાઉન્ડેશન, એ.આઈ.એફ તેમજ સમિતિ-કોર્પોરેટરની ગ્રાન્ટમાંથી બનેલ સ્માર્ટ કલાસરૂમ સંદર્ભે એવોર્ડ માટે પસંદ થતા તેના આખરી પડાવમાં ગોલ્ડ, સિલ્વર, પ્લેટીનીયમ એવોર્ડ માટે પસંદગી માટે આ વી.એન.ચૌધરીની મુલાકાત હતી. સમિતિએ રજુ કરેલ પીપીટીથી સૌ પ્રભાવિત થયા હતા. સમગ્ર વ્યવસ્થામાં પ્રોજેકટ સંભાળતા વર્કિંગ કમિટીનાં સદસ્ય શિક્ષક વિશાલ મકવાણા તથા ભરત જગતીયાળે માહિતી આપી હતી.