સૌરાષ્ટ્રમાં આજરોજ સવારે આવેલા ભૂકંપનું કેન્દ્રબિંદુ રાજકોટથી 18 કિમિ દૂર આવેલા ભાયાસર ગામે નોંધાયું હતું. આ કેન્દ્રબિંદુ સ્થળે હાલ મામલતદારની ટિમ પહોંચી હોવાની વિગતો મળી છે.
આજે બુધવારે વહેલી સવારે 7.40 કલાકે સૌરાષ્ટ્રમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રાજકોટ, અમરેલી, ગોંડલ સહિતના કેટલાક વિસ્તારોમાં 4.8ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. સૌરાષ્ટ્રમાં સવારમાં જ ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ગભરાટ ફેલાયો છે. આ ધરતીકંપનું કેન્દ્રબિન્દુ રાજકોટથી 18 કિલોમીટના અંતરે આવેલું ભાયાસર હોવાનું સામે આવ્યું છે.
આ અંગે જાણ થતાં વેંત જ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જિલ્લા કલેકટર રેમ્યા મોહનને નુકસાની અંગેની તપાસ હાથ ધરવાનો આદેશ આપ્યો હતો. જેને પગલે કલેકટરની સૂચનાથી રાજકોટ તાલુકા મામલતદારની ટિમ ભાયાસર ગામે દોડી ગઈ છે. જ્યાં તેઓએ પ્રાથમિક તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.