નર્સિંગ વિભાગના શપથ સમારોહ અને યુની.ના હર ઘર તિરંગા ઇવેન્ટમાં ભાગ લીધો
અબતક, દર્શન જોશી, જુનાગઢ
ડો. સુભાષ એકેડેમી હસ્તકની તમામ શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ મળી કુલ 4000 થી વધુ લોકોએ તિરંગા સાથે ફોટા પડાવી ને એક વિશાળકાય બેનર બનાવેલ હતું જેનાથી પ્રભાવિત થઇ રાજ્યના શિક્ષણ મંત્રી જીતુભાઈએ ડો. સુભાષ એકેડેમીની મુલાકાત વેળાએ પોતાનો ફોટો પડાવીને આ પોસ્ટરમાં પોતાનું યોગદાન આપેલ હતું. સાથોસાથ સંસ્થાની પ્રવૃત્તિઓથી શિક્ષણ મંત્રી જીતુભાઈ પ્રભાવિત થયા હતા. અને સંસ્થાના હોદ્દેદારો અને કર્મચારીઓને અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી.
ડો. સુભાષ યુનીવર્સીટી, જુનાગઢ સ્કુલ ઓફ નર્સિંગના વિદ્યાર્થીઓ હોસ્પીટલમાં પ્રાયોગિક શિક્ષણ માટે જતા હોઈ ત્યારે તેમને ફરજ પ્રત્ય નિષ્ઠા અને દર્દીઓ પ્રત્યે સહાનુભુતિ કેળવવા માટે શપથ લેવરાવાય છે. આવાજ એક કાર્યક્રમમાં સ્કુલ ઓફ નર્સિંગના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે શપથ વિધિનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં 150 જેટલા વિદ્યાર્થીઓ તેમજ નર્સિંગ વિભાગના કર્મચારીઓએ ભાગ લીધો હતો.
આ દરમ્યાન રાજ્યના શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી એ ડો. સુભાષ યુનીવર્સીટીની મુલાકાત લીધી હતી અને આ શપથ વિધિમાં ભાગ લીધો હતો તેઓએ યુનીવર્સીટીના હર ઘર તિરંગા ઇવેન્ટમાં પણ ભાગ લીધો હતો.