વિસાવદર તાલુકામાં સ્વાથ્યને લગતી સમસ્યાઓ મોટા પ્રમાણમાં હતી ત્યારે વિસાવદરના લોકો માટે ભગવાન સ્વરૂપમાં બે ડોકટસે ભાઈઓએ શ્રેષ્ઠ સેવા દ્વારા તાલુકાના લોકો માટે પોતાની તબીબી સેવા આપી હતી. પોતાની આગવી સૂઝબૂઝ અને સચોટ નિદાની ખૂબ જ લોકપ્રિય એવા વિસાવદરના ડોકટર સમાજમાં પાયારૂપ આધાર સ્તંભ સમાન ડો.જયંતભાઈ પરીખનુ ભાવનગર ખાતે અવશાન થયેલ હતુ વિસાવદર રઘુવંશી સમાજ અગ્રણી અને પ્રમુખ તરીકે પોતાની સનિષ્ઠ ભૂમિકામાં રહી સમાજને એક સકારાત્મક નેતૃત્વ આપેલ હતુ શિક્ષણ ક્ષેત્રે વિસાવદર ને દેવમણી કોલેજ અપાવવામાં આ ઉમદા વ્યક્તિનું નોધપાત્ર યોગદાન હતુ વિસાવદરની પાજરાપોળ ગૌશાળામાં પણ પોતાની સેવાભાવી પ્રવૃત્તિ ને કારણે ખૂબ જ લોકપ્રિય હતા વર્ષોથી તાલૂકાની એન.સી. પરમાર ગર્લ્સ સ્કૂલના ટ્રસ્ટ મંડળના સશકત ટ્રસ્ટીની જવાબદારી નિભાવેલ હતી તો અંધ બાળકો માટે ચાલતી અંધશાળાના સંચાલનમાં પણ ખૂબ જ પ્રગતિશીલ કાર્યો કરી લોકોના હદયમાં અનેરૂ સ્થાન પ્રાપ્ત કરેલ હતુ પોતાના યુવાન ડોકટર ના અકાળે અવસાન પછી પણ અડગ મનના માણસ આજના સમાજ માટે ઉદાહરણ સ્વરૂપે હતા. ડાકટરી ક્ષેત્રમાં વિસાવદરમાં આપેલા યોગદાન એ આજે પણ લોકોના માનસપટ પર છે ફકત સામાજિક ક્ષેત્રોમાં જ નહી પણ રાજકિય ક્ષેત્રે પણ ડોકટરસાહેબનો દબદબો ઉચ્ચ સ્થાને હતો વિસાવદર ભાજપના ભિષ્મ પિતામહ સમાન સ્વ. ધીરુભાઈ કાનાબારના પડછાયા સમાન હતા આ અદકેરા માનવે વિસાવદર તાલુકાની જનતા માટે દરેક ક્ષેત્રોમાં ખૂબ જ મોટુ યોગદાન આપ્યું છે રાષ્ટ્રને સમર્પિત અનેક કાર્યોને લીધે આ વિરલ વિભૂતિ ને વિસાવદરની જનતા શ્રધ્ધાંજલી પાઠવી છે.
Trending
- જો..જો હોટલના રૂમમાં લગાવેલ આ વસ્તુ લાઈટ નથી પણ સ્પાય કેમેરા છે
- ભારતની એવી જગ્યાઓ જેની મુલાકાત લેવા પરવાનગી જરૂરી, જાણો કારણ
- હાડકાંમાંથી ‘કટ-કટ’નો અવાજ આવે છે..?
- સૂતા પહેલા ગોળ+ગરમ પાણીના આ નુસખાથી ગંભીર બીમારીઓ થશે છુમંતર
- શું તમે પણ કાશ્મીરની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો? તો આજે જ લિસ્ટમાં સામેલ કરો આ પ્રવૃત્તિ
- ‘માવા’ લવર્સ દાંત સાફ કરવા હોઈ તો આ વાંચી લો
- કેવી રીતે ટોપિક X પર રાતોરાત ટ્રેન્ડ કરવા લાગે છે..!
- તમારા બાળકને મજબુત બનાવવા દરરોજ પીવડાવો આ સ્મૂધી