બિહારને 2022 સુધીમાં સમૃદ્ધ રાજ્ય બનાવું છે: મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારમાં પટણા યુનિવર્સિટીના શતાબ્દી સમારોહમાં સંબોધન કરતાં જણાવ્યું છે તેઓ બિહારની ધરતીને પ્રણામ કરે છે. બિહારને 2022 સુધીમાં સર્વોચ્ચ રાજ્ય બનાવવાનું છે. મારું હિન્દુસ્તાન યુવાન છે, મારા હિન્દુસ્તાનના સપના પણ યુવા છે
વિદ્યાર્થીઓને ભણવા પર નહીં પણ શિખવા પર ભાર મુકવાની સલાહ આપતાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે મુલકી સેવાઓની પરીક્ષામાં પણ પટણા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ મોખરે હોય છે. આ રાજ્યમાં લક્ષ્મી અને સરસ્વતિનું મિલન થયું છે. બિહારને 2022 સુધીમાં શ્રેષ્ઠ રાજ્ય બનાવવાની નિતિશકુમાર સરકારની કટિબદ્ધતા છે.
- અહીં શતાબ્દી સમારોહમાં આવવું મારુ સૌભાગ્ય છે.
- ગંગા ધારા જેટલી જ જૂની છે બિહારની આ યુનિવર્સિટી.
- દેશના વિકાસમાં આ યુનિ. નો બહુ મોટો ફાળો રહેલો છે.
- બિહારના લોકો સરસ્વતીની ઉપાસનામાં પોતાની જાતને હોમી દે છે.
- બદલાતી દુનિયા પ્રમાણે ટેક્નોલોજીમાં પણ ફેરફાર કરવા જરૂરી છે.
- બદલાતી દુનિયામાં ભારતને મજબૂત સ્થાપિત કરવાનો સમય આવી ગયો છે..
- 2022 સુધીમાં બિહારને સમૃદ્ધ બનાવવાનો સંકલ્પ કરીએ.
- અહીંના વિદ્યાર્થીઓએ ઈમરજન્સી સમયે ખૂબ સારી ભૂમિકા ભજવી છે.
- હું રોજ જેટલા અધિકારીઓને મળું છું તેમાંથી મોટા ભાગના ઓફિસરો બિહારના હોય છે.
- – ભવિષ્યને જોઈને ટેક્નોલોજી વિશે વિચારવાનો સમય આવી ગયો છે.
- – દુનિયામાં તે દેશ જ આગળ વધી શકે છે જે નવી વિચારધારા ધરાવે છે.
- – પહેલાં ભારતની ઓળખ જાદુ-ટોણા અને મદારીના દેશ તરીકેની હતી, પરંતુ હવે તે બદલાઈ છે.
- – હું વિદેશોમાં કહ્યું છું કે, પહેલાં અમારા દેશના લોકો સાપથી રમતા હતા અને હવે અમારા દેશના યુવાનો માઉસથી રમતા થઈ ગયા છે.
- – આજે સામાન્ય જીવનની તકલીફો દૂર કરી શકે તેવી ટેક્નોલોજીની જરૂર છે.
- – આજે સ્ટાર્ટઅપની દુનિયામાં દેશ ચોથા નંબરે છે.