- ગ્રોથ સર્કલ અને એલીગન્ટ ઓવરસીસ દ્વારા
- અબતકની મુલાકાતમાં કાર્યક્રમની વિગત આપતા આયોજક લોરેન્સ વિલિયમ્સ, અનિતા જોન
- પગારથી માત્ર પરિવારની જવાબદારીઓ નિભાવી શકાય છે, પણ જો તમારે પોતાના અને પરિવારના સપનાઓ પૂર્ણ કરવા હોય તો એક આવકની સાથે અન્ય આવકના સ્ત્રોત શોધવા જરૂરી છે.
કોરોનાની મહામારીએ લોકોના જીવનમાં અનેક પરિવર્તન લાવ્યા છે. હાલમાં આપણે ખૂબજ અનિશ્ચિત માહોલમાં જીવી રહ્યાં છીએ, કારણ કે કોવિડને પગલે તમામ લોકોની આર્થિક અર્થતંત્રને જબરદસ્ત ફટકો પડ્યો હતો. જોકે, હવે ધીમે-ધીમે વૈશ્વિક અર્થ વ્યવસ્થાઓમાં સુધારો જોવા મળી રહ્યો છે, પરંતુ વૈશ્વિક ટેક ઇન્ડસ્ટ્રીમાં મોટાપાયે કર્મચારીઓની છટણી સંભવિત મંદીનો સંકેત આપી રહ્યું છે. આર્થિક અનિશ્ચિતતાઓની સૌથી વધુ અસર મધ્યમ વર્ગના લોકો ઉપર વર્તાઇ છે, વિશેષ કરીને એવાં લોકો કે જેમની આવકનો સ્રોત એક છે. હાલના સમયમાં આવકના સ્રોતોમાં વધારો કરવાની જરૂર છે ત્યારે સુરતથી શરૂ થયેલું ગ્રોથ સર્કલ તેના માટે ખૂબજ અનુરૂપ બન્યું છે.
આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતા લીડર, વક્તા અને કોર્પોરેટ ટ્રેનર સોનુ શર્માના માર્ગદર્શન હેઠળ ગ્રોથ સર્કલ વધુ મજબૂતાઇ પ્રાપ્ત કરી રહ્યું છે. આ અંતર્ગત 14 જુલાઈના રોજ રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ગ્રોથ સર્કલ દ્વારા આ અગાઉ વાપી, સુરત, વડોદરા અને અમદાવાદ ખાતે સફળ કાર્યક્રમો થયા હતાં, હવે રાજકોટમાં પહેલી વાત આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેથી ગ્રોથ સર્કલને વધુ લોકો સુધી પહોંચાડીને તેમને ગ્રોથ સર્કલ સાથે જોડી શકાય. સુરતના જાણીતા ઉદ્યોગ સાહસિક અનિલ જેતવાણીએ ગ્રોથ સર્કલની કલ્પના કરી હતી અને ગત જૂન – 2022માં તેની સ્થાપના કરી હતી, જેમની સાથે કો ફાઉન્ડર તરીકે સુનીલ ચાપોરકર અને તેજશ મોદી જોડાયા છે. ગ્રોથ સર્કલની ટીમ વિકાસ ઉપર કેન્દ્રિત અને સમાન વિચારધારા ધરાવતા વ્યક્તિઓના પ્રભાવી સર્કલની રચના કરીને તેમને વ્યક્તિગત અને પ્રોફેશ્નલ રીતે વૃદ્ધિ સાધવામાં મદદરૂપ બનશે. તે એક વિશિષ્ટ મોડલ ઉપર કામ કરે છે, જેનાથી લોકો આવકના વધુ સ્રોતોની રચના કરી શકે તથા તેમની મુખ્ય આવક કરતાં પણ વધુ આવકનો સ્રોત ઉભો કરી શકે. ગ્રોથ સર્કલ કમાણીની બહુવિધ તકો આપે છે, પરંતુ તેનો મુખ્ય લાભ વ્યક્તિની આવકના મુખ્ય સ્રોત સાથે કોઇપણ બાંધછોડ કર્યાં વગર આવકના વૈકલ્પિક સ્રોતની રચના કરવાનો છે. ગ્રોથ સર્કલ એક વિશિષ્ટ પ્લેટફોર્મ છે, જ્યાં લોકો બીજા કોઇપણ વ્યવસાય પસંદ કરી શકે છે અને તેમાં જોડાઈ શકે છે. તેનાથી વધારાની આવકનું સર્જન કરી શકાય છે. ગ્રોથ સર્કલ નેટવર્કિંગ, ટેક્નિકલ સપોર્ટ અને વ્યક્તિઓ માટે યોગ્ય તકો શોધવામાં મદદરૂપ બને છે. તે યુવાનો, ગૃહિણીઓ, નાના વેપારીઓ, નાણાકીય સલાહકારો, પગારદાર વ્યક્તિઓ, નેટવર્ક માર્કેટર્સ વગેરે માટે આદર્શ છે.
ગ્રોથ સર્કલ સાથે રાજકોટમાં યોજાનારી આ ઇવેન્ટમાં એલીગંટ ઓવરસિસ પણ પાર્ટનર તરીકે જોડાયું છે, જેઓ વર્ષ 2001થી રાજકોટ ખાતે સ્પોકન ઇંગ્લિશ, સ્ટુડન્ટ વિઝા, આઇઇએલટીએસ અને પબ્લિક રિલેશનનું કાર્ય કરે છે.
જોન મેનેજિંગ ડિરેકટર – એકેડેમિક તરીકે કાર્ય કરે છે, ત્યાં જ લોરેન્સ વિલિયમ મેનેજિંગ ડિરેકટર – ઓપરેશનની જવાબદારી સાંભળે છે. એલિગંટ ઓવરસિસ દ્વારા કેંડિડેટ પ્રોફાઇલિંગ, જરૂરિયાત અંગેના દસ્તાવેજો વિશે માર્ગદર્શન, અભ્યાસક્રમ અને યુનિવર્સિટી પસંદગી, સ્પોકન ઇંગ્લિશ આઇઇએલટીએસ, પીટીઇ, એસએટી, જીઆરઇ, ફ્રેન્ચનું કોચિંગ, વિઝા અરજી, મુસાફરી અને ફોરેક્સ વ્યવસ્થા, પારદર્શક પ્રવેશ પ્રક્રિયા, પ્રી ડિપાર્ચર ગાઈડન્સ, વિઝા ઇન્ટરવ્યૂની તૈયારી, ફંડિંગ ગાઈડન્સ વગેરે અંગે પણ માર્ગદર્શન આપે છે. રાજકોટ ખાતે તેમની હેડ ઓફિસ છે, જ્યારે સુરતમાં તેમની બ્રાન્ચ ઓફિસ છે.
રાજકોટના જાણીતા હેમુ ગઢવી હોલ ખાતે આગામી 14 મી જુલાઈના રોજ આયોજિત કાર્યક્રમમાં આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતા લીડર, વક્તા અને કોર્પોરેટ ટ્રેનર જેમના કરોડો ચાહકો અને પ્રશંસકો છે, તેમના સોશિયલ મીડિયામાં કરોડો ફોલોઅર્સ છે, ભારતની અનેક જાણીતી કોર્પોરેટ સંસ્થાઓને જેઓ માર્ગદર્શન આપે છે તેવા સોનુ શર્મા પોતાનું માર્ગદર્શન આપશે. સોનું શર્મા રાજકોટમાં પહેલીવાર આવી રહ્યા છે, તેઓ વિઝન ટુ વિક્ટ્રી વિષય પર પોતાનું માર્ગદર્શન આપશે.
ભારતના નંબર-1 મોટિવેશનલ સ્પીકર ગણાતા સોનુ શર્માનો જન્મ 11 નવેમ્બર 1981ના રોજ હરિયાણાના ફરીદાબાદના એક મધ્યમવર્ગીય પરિવારમાં થયો હતો. તેણે પોતાનું પ્રારંભિક શિક્ષણ ફરીદાબાદની દયાનંદ પબ્લિક સ્કૂલમાંથી પૂર્ણ કર્યું, ત્યારબાદ તેણે વધુ અભ્યાસ માટે ચંદીગઢની ડીએવી કોલેજમાં પ્રવેશ લીધો. સોનુ શર્મા પાસે તજ્ઞક્ષીતવફળિફ.શક્ષ પરથી પોતાની વેબસાઈટ પણ છે. તેઓ કોમર્સના વિદ્યાર્થી હતાં, તેમણે પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ શિક્ષકની નોકરી કરી હતી. શિક્ષકની નોકરીના સમયે તેમના મનમાં ઘણી વખત અમીર વિદ્યાર્થીઓને જોઈને વધુ પૈસા કમાવવાની ઈચ્છા થઈ હતી, જેથી તેમણે આ દિશામાં પગલું ભર્યું. ડાયનેમિક ઈન્ડિયા ગ્રુપના સ્થાપક સોનુ માત્ર પ્રેરક વક્તા જ નથી પણ નેટવર્ક માર્કેટિંગ લીડર, કોર્પોરેટ ટ્રેનર પણ છે. સોનુ શર્માને શરૂઆતમાં નેટવર્ક માર્કેટિંગનું બહુ જ્ઞાન નહોતું, પરંતુ તેમને તેના વિશે માહિતી મેળવી અને વર્ષ 2005માં તેઓ નેટવર્ક બિઝનેસમાં જોડાયા હતાં. વર્ષ 2019 માં તેઓ દયતશિંલયમાં જોડાયા હતાં. ટયતશિંલય માટે એક ખકખ ગ્રુપ બનાવવામાં આવ્યું છે, જે ઝજજ (ટીમ સોનુ શર્મા) તરીકે ઓળખાય છે. સોનુ શર્મા યુવાઓમાં ખૂબ જ જાણીતા છે. તેમના કાર્યક્રમોને સાંભળવા માટે હજારો લોકો ઉમટી પડતા હોય છે, તેમના મોટીવેશનલ કાર્યક્રમમાં આવનાર લોકો પોતાના આર્થિક સ્ત્રોતોને વધારવામાં સફળ થયા હોવાના અનેક કિસ્સાઓ છે. સોનુ શર્મા છેલ્લા 22 વર્ષમાં 22 દેશોમાં 1600 થી વધુ વર્કશોપ અને 3800 ઇવેન્ટ કરી ચૂક્યા છે, જેમાં 44 લાખથી વધુ લોકોએ કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ ઉપરાંત 114 દેશોમાં ઓનલાઇન સેમિનાર કરી ચુક્યા છે.
ગ્રોથ સર્કલનો ભાગ બનવા માટે વેબસાઇટ ઉપર જાઓ (વિિંાંત://લિજ્ઞિૂવિંભશભિહય.ભજ્ઞળ/) અને એક સરળ ફોર્મ ભરો. ગ્રોથ સર્કલમાં જોડાવા માટે કોઇ ફી ચૂકવવાની જરૂર નથી.
કાર્યક્રમ અંગે વિગત આપવા આયોજક લોરેન્સ વીલીયમસ, અનિતાબેન જોન, કીરીટભાઇ બાબીયાએ ‘અબતક’ની મુલાકાત લીધી હતી.
સોનુ શર્મા ઉદ્યોગ સહસિકોને પ્રોત્સાહિત કરશે: લોરેન્સ વિલિયમ્સ
અબતક સાથેની વાતચીતમા લોરેન્સ અબતક સાથેની વાતચિતમાં લોરેન્સ વીલીયમ્સ એ જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતા લીડર અને કોર્પોરેટ ટ્રેનર સોનુ શર્મા પ્રથમ વખ સૌરાષ્ટ્રની મુલાકાતે આવવાના છે. અને રાજકોટમાં ગ્રોથ સર્કલ અને એલીગંટ ઓવરસિસ દ્વારા આગામી રવિવારે સોનુ શર્માનો વીઝન ટુ વિકટ્રી કાર્યક્રમ યોજાનાર છે. અત્યારથી ઘણી સીટો બુક થઇ ગઇ છે. આ કાર્યક્રમ તમામ લોકો માટે છે. જે લોકોને પાસે વિઝન છે પરંતુ બીઝનેસ માટેની દિશા નથી. તેઓને ખુબ જ