વિદ્યાર્થી મા રહેલી સુસુપ્ત શક્તિ ઓ જેવી કે વિચાર શક્તિ. કલ્પના શક્તિ. રચના શક્તિ ખીલે તે હેતુ થી આવનારા દસ વર્ષ મા કેવી નવીનતમ શોધ થઇ શકે અને ફેરફાર થઇ શકે તે અંગે ના વિદ્યાર્થી ઓ દ્વારા તૈયાર થયેલ પ્રોજેક્ટ ના નવીનતમ પ્રકાર નો ફેર “વિઝન ૨૦૩૦” નું આયોજન તાજેતરમાં બે દિવસ નું કરવામાં આવ્યુ હતું.
બાળકો દ્વારા તૈયાર કરવામાં આવેલ કૃતિ જોઈ એક વાર આશ્ચર્ય થાય કે વાહ આવો મસ્ત પ્રોજેક્ટ કેવી રીતે બનાવ્યો હશે લગભગ ૩૦૦ થી વધુ કૃતિ પ્રોજેક્ટ ના માધ્ય્મએ પ્રસ્તુત કરવામાં આવી હતી જેમાં સ્કૂલ ક્ષફ દરેક ધોરણ ના વિદ્યાર્થી ભાઈ ઓ તથા બહેનો એ ભાગ લીધો હતો.
અંદાજે ૪૦૦ થી વધુ વિદ્યાર્થી ઓ આ પ્રોજેક્ટ બનાવ્યા હતા.આ તકે શાળા ના ચેરમેન અજયભાઇ રામાણી અને પ્રિન્સિપાલ એન. ડી. વઘાસીયા તથા શાળા ના ટ્રસ્ટી પરાગભાઈ વિરડીયા., જયેશભાઇ વિરડીયા., પરેશ ભાઈ વિરડીયા., જે. એન. મેહતા., માનસી નિરંજન., એસ. એચ. વિકયાણી, તમામ વિદ્યાર્થી ને અભિનંદન પાઠવ્યા હતા.