કિરીટસિંંહ રાણા દ્વારા 3.92 કરોડના 176 કામોનું ઈ-લોકાપર્ણ તથા ઈ-ખાતમૂહૂર્ત કરાયું

અબતક સબનમ ચૌહાણ, સુરેન્દ્રનગર

રાજ્યની પ્રગતિને ઉજાગર કરવા તેમજ વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના હેતુથી આજે રાજ્યભરમાં વિશ્વાસથી વિકાસયાત્રા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી ખાતે કેબિનેટ મંત્રી  કિરીટસિંહ રાણાના અધ્યક્ષસ્થાને વિશ્વાસથી વિકાસયાત્રા કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે વન અને પર્યાવરણ મંત્રી  કિરીટસિંહ રાણાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે છેવાડાના લોકો માટે રોડ-રસ્તા, પીવાના પાણી સહિતની સુવિધાઓ સરળતાથી ઉપલબ્ધ બનાવી છે. પાટડી નગરપાલિકા વિસ્તાર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં પેવર બ્લોક, સીસી રસ્તા, ગટર લાઈન સહિતના વિવિધ વિકાસ કામો કરવામાં આવ્યા છે. વધુમાં મંત્રી એ જણાવ્યું હતું કે ભૂતકાળમાં પીવાના પાણીના પ્રશ્ર્નો હતા. આજે રાજ્ય સરકારના સઘન આયોજનના પરિણામે લોકોને શુદ્ધ અને પૂરતા પ્રમાણમાં નિયમિત પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે.

1663042962092

વધુમાં મંત્રી જણાવ્યું હતું કે, ગરીબ કલ્યાણ મેળા જેવા કાર્યક્રમોના માધ્યમથી લાભાર્થીઓને હાથો હાથ લાભો રાજ્ય સરકારે અપાવ્યા છે. આજે રાજ્ય સરકારના પ્રયાસોના પરિણામે છેવાડાના વિસ્તાર સુધી અનેકવિધ સુવિધાઓ ઉપલબ્ધ બની છે. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય  પૂનમભાઈ મકવાણા, નગરપાલિકા પ્રમુખ મૌલેશભાઈ પરીખ અને અગ્રણી દિલીપભાઈ પટેલે પ્રાસંગિક ઉદબોધન કરી કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની જાણકારી આપી હતી.આ કાર્યક્રમમાં પાટડી પ્રાંત અધિકારીએ સ્વાગત પ્રવચન કર્યું હતું અને મામલતદારએ આભારવિધિ કરી હતી.

આ કાર્યક્રમમાં મંત્રીના હસ્તે રૂપિયા 3.92 કરોડના 176 કામોનું ઈ-લોકાર્પણ/ ઈ- ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ અગ્રણી સર્વ  જગદીશભાઈ મકવાણા, પી.કે. પરમાર, પ્રકાશભાઈ ડોડીયા, સુરાભાઈ રબારી, ચેતનભાઇ શેઠ, એન. કે.રાઠોડ અને રશ્મિકાંત રાવલ તેમજ જિલ્લા વિકાસ અધિકારી પી.એન. મકવાણા તથા તાલુકા વિકાસ અધિકારી  ડી.સી. શાહ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.