ઝુંપડપટ્ટીના બાળકોને ભણાવી સંસ્કારમય બનાવવની ખેવના
ઇશ્વરિયાની સીમમાં 1 થી 8 સુધીનું શિક્ષણ, કોમ્પ્યૂટર, શૂટિંગ, ઘોડે સવારી, સીવણની તાલીમર્થી બાળકોના સંર્વાંગી વિકાસનું જીતુભાઇનું સપનું થયું સાકાર
મન હોય તો માળવે જવાય, ધ્યેય નક્કી કરો અને મેળવીને જંપો…એ યુક્તિને રાજકોટની વિશ્વનીડમે સાર્થક કરી બતાવે છે. સંસ્થાના સંસ્થાપક એવા જીતુભાઇને 25 વરસ પહેલા આવેલ વિચાર આજે વટ વૃક્ષ બનીને ઉભી છે. ઝુપડપટ્ટીના બાળકોને રખડતા-ભટકતા અને ભીખ માંગતા બંધ કરાવી ભણવાના રસ્તે વાળવાનો વિચાર ફૂટપાથ પાસેના બગીચે બેઠા-બેઠા આવેલ અને એ વિચારને સાર્થક કરતા અઢી દાયકાનો સમય થયો અને એ વિચાર આજે વિશ્વનિડમ પરિવાર બની ગયો છે. એક મિશાલ થઇ ગયો છે. પરિવારને મૂકીને જીતુભાઇએ સમાજ સેવામાં જંપલાવ્યું હતું.
વિશ્વનિડમ જીતુભાઇએ રાજકોટ શહેરના છોટુનગર, લક્ષ્મીનગર, ધર્મનગર, રામાપીરનો ઢોરો ઇન્દીરા નગર, શાંતિનગર, કેકેવી હોલ, નટરાજ નગર, વૈશાલીનગર જેવા અને ઝૂંપડપટ્ટી વિસ્તારમાં બાળકોને ભણવા સાથે શિક્ષણ સાથે સંસ્કાર આપવાનું શરૂ કર્યું તેમની સાથે તેમના મિત્રો દાતાઓ પણ ધીમે ધીમે જોડાતા ગયા અને સંસ્થા ટ્રેનની જેમ પાટા ઉપર સરકતી ગઇ.
તાજેતરમાં વિશ્વનિડમ પરિવારના ગુરુકુલમનો લોકાર્પણ સમારોહ મુંબઇના નીતિનભાઇ સોનાવાલા, રમેશભાઇ કાછોલિયા મુંબઇ જૈન યુવક સંઘ તેમજ જેન્તીભાઇ કાલરીયા, ગોપાલ નમકીન વાળા બીપીનભાઇ હદવાણી જૈન શ્રેષ્ટિ જીતુભાઇ બેલાણી ઉપરાંત મગનભાઇ ફળદુ, ઘનશ્યામભાઇ ઠક્કર, કૌશિકભાઇ મહેતા તેમજ દર્શનાબેન, હરેશભાઇ મહેતા, વી.ડી.વાલાની ઉ5સ્થિતિમાં યોજાયો હતો.
અહીં ગુરૂકુલમમાં આઠ શિક્ષિકો માનદ વેતનથી સેવા આપી રહ્યા છે. બાળકોને શિક્ષણ આપી રહ્યા છે. અહીં વિવિધ જાતના પક્ષી, ઘોડા પણ રાખવામાં આવેલ છે. જ્યાં ઘોડે સવારીની તાલીમ અપાય છે તો 50 જેટલી ગાયો ગૌશાળામાં છે. આ ઉપરાંત કોમ્પ્યૂટર શિક્ષણ, રાઇફલ શૂટિંગ, પાર્લર, સીવણ ક્લાસ સહિતના હુન્નર પણ ચલાવાય છે. ઘોડે સવારીમાં પ્રવિણ અને સાહિલ તાલીમ આપી રહ્યા છે.
અહીં રહેતા વિદ્યાર્થીઓને નિત નવું ખાણું અને પકવાન આપવામાં આવે મંજુલામાં ખૂબ જ ભાવથી જમાડે છે. તો અનેક મિત્રો જુદીજુદી સેવા આપી રહ્યાં છે. આ લોકાર્પણ સમારોહમાં દાતાઓનું બહુમાન કરાયું હતું અને ભૂતકાળમાં અહીં અભ્યાસ કરી ચૂકેલા અને નાની મોટી જગ્યાએ કામકાજ કરી રહ્યા છે તેમજ જેમના લગ્ન થઇ ગયા છે તેમણે એક જ બાળકોનો સંકલ્પ કર્યો છે. તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું. વિશ્વનિડમ સમાજના છેવાડાના માનવીઓમાં રહેલી બદીઓને દૂર કરવાનો અનોખો યજ્ઞ કરી રહ્યું છે ત્યારે નગરશ્રેષ્ઠીઓની પણ ફરજ બને કે આ સેવા યજ્ઞમાં તન, મનને ધનથી આહુતિ આપે છે.