કેશોદ તાલુકાના આઈ માં સોનલ વિનય મંદિર મુકામે શહિદોને શ્રદ્ધાંજલી આપવા માટેનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સૌપ્રથમ ઉપસ્થિત સૌએ શહિદોને પુષ્પાંજલી અર્પી હતી અને બે મિનિટનું મૌન પાળી શહીદોના આત્માને શાંતી મળે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.
શહિદોને આગેવાનો દ્વારા શાબ્દિક શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી. શ્રદ્ધાંજલી કાર્યક્રમમાં કણેરી ગામના અગ્રણી આગેવાન ડાયાભાઈ દેસાઈએ શહિદોને અનોખી શ્રદ્ધાંજલી આપવા તૈયારી બતાવી ગ્રામજનોને જણાવેલ કે તમામ શહિદોના નામે ૪૨ વૃક્ષોનું વાવેતર કરી પાંચ વર્ષ સુધી ઉછેર કરનારને એક વૃક્ષ દિઠ ૧૫૦૦ રૂપિયા આપવાની ડાયાભાઈ દેસાઈએ જાહેરાત કરી છે.