ગુર્જર સુતાર જ્ઞાતિ આયોજિત કાર્યક્રમમાં શહીદોને શ્રદ્ધાંજલી અર્પવા

મૌન રેલી યોજાઈ: કાર્યક્રમમાં ઢોલ નગારા અને માઈક બંધ રખાયા

પડધરીના મોવૈયામાં ગુર્જર સુથાર જ્ઞાતિ દ્વારા વિશ્વકર્મા દાદાની જન્મજયંતી નિમિતે ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ જેમાં ઘ્વજા રોહણવિધિ દિનેશભાઈ ખોડાભાઈ તથા મુકેશભાઈ ખોડાભાઈ બકરાણીયાના હસ્તે કરવામાં આવેલ ત્યારબાદ મંગળાઆરતી જીતેશભાઈ ધ્રાંગધરીયા (તરઘરી) દ્વારા ઉતારવામાં આવેલ જેનો દિવ્ય લાભ સૌ જ્ઞાતિજનોએ લીધેલ હતો.

કાશ્મીરના પુલવામા સીઆરપીએફના જવાનો પર થયેલા આતંકી હુમલાના કારણે સ્નેહમિલનનો કાર્યક્રમ મોકુફ રાખ્યો હતો. સાથો સાથ ઢોલ, નગારા, ડીજે, માઈક પણ બંધ રાખવામાં આવેલ. વીર સપુતોને શ્રદ્ધાંજલી આપવાનો કાર્યક્રમ યોજાયેલ. જેમાં બે મિનીટનું મૌન પાળીને વીર જવાનોને શ્રદ્ધાંજલી સમસ્ત જ્ઞાતિજનો દ્વારા આપવામાં આવી હતી. ત્યારબાદ શહિદ જવાનોની યાદમાં મૌન રેલીનું આયોજન કરવામાં આવેલ.

આ રેલી વિશ્ર્વકર્મા મંદિરથી મોવૈયા ગામની મેઈન બજાર ત્યાંથી જામનગર હાઈવે મોવૈયા સર્કલથી પડધરી મેઈન બજાર પહોંચી હતી ત્યાંથી તાલુકા પંચાયત ચોકમાં થઈને પડધરી પોલીસ સ્ટેશનના ગ્રાઉન્ડમાં વીર શહિદોને શત શત નમન કરીને વંદે માતરમ, ભારત માતા કી જય, વિર શહિદ અમર રહોના નારા લગાવીને આખુ આકાશ ગુંજી ઉઠયું હતું ત્યારબાદ રેલી બપોરના વિશ્વકર્મા દાદાના મંદિરે પહોંચી હતી ત્યારે વિશ્વકર્મા દાદાના જય ઘોસ સાથે રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું.

આ તકે દામજીભાઈ અઘેરા, અશોકભાઈ ધ્રાંગધરીયા, જમનાદાસ કડેચા, બકુલભાઈ બકરાણીયા, લલીતભાઈ ધ્રાંગધરીયા, શૈલેષભાઈ વેકરીયા, યોગીનભાઈ છનીયારા અને તેની પુરી ટીમ સાથે આ રેલીમાં જોડાયા હતા. ઉપસ્થિત મહેમાનોનું પ્રમુખ ભરતભાઈ કડેચા, ઉપપ્રમુખ કિશોરભાઈ બકરાણીયા, મંત્રી કિરીટભાઈ ધ્રાંગધરીયા,ખજાનચી નિલેષભાઈ ધ્રાંગધરીયા, સભ્ય રતીલાલ અખીયાણીયા, મહેન્દ્રભાઈ ભાલારા, વિનોદભાઈ ઘોરેચા, સુભાષભાઈ પંચાસરા, સુરેશભાઈ વડગામા, મનસુખભાઈ ભાલારા, રવિભાઈ ધ્રાંગધરીયાએ હાર્દિક સ્વાગત કરી આભાર વ્યકત કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.