મોટિવેશન સ્પીકર ડો.જીતેન્દ્ર અઢીયાએ યુવાનોને માર્ગદર્શન આપ્યું
વિશ્વભરમાં જગત જનની મા ઉમિયાના આસ્થાને ઉજાગર કરવાના ઉદ્દેશ્ય કામ કરનાર વિશ્વઉમિયાધામ – જાસપુર, અમદાવાદની યુથ કાઉન્સિલ દ્વારા યુવા સશક્તિકરણના માટે ’ ચાલો ધનવાન બનીએ’ સેમિનારનું અયોજન કરાયું હતું. હિંમતનગરમાં અયોજિત ચાલો ધનવાન બનીએ સેમિનારમાં સાબરકાંઠા જિલ્લાના 500 યુવાનોએ ભાગ લીધો હતો. સેમિનારમાં પ્રખ્યાત મોટિવેશનલ સ્પીકર ડો. જીતેન્દ્ર અઢીયાએ યુવાનોને માર્ગદર્શન આપ્યું હતું.
આજના યુવાનોની સૌથી મોટી ઘેલછા ધનવાન બનવાની કેવી રીતે સમાજ સશક્તિકરણ અને સંગઠન શક્તિથી બની શકાય તે અંગે માર્ગદર્શન અપાયું હતું. વિશ્વઉમિયાધામના પ્રણેતા એવમ્ પ્રમુખ આર.પી.પટેલના નેતૃત્વમાં કામ કરતી યુથ કાઉન્સિલ ટીમના ચેરમેન ડો. વસંતભાઈ ધોળું અને મહામંત્રી જીતેન્દ્રભાઈ પટેલની આગેવાની હેઠળ સમગ્ર સોનારમું આયોજન કરાયું હતું. આ સેમિનારમાં સંસ્થાના ઇનોવેશન અને ઇનેસિયેટિવ ચેરમેન ડો. ભગીરથભાઈ પટેલ અને પ્રકાશભાઇ વરમોરા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમના આયોજનનો ભાર સાબરકાંઠા સંગઠન કમિટીના ચેરમેન મુકેશભાઈ પટેલ અને સમગ્ર સાબરકાંઠા સંગઠન ટીમે ઉપાડ્યો હતો.