બીન અનામત વર્ગને નોકરીમાં અન્યાય, પરિવારની સહમતી વગરના લગ્નોમાં માતા-પિતાની સહમતી ફરજીયાત જેવા વર્તમાન સામાજીક મુદ્દા ઓમાં ગૃહ ચર્ચા

દેશની સ્વતંત્રયતા સમયની સામાજીક અસમાનતાની સ્થીતી દેશના વિકાસ માટે બાધા રૂપ ન બને અને સામાજીક અસમાનતાની ખાય દુર કરવા હંગામી ધોરણે દાખલ કરવામાં આવેલા અનામત પ્રથાની દર દશ વર્ષ કે સમયાંતરે સમીક્ષા કરી સુધારો કરવાની જોગવાઇ અને ધીમે ધીમે તેને દુર કરવાની જોગવાઇ વિસરાય જવા પામી છે. અને સામાજીક સરમસ્તા માટેની બીન અનામત વર્ગને અન્યાય અંગે વિચાર વિર્મશની પ્રક્રિયા શરુ થઇ છે.

બિનઅનામત વર્ગને ઙજઈંની ભરતીમાં થયેલા અન્યાય તેમજ યુવતીઓના પરિવારની સંમતિ વગરના લગ્નોમાં માતા-પિતાની સહમતિ ફરજિયાત કરવા જેવા વિવિધ મુદ્દાઓ અંગે વિશ્વઉમિયાધામ, જાસપુર અમદાવાદ ખાતે પાટીદાર સંસ્થાઓની કોર્ડિનેશન કમિટીની બેઠક 15 જૂને બુધવારના રોજ સવારે 10.30 કલાકે મળી હતી. જેમાં કડવા અને લેઉવા પાટીદાર સમાજની મુખ્ય 18 સંસ્થાઓના પ્રમુખ/મંત્રીઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં પ્રવર્તમાન સમયમાં સવર્ણ સમાજને બિનઅનામત આયોગ અને નિગમ દ્વારા થઈ રહેલાં અન્યાય સંદર્ભે મુખ્ય ચર્ચા થઈ છે. પાટીદાર સમાજની મુખ્ય સંસ્થાઓના પ્રમુખોએ એકરાગે કુલ 25 જેવા બિનઅનામત વર્ગ (સવર્ણ સમાજ)ને સ્પર્શતા મુદ્દાઓ પર સઘન ચર્ચા કરી અને આ તમામ મુદ્દાઓ પર સરકારમાં યોગ્ય રજૂઆત કરવાનું નક્કી કર્યું

PSI ભરતીમાં ભરતી બોર્ડે દ્વારા સેક્શન 16નું ઉલ્લંઘન કરાયું : આર.પી.પટેલ

IMG 20220616 WA0001

વિશ્વ ઉમિયાધામના પ્રમુખ અને પાટીદાર સંસ્થાઓની કોર્ડિનેશન કમિટીના ક્ધવીનર આર.પી.પટેલે જણાવ્યું હતું કે પોલીસ ભરતી બોર્ડે ઙજઈંની પ્રિલિમરી પરીક્ષામાં નોટિફિકેશનમાં આપેલાં સેક્શન 16નું ઉલ્લંઘન કર્યું છે. જેથી પાટીદારો સહિતના સવર્ણ સમાજ અર્થાત્ બિનઅનામત વર્ગને અન્યાય થયો છે. સરકાર સત્વરે આ અંગે વિચારણા કરે એવી અમારી રજૂઆત છે.

ઉમિયાધામ સિદસરના પ્રમુખ અને આ બેઠકના અધ્યક્ષ જેરામભાઈ વાંસજાળીયાએ જણાવ્યું હતું કે, બિનઅનામત આયોગ અને નિગમના વહીવટી પ્રશ્નો અને અધિકારીઓની નકારાત્મકતાથી પાટીદાર સહિતના સવર્ણ સમાજને અન્યાય કરી રહ્યા છે. સરકારશ્રી સત્વરે આયોગ અને નિગમના ચેરમેનની વરણી કરે અને જે તે પ્રશ્નોનું નિરાકરણ લાવે.
સમસ્ત પાટીદાર સમાજ, સુરતના પ્રમુખ શ્રી વેલજીભાઈ શેટાએ જણાવ્યું હતું કે પરિવારની સમંતિ વગર યુવતીઓ દ્વારા કરવામાં આવતાં મરજી મુજબના લગ્નો અંગેની નોંધણીમાં માતા-પિતાને સાક્ષી તરીકે ફરજિયાત રાખવા. અને આ સંદર્ભે સરકારશ્રીએ ગહન વિચારણા કરી લગ્ન વિષયક નિયમોમાં યોગ્ય ફેરફાર કરવો જોઈએ.

આંદોલન દરમિયાન યુવાનો ઉપર થયેલા પોલીસ કેસમાં જે કોઈ કેસ પેન્ડિંગ છે તે તમામ કેસ પરત ખેંચવા., આંદોલન દરમિયાન શહીદ થયેલા યુવાનોના પરિવારજનોને સત્વરે નોકરી આપવી, રાજ્યના ખેડૂતોની જમીનો મુદ્દે પડતી પ્રવર્તમાન હાલાકીઓ અંગે સરકારમાં રજૂઆત કરી પ્રશ્નોનો નિકાલ કરવો, ખેડૂતોને વીજળી અન્વવે પડતી તકલિફોનો ઝડપથી નિકાલ કરવા સરકારશ્રીમાં રજૂઆત કરવી. સમરસતા હોસ્ટેલમાં અનામત વર્ગની સાથે 50% જગ્યાઓ પર બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવો. અથવા નવી હોસ્ટેલોનું નિર્માણ કરવું.

સરકારી ભરતીઓમાં છૂટછાટ આપેલ છે તે મુજબની છૂટછાટ બિનઅનામત વર્ગને લાગું પડવી જોઈએ.

જેમ બિનઅનામત વર્ગમાં પણ શૈક્ષણિક ફી તેમજ હોસ્ટેલ ફી નિગમ/આયોગ દ્વારા ભરવામાં આવે.
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસ માટેની લોનની લિમિટ 20 લાખ રૂપિયા જેટલી કરવી જોઈએ. તેમજ 30 દિવસની સમયમર્યાદામાં અરજીનો નિકાલ તેવી માગ અને ચર્ચા કરવામાં આ બેઠકમાં કરવામાં આવેલ.
આર.પી.પટેલ, પ્રમુખ, વેલજીભાઈ શેટા, જેરામભાઈ વાંસજાળિયા,પ્રમુખ, રવજીભાઈ વસાણી, હંસરાજભાઈ ગજેરા, પ્રહલાભાઈ પટેલ, ઉપપ્રમુખ, ગોવિંદભાઈ વરમોરા સહીતના આગેવાનો ઉ5સ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.