મંદિર વહીં બનાયેંગે…
રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદમાં વડી અદાલતનો ચૂકાદો આવે તે પહેલા તૈયારીઓ શરૂ
તાજેતરમાં જ સંઘના પ્રમુખ મોહન ભાગવતે અયોધ્યામાં રામ મંદિર નિર્માણ અંગે સરકારને કાયદો ઘડવા આહવાન કર્યું હતું. ત્યારબાદ હવે વિશ્વ હિન્દુ પરિષદે રામ મંદિર નિર્માણ માટે તૈયારીઓ કરી છે. આગામી ૨૯ ઓકટોબરના રોજ રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ અંગે સુનાવણી વડી અદાલતમાં હાથ ધરવામાં આવશે. આ ચુકાદો રામ જન્મભૂમિની તરફેણમાં આવશે તેવી આશાએ વિશ્વ હિન્દુ પરિષદે અયોધ્યા ખાતે મંદિર નિર્માણ માટે ૭૦ ટ્રક પથ્થર મોકલયા છે.
વડી અદાલતનો ચૂકાદો આવી ગયા બાદ ત્રણ માળનું રામ મંદિર બનાવવા માટે પીલર અને ઢાંચાના નિર્માણના હેતુથી ખાસ પથ્થરનો ઓર્ડર આપી દેવામાં આવ્યો હોવાનું વિશ્વ હિન્દુ પરિષદના સૂત્રોએ જણાવ્યું છે. અગાઉ પણ વિશ્વ હિન્દુ પરિષદના રામ જન્મભૂમિ મંદિર નિર્માણ કાર્ય શાળા ખાતે પથ્થર મોકલવામાં આવ્યા હતા તે જથ્થા કરતા વર્તમાન સમયનો જથ્થો ચાર ગણો મોટો છે.